Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 15:39 - પવિત્ર બાઇબલ C.L.

39 તે બે વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ, અને તેઓ બન્‍ને એકબીજાથી જુદા પડયા. યોહાન માર્કને લઈને બાર્નાબાસ જળમાર્ગે સાયપ્રસ ચાલ્યો ગયો;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

39 ત્યારે એવી તકરાર થઈ કે જેથી તેઓ એકબીજાથી વિખૂટા પડ્યા, અને બાર્નાબાસ માર્કને સાથે લઈને વહાણમાં બેસીને સાયપ્રસ ગયો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

39 ત્યારે એવો વાદવિવાદ થયો કે તેઓ એકબીજાથી અલગ થયા, બાર્નાબાસ માર્કને સાથે લઈને વહાણમાં બેસીને સાયપ્રસ ગયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

39 પાઉલ અને બાર્નાબાસને આ બાબતમાં તીવ્ર મતભેદ થયા. તેઓ જુદા પડ્યા અને જુદા જુદા રસ્તે ગયા. બાર્નાબાસે સૈપ્રત તરફ વહાણ હંકાર્યુ અને માર્કને તેની સાથે લીધો.

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 15:39
15 Iomraidhean Croise  

તેમણે મોશેના દયને એટલું કડવું બનાવ્યું કે તે પોતાના હોઠોથી અવિચારીપણે બોલી ઊઠયો.


મેં જોયું છે કે સર્વ બાબતોને સીમા હોય છે, પરંતુ તમારી આજ્ઞાઓ અસીમ છે.


જે સર્વદા સારું જ કરે છે અને કદી કશું પાપ કરતો જ નથી એવો માણસ પૃથ્વી પર છે જ નહિ.


પરંતુ સાયપ્રસ અને કુરેનીમાંથી કેટલાક વિશ્વાસીઓ અંત્યોખ ગયા. તેમણે બિનયહૂદીઓ સમક્ષ પણ આ સંદેશો જાહેર કર્યો અને તેમને પ્રભુ ઈસુ વિષેનો શુભસંદેશ જણાવ્યો.


પોતાની પરિસ્થિતિનો ખ્યાલ કરીને તે યોહાન માર્કની માતા મિર્યામને ઘેર ગયો. ત્યાં ઘણા લોકો એકત્ર થઈ પ્રાર્થના કરતા હતા.


પાઉલ અને બાર્નાબાસને આ અંગે તેમની સાથે ઉગ્ર દલીલો સહિત વાદવિવાદ થયો; તેથી એવું નક્કી કર્યું કે પાઉલ અને બાર્નાબાસ અને અંત્યોખથી કેટલાક માણસો યરુશાલેમ જાય અને આ બાબત અંગે પ્રેષિતો અને આગેવાનોને મળે.


બાર્નાબાસ તેમની સાથે યોહાન માર્કને લેવા માગતો હતો;


ત્યાંથી અમે આગળ ચાલ્યા, અને પવન સામો હોવાથી અમે સાયપ્રસ ટાપુને કિનારે કિનારે વહાણ હંકાર્યું.


સાયપ્રસમાં જન્મેલો લેવી કુળનો યોસેફ, જેનું નામ પ્રેષિતોએ બાર્નાબાસ, અર્થાત્ પ્રોત્સાહનનો પુત્ર પાડયું હતું.


શિષ્યોની સંખ્યા વધતી જતી હતી. કેટલાક સમય પછી ગ્રીક યહૂદીઓએ હિબ્રૂ યહૂદીઓની વિરુદ્ધ બડબડાટ કર્યો. ગ્રીક યહૂદીઓએ કહ્યું કે રોજિંદી વહેંચણીમાં અમારી વિધવાઓ તરફ દુર્લક્ષ સેવવામાં આવે છે.


આરિસ્તાર્ખસ, જે મારી સાથે જેલમાં છે તે તમને શુભેચ્છા પાઠવે છે. તેવી જ રીતે બાર્નાબાસનો ભાઈ માર્ક. (જેના સંબંધી તમને સૂચના મળેલી છે તે જો તમારી મુલાકાત લે તો તેનો આવકાર કરજો).


આપણે બધા ઘણીવાર ભૂલો કરીએ છીએ. જે વ્યક્તિ બોલવામાં ભૂલ કરતી નથી તે સંપૂર્ણ છે અને તેના સંપૂર્ણ વ્યક્તિત્વને કાબૂમાં રાખવા શક્તિમાન છે.


બેબિલોનમાંની ઈશ્વરથી પસંદ કરાયેલી તમારી સાથી મંડળી, તમને શુભેચ્છા પાઠવે છે. મારો પુત્ર માર્ક પણ તમને શુભેચ્છા પાઠવે છે.


Lean sinn:

Sanasan


Sanasan