Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 15:28 - પવિત્ર બાઇબલ C.L.

28 પવિત્ર આત્મા અને અમે સંમત થયા છીએ કે આ જરૂરી નિયમો સિવાય બીજો વિશેષ બોજ તમારા પર લાદવો નહિ:

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

28 કેમ કે પવિત્ર આત્માને તથા અમને એ સારું લાગ્યું કે આ અગત્યની વાતો કરતાં ભારે બોજો તમારા પર મૂકવો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

28 કેમ કે પવિત્ર આત્માને તથા અમને એ સારુ લાગ્યું કે આ અગત્યની વાતો કરતાં ભારે બોજો તમારા પર મૂકવો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

28 પવિત્ર આત્માને તથા અમને પણ તે સારું લાગ્યું છે કે જરુંરિયાત કરતાં ભારે બોજો તમારા પર મૂકવો નહિ. તમારે આ બાબતો કરવાની જરુંર છે:

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 15:28
14 Iomraidhean Croise  

મારી ઝૂંસરી ઊંચકવામાં સહેલી છે, અને મારો બોજ હળવો છે.


તેઓ માણસોની પીઠ પર ભારે બોજ લાદે છે, પણ લોકોને તે બોજ ઊંચકાવવામાં આંગળી સરખીયે અડકાડતા નથી.


પરંતુ સત્યનો આત્મા આવશે; ત્યારે તે તમને સર્વ સત્યમાં દોરી જશે; કારણ, તે પોતા તરફથી બોલશે નહિ, પણ જે તે સાંભળે છે તે જ તે બોલશે અને થનાર બાબતો વિષે તમને કહેશે.


યાકોબે બોલવાનું ચાલુ રાખ્યું, “મારા અભિપ્રાય પ્રમાણે ઈશ્વર તરફ ફરતા બિનયહૂદીઓનો બોજ આપણે વધારવો જોઈએ નહિ. એને બદલે, આપણે તેમના પર પત્ર લખીએ કે,


તેથી અમે એકત્ર થઈને સર્વાનુમતે કેટલાક સંદેશકો પસંદ કરીને તમારી પાસે મોકલીએ છીએ.


માણસોનાં અંત:કરણ પારખનાર ઈશ્વરે આપણા સંબંધમાં કર્યું તેમ બિનયહૂદીઓને પણ પવિત્ર આત્મા આપીને તેમના સંબંધમાં પોતાની અનુમતિ દર્શાવી.


નગરેનગર જતાં જતાં તેઓ પ્રેષિતો અને યરુશાલેમના આગેવાનોએ ઠરાવેલા નિયમો વિશ્વાસીઓને જણાવતા ગયા, અને તેમને એ નિયમો પાળવાનું કહેતા ગયા.


ઈશ્વરને આધીન થનારાઓને મળતી ઈશ્વરની ભેટ એટલે પવિત્ર આત્મા તેમ જ અમે આ વાતોના સાક્ષી છીએ.”


જો કોઈ ધારે કે પોતે ઈશ્વરનો સંદેશવાહક છે અથવા તેની પાસે આત્મિક બક્ષિસ છે તો તેણે જાણવું જોઈએ કે હું જે લખું છું તે પ્રભુની આજ્ઞા છે.


હવે હું કુંવારાં વિષે જણાવું છું: મને પ્રભુ તરફથી કોઈ આજ્ઞા મળી નથી, પણ પ્રભુની દયાથી વિશ્વાસપાત્ર વ્યક્તિ તરીકે હું મારો મત જણાવું છું.


છતાં તે વિધવાવસ્થામાં જ રહે તો તે વધુ સુખી થશે. આ મારુ મંતવ્ય છે અને હું માનું છું કે ઈશ્વરનો પવિત્ર આત્મા મને એ વાત જણાવે છે.


તેથી જે કોઈ આ શિક્ષણનો અનાદર કરે છે તે માણસનો નહિ, પણ તમને પોતાનો પવિત્ર આત્મા આપનાર ઈશ્વરનો અનાદર કરે છે.


આ સંદેશવાહકો એ બાબતો વિષે બોલ્યા ત્યારે તેમનું એ કાર્ય તેમના પોતાના નહિ, પણ તમારા લાભ માટે હતું એવું ઈશ્વરે તેમને જણાવ્યું હતું. આકાશમાંથી મોકલાયેલા પવિત્ર આત્માના સામર્થ્ય દ્વારા શુભસંદેશના સંદેશકો પાસેથી તમે હાલ એ જ બાબતો વિષે સાંભળ્યું છે. દૂતો પણ એ બાબતો સમજવાની ઝંખના રાખે છે.


પરંતુ થુઆતૈરામાં બાકીના જેઓ આ ભૂંડા શિક્ષણને અનુસર્યા નથી, અને લોકો જેને શેતાનનું ગૂઢ રહસ્ય કહે છે તે શીખ્યા નથી, તેમને હું આટલું કહેવા માગું છું: તારા પર હું વધારે બોજ લાદીશ નહિ.


Lean sinn:

Sanasan


Sanasan