Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 15:23 - પવિત્ર બાઇબલ C.L.

23 તેમની મારફતે તેમણે આવો પત્ર પાઠવ્યો: “અંત્યોખ, સિરિયા અને કિલીકિયામાં વસતા બધા બિનયહૂદી ભાઈઓને અમારી એટલે, પ્રેષિતો, આગેવાનો તથા તમારા ભાઈઓની શુભેચ્છા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 તેઓની મારફતે તેઓએ લખી મોકલ્યું, “અંત્યોખમાં, સિરિયામાં તથા કિલીકિયામાં, વિદેશીઓમાંના જે ભાઈઓ છે, તેઓને પ્રેરિતોની તથા વડીલ ભાઈઓની કુશળતા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 તેઓની મારફતે તેઓને લખી મોકલ્યું કે, અંત્યોખમાં, સિરિયામાં, કિલીકિયામાં તથા વિદેશીઓમાંના જે ભાઈઓ છે, તેઓને પ્રેરિતો, વડીલો તથા ભાઈઓની કુશળતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

23 તે સમૂહે આ માણસો સાથે પત્ર મોકલ્યો. પત્રમાં કહ્યું છે: યરૂશાલેમમાં વસતા પ્રેરિતો, વડીલો અને તમારા ભાઈઓ તરફથી અંત્યોખ, સિરિયા અને કિલીકિયાની મંડળીના બિનયહૂદિઓમાંથી ખ્રિસ્તના શિષ્યો થયેલા ભાઈઓને કુશળતા: વહાલા ભાઈઓ,

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 15:23
21 Iomraidhean Croise  

તેમની કીર્તિ સમગ્ર સિરિયા દેશમાં ફેલાઈ ગઈ. તેથી લોકો જાતજાતના રોગથી પીડાતા અને બધા પ્રકારના પીડિતોને, એટલે દુષ્ટાત્મા વળગેલાઓ, વાઈના દર્દીઓ અને લકવાવાળાઓને ઈસુની પાસે લાવ્યા. ઈસુએ એ બધાને સાજા કર્યા.


એ સાંભળીને તેઓ ટીકા કરતા બંધ થઈ ગયા અને ઈશ્વરની સ્તુતિ કરતાં કહેવા લાગ્યા, “તો તો ઈશ્વરે બિનયહૂદીઓને પણ પોતાનાં પાપથી પાછા ફરીને નવું જીવન પામવાની તક આપી છે.”


પરંતુ સાયપ્રસ અને કુરેનીમાંથી કેટલાક વિશ્વાસીઓ અંત્યોખ ગયા. તેમણે બિનયહૂદીઓ સમક્ષ પણ આ સંદેશો જાહેર કર્યો અને તેમને પ્રભુ ઈસુ વિષેનો શુભસંદેશ જણાવ્યો.


તેઓ અંત્યોખમાં આવ્યા એટલે તેમણે મંડળીના લોકોને એકત્રિત કર્યા અને ઈશ્વરે તેમને માટે કરેલાં કાર્યો અને બિનયહૂદીઓ વિશ્વાસ કરે તે માટે તેમણે કેવી રીતે માર્ગ ખોલ્યો તે બધું તેમને કહી સંભળાવ્યું.


યહૂદિયાથી કેટલાક માણસો અંત્યોખ આવ્યા અને ભાઈઓને શીખવવા લાગ્યા, “મોશેના નિયમશાસ્ત્રની માગણી પ્રમાણે તમે સુન્‍નત ન કરાવો ત્યાં સુધી તમે ઉદ્ધાર પામી શકો નહિ.”


પાઉલ અને બાર્નાબાસને આ અંગે તેમની સાથે ઉગ્ર દલીલો સહિત વાદવિવાદ થયો; તેથી એવું નક્કી કર્યું કે પાઉલ અને બાર્નાબાસ અને અંત્યોખથી કેટલાક માણસો યરુશાલેમ જાય અને આ બાબત અંગે પ્રેષિતો અને આગેવાનોને મળે.


પછી પ્રેષિતો, આગેવાનો અને સમગ્ર મંડળીએ મળીને અમુક માણસો પસંદ કરીને તેમને પાઉલ તથા બાર્નાબાસ સાથે અંત્યોખ મોકલવા નિર્ણય કર્યો. તેમણે બાર્સાબાસ તરીકે ઓળખાતો યહૂદા અને સિલાસ એ બે જણને પસંદ કર્યા. તેઓ ભાઈઓમાં આગેવાન હતા.


તેઓ યરુશાલેમમાં આવ્યા એટલે મંડળીએ, પ્રેષિતોએ અને આગેવાનોએ તેમનો આદરસત્કાર કર્યો અને ઈશ્વરે તેમને માટે કરેલાં બધાં કાર્યો તેમણે તેમને જણાવ્યાં.


તે મંડળીઓને વિશ્વાસમાં સુદઢ કરતો કરતો સિરિયા અને કિલીકિયામાં થઈને પસાર થયો.


પાઉલ ભાઈઓ સાથે કોરીંથમાં ઘણા દિવસ રહ્યો અને પછી પ્રિસ્કીલા તથા આકુલાને લઈને ત્યાંથી જળમાર્ગે સિરિયા જવા ઊપડયો. વહાણમાં ઊપડતાં પહેલાં તેણે માનતા લીધી હોવાથી કેંખ્રિયામાં પોતાના માથાના વાળ ઉતરાવ્યા.


છતાં બિનયહૂદીઓમાંથી વિશ્વાસી બનેલાઓને તો તેમણે મૂર્તિઓને અર્પેલો કંઈ ખોરાક ખાવો નહિ, રક્તપાન કરવું નહિ, ગૂંગળાવીને મારી નાખેલું પ્રાણી ખાવું નહિ અને પોતાને વ્યભિચારથી દૂર રાખવા એવો નિર્ણય અમે કરેલો છે, અને તેવો પત્ર અમે પાઠવ્યો છે.”


સાયપ્રસ દેખાયું એટલે તેની દક્ષિણ તરફ સિરિયા બાજુ વહાણ હંકાર્યું. અમે તૂરના સમુદ્રકિનારે પહોંચ્યા. ત્યાં વહાણમાંથી સામાન ઉતારવાનો હતો.


“કલોડિયસ લુસિયસ તરફથી માનવંત રાજ્યપાલ ફેલીક્ષને સાદર પ્રણામ.


પણ તેમાં “મુક્તજનોના ભજનસ્થાન” તરીકે ઓળખાતા ભજનસ્થાનના સભ્યો હતા; જેમાં કુરેની, એલેકઝાન્ડ્રિયા તેમજ કીલિકીયા અને આસિયામાંથી આવેલા યહૂદીઓ હતા. તેમણે સ્તેફન સાથે વાદવિવાદ કર્યો.


ત્યાર પછી હું સિરિયા અને કિલીકિયાના પ્રદેશોમાં ગયો હતો.


ઈશ્વરના અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના સેવક તરફથી વિવિધ સ્થળે દુનિયામાં વિખેરાઈ ગયેલાં બારે કુળને શુભેચ્છા.


તેથી જો કોઈ તમારી પાસે આ શિક્ષણ લઈને ન આવે તો તમે તેને તમારા ઘરમાં સત્કાર કરશો નહિ, અને તેને શુભેચ્છા પણ પાઠવશો નહિ.


ઈશ્વરે પસંદ કરેલી તારી બહેનનાં બાળકો તને શુભેચ્છા પાઠવે છે.


ઈશ્વરપિતા અને તેમના પુત્ર ઈસુ ખ્રિસ્ત આપણને કૃપા, દયા અને શાંતિ બક્ષો અને સત્ય તથા પ્રેમમાં તે આપણા બની રહો.


હું જલદી તારી મુલાકાત લેવાની ઇચ્છા રાખું છું અને તે વખતે આપણે રૂબરૂમાં નિરાંતે વાત કરીશું.


Lean sinn:

Sanasan


Sanasan