Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 16:16 - પવિત્ર બાઇબલ C.L.

16 એક દિવસે અમે પ્રાર્થનાસ્થાને જતા હતા ત્યારે અમને એક સ્ત્રીનોકર મળી. તેને આગાહી કરનાર દુષ્ટાત્મા વળગ્યો હતો. ભવિષ્ય ભાખીને તેણે તેના માલિકોને ઘણા પૈસા કમાવી આપ્યા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 અમે પ્રાર્થનાસ્થાને જતા હતા, ત્યારે એક જુવાન દાસી અમને મળી, તેને અગમસૂચક આત્મા વળગ્યો હતો, અને તે ભવિષ્યકથન કરીને પોતાના માલિકોને ઘણો લાભ કરતી હતી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 અમે પ્રાર્થનાસ્થાને જતા હતા ત્યારે એમ થયું કે, એક જુવાન દાસી અમને મળી, કે જેને અગમસૂચક દુષ્ટાત્મા વળગ્યો હતો, તે ભવિષ્યકથન કરીને પોતાના માલિકોને ખૂબ કમાણી કરી આપતી હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 જ્યારે અમે પ્રાર્થના માટેની જગ્યાએ જતા હતા ત્યારે એક વખતે અમારી સાથે કંઈક બન્યું. એક જુવાન દાસી અમને મળી. તેનામાં એક અગમસૂચક આત્મા હતો. આ આત્મા તેને ભવિષ્યમાં શું થવાનું છે તે કહેવાનું સાર્મથ્ય આપતો. આમ કરવાથી તેણે ખૂબ પૈસા તેના માલિકને કમાવી આપ્યા.

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 16:16
21 Iomraidhean Croise  

તેણે ઘંતરમંતર અને જાદુક્રિયા આચરી અને જોશ જોનારા તથા પ્રેતાત્માઓનો સંપર્ક સાયો. તેણે પ્રભુની વિરુદ્ધ ભયંકર પાપકર્મો કરીને તેમનો રોષ વહોરી લીધો.


પ્રભુને વફાદાર નહિ હોવાને લીધે શાઉલ મરણ પામ્યો. પ્રભુની આજ્ઞાનો અનાદર કરીને તેણે મૃતાત્માને સાધીને માર્ગદર્શન આપનારની સલાહ લેવાનો પ્રયાસ કર્યો;


લોકો તમને કહેશે કે, “જોશીઓ અને બડબડ કરનારા ભૂવાઓનો સંપર્ક સાધો. લોકોએ પોતાના દેવને ન પૂછવું જોઈએ? તેમણે જીવતાં માણસો માટે મરેલાંઓને પૂછવું જોઈએ?”


“મૃતાત્માઓ સાથે વાતચીત કરીને સલાહ આપનારા ભૂવાઓ પાસે જવું નહિ. જો તેમ કરશો તો તમે વિધિગત રીતે અશુદ્ધ ગણાશો. હું પ્રભુ, તમારો ઈશ્વર છું.


“જો કોઈ પુરુષ કે સ્ત્રી મૃતાત્મા- ઓનો સંપર્ક સાધે અને સલાહ લે તો તેમને પથ્થરે મારી નાખવાં. તેમના ખૂનની જવાબદારી તેમને શિરે રહેશે.”


“જો કોઈ મૃતાત્માઓ સાથે વાતચીત કરી સલાહ આપનાર ભૂવા પાસે જાય તો હું તેની વિરુદ્ધ થઈશ અને મારા લોક મધ્યેથી હું તેનો બહિષ્કાર કરીશ.


શહેર બહાર નદીકિનારે યહૂદીઓનું પ્રાર્થનાસ્થાન હશે એવું ધારીને વિશ્રામવારે અમે ત્યાં ગયા. ત્યાં બેસીને અમે એકત્ર થયેલી સ્ત્રીઓ સાથે વાત કરી.


ઘણા દિવસોથી તે આ પ્રમાણે કરતી હતી, એટલે છેવટે પાઉલે અકળાઈને પાછા ફરીને દુષ્ટાત્માને કહ્યું, “પ્રભુ ઈસુને નામે હું તને હુકમ કરું છું કે તેનામાંથી નીકળી જા!” એ જ ક્ષણે તેનામાંથી દુષ્ટાત્મા નીકળી ગયો.


જ્યારે તેના માલિકોને ખબર પડી કે તેમની પૈસા કમાવાની તક ચાલી ગઈ છે ત્યારે તેમણે પાઉલ અને સિલાસને પકડયા અને તેમને અધિકારીઓ પાસે જાહેરસ્થાનમાં ઢસડી ગયા.


દેમેત્રિયસ નામનો એક સોની આર્તેમિસ દેવીના મંદિરના ચાંદીના નમૂના બનાવતો હતો. એના ધંધાથી ઘણા કારીગરોને લાભ થતો.


મૂર્તિપૂજા, ભૂતવિદ્યા, વૈરભાવ, ઝઘડા, ઈર્ષા, ક્રોધ, સ્વાર્થ, જૂથબંધી, પક્ષાપક્ષી,


કારણ, દ્રવ્યલોભ સર્વ પ્રકારનાં પાપનું મૂળ છે. ધનવાન થઈ જવાની તૃષ્ણામાં કેટલાક વિશ્વાસથી ભટકી ગયા છે, અને ઘણા દુ:ખોથી તેમનાં હૃદય વીંધાયાં છે.


જેમ જાન્‍નેસ અને જામ્બ્રેસ મોશેની વિરુદ્ધ થયા હતા તેવી જ રીતે આવા માણસો સત્યનો વિરોધ કરે છે. તેઓ ભ્રષ્ટ મનના અને વિશ્વાસમાં નિષ્ફળ ગયેલા છે.


આ જૂઠા શિક્ષકો લોભી છે અને બનાવટી વાતો જણાવીને તમારો લાભ ઉઠાવશે. તેમના ન્યાયાધીશે ઘણા લાંબા સમયથી તેમનો ન્યાય તોળી નાખ્યો છે અને તેમનો નાશ કરનાર સતત જાગ્રત છે.


હવે શમુએલ તો મરી ગયો હતો અને સર્વ ઇઝરાયલીઓએ તેને માટે શોક કર્યો હતો અને તેને તેના વતન રામામાં દફનાવ્યો હતો. શાઉલે ઇઝરાયલ દેશમાંથી સર્વ જાદુગરો અને મૃતાત્માનો સંપર્ક સાધનારાઓને તડીપાર કર્યા હતા.


પછી શાઉલે તેના અમલદારોને હુકમ કર્યો, “પ્રેતાત્માનો સંપર્ક સાધી શકે એવી કોઈ સ્ત્રી મને શોધી આપો કે જેથી હું તેને જઇને પૂછી શકું.” તેમણે જવાબ આપ્યો, “એવી એક સ્ત્રી એનદોરમાં છે.”


Lean sinn:

Sanasan


Sanasan