Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 15:5 - પવિત્ર બાઇબલ C.L.

5 પણ ફરોશી પક્ષના કેટલાક વિશ્વાસીઓએ ઊભા થઈને કહ્યું, “તેમની સુન્‍નત તો થવી જ જોઈએ અને મોશેનું નિયમશાસ્ત્ર પાળવાનું તેમને ફરમાવવું જોઈએ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 પણ ફરોશીપંથના કેટલાક વિશ્વાસીઓએ ઊઠીને કહ્યું, “તેઓની સુન્‍નત કરાવવી જોઈએ, તથા મૂસાનું નિયમશાસ્‍ત્ર પાળવાનું તેઓને ફરમાવવું જોઈએ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 પણ ફરોશીપંથના કેટલાક વિશ્વાસીઓએ ઊઠીને કહ્યું કે, ‘તેઓની સુન્નત કરાવવી, તથા મૂસાનું નિયમશાસ્ત્ર પાળવાનું તેઓને ફરમાવવું જોઈએ.’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 યરૂશાલેમના કેટલાક વિશ્વાસીઓ ફરોશીપંથના હતા. તેઓ ઊભા થયા અને કહ્યું, “બિનયહૂદિ વિશ્વાસીઓની સુન્નત કરાવવી જોઈએ. આપણે તેઓને મૂસાના નિયમશાસ્ત્રનું પાલન કરવા કહેવું જોઈએ!”

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 15:5
14 Iomraidhean Croise  

ફરોશીપંથના અને સાદૂકીપંથના ઘણા માણસો પણ યોહાનની પાસે બાપ્તિસ્મા લેવા માટે આવ્યા, ત્યારે તેણે તેમને કહ્યું; ઓ સર્પોના વંશ! ઈશ્વરના આવી રહેલા કોપથી નાસી છુટાશે એવી ચેતવણી તમને કોણે આપી?


યહૂદિયાથી કેટલાક માણસો અંત્યોખ આવ્યા અને ભાઈઓને શીખવવા લાગ્યા, “મોશેના નિયમશાસ્ત્રની માગણી પ્રમાણે તમે સુન્‍નત ન કરાવો ત્યાં સુધી તમે ઉદ્ધાર પામી શકો નહિ.”


અમારા સાંભળવામાં આવ્યું છે કે અમારી સંગતમાંના કેટલાક માણસો નીકળી પડયા છે અને તેમના શિક્ષણથી તમારામાં મુશ્કેલી અને મૂંઝવણ પેદા થઈ છે; પણ આ અંગે કોઈ સૂચનાઓ અમારા તરફથી આપવામાં આવી નથી.


તેનું સાંભળી રહ્યા પછી તેઓ બધાએ ઈશ્વરની સ્તુતિ કરી. પછી તેમણે પાઉલને કહ્યું, “ભાઈ, વાત આમ છે. હજારો યહૂદીઓ વિશ્વાસી બન્યા છે અને તેઓ બધા નિયમશાસ્ત્રમાં ખૂબ આસ્થા ધરાવે છે.


હું કબૂલ કરું છું કે તેઓ જેને દુર્મત કહે છે તેવા ઈસુપંથને અનુસરીને હું અમારા પૂર્વજોના ઈશ્વરની ભક્તિ કરું છું. છતાં મોશેના નિયમશાસ્ત્રમાં અને સંદેશવાહકોનાં પુસ્તકોમાં જે લખેલું છે તે બધું જ હું માનું છું.


આ માણસ અમને ભયાનક ક્રાંતિકારી માલૂમ પડયો છે; તે સમગ્ર દુનિયામાં યહૂદીઓ મયે હુલ્લડ ફેલાવે છે અને નાઝરેથી પંથનો આગેવાન છે.


પણ અમે તારી વિચારસરણી જાણવા માગીએ છીએ. કારણ, તું જે પંથનો છે તે પંથની વિરુદ્ધ લોકો બધી જગ્યાએ બોલે છે.”


પછી પ્રમુખ યજ્ઞકાર અને તેના સર્વ સાથીદારો એટલે કે, સાદૂકી પંથના સ્થાનિક મંડળના સભ્યોને પ્રેષિતોની બહુ ઈર્ષા આવી.


જો કોઈ સુન્‍નતીએ ઈશ્વરનું આમંત્રણ સ્વીકાર્યું હોય, તો પછી તેણે સુન્‍નતનાં ચિહ્ન દૂર કરવા માટે યત્ન કરવો જોઈએ નહિ. જો કોઈ સુન્‍નત વગરના માણસે ઈશ્વરનું આમંત્રણ સ્વીકાર્યું હોય, તો તેણે સુન્‍નત કરાવવા યત્ન કરવો નહિ.


જ્યારે પિતર અંત્યોખ આવ્યો ત્યારે તે દેખીતી રીતે જ ખોટો હતો. આથી મેં જાહેરમાં તેનો વિરોધ કર્યો.


જ્યારે મેં જોયું કે તેઓ શુભસંદેશના સત્ય પ્રમાણેના માર્ગે ચાલતા નથી, ત્યારે સૌના સાંભળતાં મેં પિતરને કહ્યું, “તું યહૂદી હોવા છતાં યહૂદીઓની જેમ નહિ, પણ બિનયહૂદીઓની માફક જીવે છે; તો પછી તું બિનયહૂદી ખ્રિસ્તીઓને યહૂદીઓની માફક જીવવાની ફરજ કેમ પાડે છે?”


Lean sinn:

Sanasan


Sanasan