Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 15:6 - પવિત્ર બાઇબલ C.L.

6 પ્રેષિતો અને આગેવાનો આ પ્રશ્ર્નની વિચારણા કરવા એકત્ર થયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 ત્યારે પ્રેરિતો તથા વડીલો એ વાત વિષે વિચાર કરવાને એક્ત્ર થયા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 ત્યારે પ્રેરિતો તથા વડીલો એ વાત વિષે વિચાર કરવાને એકઠા થયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 પછી પ્રેરિતો અને વડીલો આ સમસ્યાનો અભ્યાસ કરવા ભેગ થયા.

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 15:6
12 Iomraidhean Croise  

સલાહ મેળવ્યા વિના યોજનાઓ નિષ્ફળ જાય છે, પણ જ્યાં ઘણા સલાહકારો હોય ત્યાં સફળતા સાંપડે છે.


કારણ, જ્યાં બે કે ત્રણ મારે નામે એકત્ર થાય છે ત્યાં હું તેમની વચમાં છું.


ત્યારે તેમણે તે પ્રમાણે કર્યું, અને બાર્નાબાસ તથા શાઉલની સાથે મંડળીના આગેવાનો પર રાહતફાળો મોકલી આપ્યો.


પાઉલ અને બાર્નાબાસને આ અંગે તેમની સાથે ઉગ્ર દલીલો સહિત વાદવિવાદ થયો; તેથી એવું નક્કી કર્યું કે પાઉલ અને બાર્નાબાસ અને અંત્યોખથી કેટલાક માણસો યરુશાલેમ જાય અને આ બાબત અંગે પ્રેષિતો અને આગેવાનોને મળે.


પછી પ્રેષિતો, આગેવાનો અને સમગ્ર મંડળીએ મળીને અમુક માણસો પસંદ કરીને તેમને પાઉલ તથા બાર્નાબાસ સાથે અંત્યોખ મોકલવા નિર્ણય કર્યો. તેમણે બાર્સાબાસ તરીકે ઓળખાતો યહૂદા અને સિલાસ એ બે જણને પસંદ કર્યા. તેઓ ભાઈઓમાં આગેવાન હતા.


તેથી અમે એકત્ર થઈને સર્વાનુમતે કેટલાક સંદેશકો પસંદ કરીને તમારી પાસે મોકલીએ છીએ.


તેઓ યરુશાલેમમાં આવ્યા એટલે મંડળીએ, પ્રેષિતોએ અને આગેવાનોએ તેમનો આદરસત્કાર કર્યો અને ઈશ્વરે તેમને માટે કરેલાં બધાં કાર્યો તેમણે તેમને જણાવ્યાં.


નગરેનગર જતાં જતાં તેઓ પ્રેષિતો અને યરુશાલેમના આગેવાનોએ ઠરાવેલા નિયમો વિશ્વાસીઓને જણાવતા ગયા, અને તેમને એ નિયમો પાળવાનું કહેતા ગયા.


બીજે દિવસે પાઉલ અમને લઈને યાકોબને મળવા ગયો; મંડળીના સર્વ આગેવાનો હાજર હતા.


તેથી બાર પ્રેષિતોએ સર્વ વિશ્વાસીઓને એકત્રિત કરીને કહ્યું, “ભોજન વ્યવસ્થા કરવા માટે અમે ઈશ્વરનાં વચનનો બોધ કરવા તરફ દુર્લક્ષ સેવીએ એ અમારે માટે યોગ્ય નથી.


તમારા આગેવાનોને આધીન થાઓ, તેમની આજ્ઞાઓનું પાલન કરો. આરામ લીધા વગર તેઓ તમારા આત્માઓની સંભાળ રાખે છે. કારણ, તેમણે પોતાની સેવાનો હિસાબ ઈશ્વરને આપવાનો છે. જો તમે તેમને આધીન રહો તો તેઓ પોતાનું કાર્ય આનંદથી કરશે; નહિ તો તેઓ ઉદાસીનતાથી કાર્ય કરશે અને તેથી તમને કંઈ લાભ થશે નહિ.


તમને ઈશ્વરનો સંદેશો પ્રગટ કરનાર તમારા અગાઉના આગેવાનોને યાદ રાખજો. તેઓ કેવી રીતે જીવ્યા અને મૃત્યુ પામ્યા તેનો વિચાર કરો અને તેમના વિશ્વાસને અનુસરવા પ્રયત્ન કરો.


Lean sinn:

Sanasan


Sanasan