Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 15:3 - પવિત્ર બાઇબલ C.L.

3 મંડળીએ તેમને મોકલી આપ્યા, અને ફોનેસિયા તથા સમરૂનમાં થઈને જતાં જતાં બિનયહૂદીઓ કેવી રીતે ઈશ્વર તરફ ફર્યા હતા તેના સમાચાર આપતા ગયા; આ સમાચારથી સર્વ ભાઈઓને પુષ્કળ આનંદ થયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 એથી મંડળીએ તેઓને વળાવ્યા પછી તેઓએ ફિનીકિયા તથા સમરૂનમાં થઈને જતાં વિદેશીઓના [પ્રભુ તરફ] ફર્યાના સમાચાર કહ્યા. અને [તે સાંભળીને] બધા ભાઈઓને ઘણો આનંદ થયો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 એ માટે વિશ્વાસી સમુદાયે તેઓને વળાવ્યા પછી તેઓએ ફિનીકિયા તથા સમરુનમાં થઈને જતા વિદેશીઓના પ્રભુ તરફ ફર્યાના સમાચાર પ્રગટ કર્યા, અને સઘળાં ભાઈઓને ઘણો આનંદ થયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 તે મંડળીએ માણસોને વિદાય થવામાં મદદ કરી. આ માણસો ફિનીકિયા સમરૂનનાં દેશોમાં થઈને ગયા. આ બધાં શહેરોમાં તેઓએ બિનયહૂદિ લોકો સાચા દેવ તરફ કેવી રીતે વળ્યા તે સંબંધમાં કહ્યું, આથી બધા ભાઈઓ ઘણા આનંદિત થયા.

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 15:3
27 Iomraidhean Croise  

પણ આપણે આનંદોત્સવ કરવો જોઈએ. કારણ, આ તારો ભાઈ મરી ગયો હતો, પણ હવે તે જીવતો થયો છે; ખોવાઈ ગયો હતો, પણ હવે તે પાછો મળ્યો છે.”


થોડાક દિવસો પછી આશરે એક્સો વીસ વિશ્વાસીઓ એકત્ર થયા હતા. ત્યારે પિતરે ઊભા થઈને કહ્યું,


આ સાંભળીને બિનયહૂદીઓ ખુશ થઈ ગયા અને તેમણે પ્રભુના સંદેશ માટે સ્તુતિ કરી; અને જેઓ સાર્વકાલિક જીવન માટે પસંદ કરાયેલા હતા તેઓ વિશ્વાસી બન્યા.


પણ અંત્યોખના શિષ્યો તો આનંદથી અને પવિત્ર આત્માથી ભરપૂર હતા.


તેઓ અંત્યોખમાં આવ્યા એટલે તેમણે મંડળીના લોકોને એકત્રિત કર્યા અને ઈશ્વરે તેમને માટે કરેલાં કાર્યો અને બિનયહૂદીઓ વિશ્વાસ કરે તે માટે તેમણે કેવી રીતે માર્ગ ખોલ્યો તે બધું તેમને કહી સંભળાવ્યું.


યહૂદિયાથી કેટલાક માણસો અંત્યોખ આવ્યા અને ભાઈઓને શીખવવા લાગ્યા, “મોશેના નિયમશાસ્ત્રની માગણી પ્રમાણે તમે સુન્‍નત ન કરાવો ત્યાં સુધી તમે ઉદ્ધાર પામી શકો નહિ.”


બાર્નાબાસ અને પાઉલ ઈશ્વરે તેમના દ્વારા બિનયહૂદીઓ મયે કરેલાં અદ્‍ભુત કાર્યો અને ચમત્કારો અંગે હેવાલ આપતા હતા ત્યારે આખી સભા શાંત રહી.


પછી પ્રેષિતો, આગેવાનો અને સમગ્ર મંડળીએ મળીને અમુક માણસો પસંદ કરીને તેમને પાઉલ તથા બાર્નાબાસ સાથે અંત્યોખ મોકલવા નિર્ણય કર્યો. તેમણે બાર્સાબાસ તરીકે ઓળખાતો યહૂદા અને સિલાસ એ બે જણને પસંદ કર્યા. તેઓ ભાઈઓમાં આગેવાન હતા.


યહૂદા અને સિલાસ પણ ઈશ્વરના સંદેશવાહકો હતા. તેથી તેઓ ભાઈઓ સાથે રહ્યા અને તેમને ઉત્તેજન આપીને દઢ કર્યા.


તેઓ યરુશાલેમમાં આવ્યા એટલે મંડળીએ, પ્રેષિતોએ અને આગેવાનોએ તેમનો આદરસત્કાર કર્યો અને ઈશ્વરે તેમને માટે કરેલાં બધાં કાર્યો તેમણે તેમને જણાવ્યાં.


પાઉલની સાથે ગયેલા માણસો એથેન્સ સુધી તેની સાથે ગયા. પછી સિલાસ અને તિમોથી જલદીથી પાઉલની સાથે થઈ જાય એવી તેની સૂચનાઓ મેળવીને પાછા બેરિયા આવ્યા.


ખાસ કરીને, તેઓ તેને ફરી કદી નહિ જુએ એવા એના શબ્દોને કારણે તેઓ દુ:ખી થયા. અને એમ તેઓ તેને વળાવવા વહાણ સુધી ગયા.


પણ તેમની સાથેનો અમારો સમય પૂરો થતાં, અમે તેમની પાસેથી અમારે રસ્તે પડયા. તેઓ બધા તેમની સ્ત્રીઓ તેમ જ બાળકો સહિત અમારી સાથે શહેર બહાર આવ્યા. અમે બધાએ સમુદ્રકિનારે ધૂંટણે પડીને પ્રાર્થના કરી.


વિશ્વાસી ભાઈઓએ અમારે વિષે સાંભળ્યું એટલે છેક ‘આપ્પિયસનું બજાર’ તેમ જ ‘ત્રણ ધર્મશાળા’ નામનાં સ્થળો સુધી અમને સામા મળવા આવ્યા. પાઉલે તેમને જોયા ત્યારે તેણે ઈશ્વરનો આભાર માન્યો અને તેનામાં હિંમત આવી.


સમરૂનના લોકોએ ઈશ્વરનો સંદેશ સ્વીકાર્યો છે એ વિષે યરુશાલેમમાં પ્રેષિતોએ સાંભળ્યું; તેથી તેમણે તેમની પાસે પિતર અને યોહાનને મોકલ્યા.


ઘણા વર્ષોથી હું તમારી મુલાકાત લેવાની ઇચ્છા રાખી રહ્યો છું. સ્પેન જતી વખતે હું તમને મળવાની આશા રાખું છું. તમારી મુલાકાતથી મળતો આનંદ તથા તમારી મદદ મેળવીને હું સ્પેન જવા વિદાય થઈશ.


કોઈ તેને તુચ્છકારે નહિ, પણ મારી પાસે પાછા આવતાં તેની મુસાફરી સગવડભરી નીવડે તે માટે તેને મદદ કરજો. કારણ, તે પણ ભાઈઓની સાથે પાછો આવે એવી આશા હું રાખું છે.


બનતાં સુધી હું તમારી સાથે થોડો સમય, કદાચ આખો શિયાળો ગાળીશ. પછી આગળની મુસાફરી ચાલુ રાખવામાં તમે મારી સહાય કરજો.


કારણ, મકદોનિયા જતી વખતે અને ત્યાંથી પાછા વળતી વખતે પણ તમારી મુલાકાત લેવી એવું મેં વિચાર્યું હતું કે જેથી યહૂદિયા તરફની મારી મુસાફરી માટે મને સહાય મળી રહે.


ઝેનાસ વકીલ અને આપોલસને તેમની મુસાફરી શરૂ કરવા માટે મદદ કરજે અને તેમને જરૂરી વસ્તુઓ મળી છે કે નહિ તેનું ધ્યાન રાખજે.


Lean sinn:

Sanasan


Sanasan