Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 15:2 - પવિત્ર બાઇબલ C.L.

2 પાઉલ અને બાર્નાબાસને આ અંગે તેમની સાથે ઉગ્ર દલીલો સહિત વાદવિવાદ થયો; તેથી એવું નક્કી કર્યું કે પાઉલ અને બાર્નાબાસ અને અંત્યોખથી કેટલાક માણસો યરુશાલેમ જાય અને આ બાબત અંગે પ્રેષિતો અને આગેવાનોને મળે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 પાઉલ તથા બાર્નાબાસને તેઓની સાથે બહુ તકરાર અને વાદવિવાદ થયો. ત્યાર પછી [ભાઈઓએ] ઠરાવ કર્યો કે પાઉલ તથા બાર્નાબાસ, અને પોતાનામાંનાં બીજા કેટલાક એ વિવાદ સબંધી યરુશાલેમમાંના પ્રેરિતો તથા વડીલો પાસે જાય.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 અને પાઉલ તથા બાર્નાબાસને તેઓની સાથે બહુ તકરાર ને વાદવિવાદ થયા પછી ભાઈઓએ ઠરાવ્યું કે પાઉલ તથા બાર્નાબાસ અને તેમના બીજા કેટલાક આ વિવાદ સંબંધી સલાહ માટે યરુશાલેમના પ્રેરિતો તથા વડીલો પાસે જાય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 પાઉલ અને બાર્નાબાસ આ બોધની વિરૂદ્ધમાં હતા. તેઓએ આ માણસો સાથે દલીલો કરી. તેથી તે સમૂહે પાઉલ અને બાર્નાબાસને, અને બીજા કેટલાક માણસોને યરૂશાલેમ મોકલવાનું નક્કી કર્યુ. આ માણસો પ્રેરિતો અને વડીલોની સાથે આ વિષયમાં વધારે વાતો કરવા ત્યાં જતા હતા.

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 15:2
20 Iomraidhean Croise  

જો તું ઈશ્વરની આજ્ઞા પાળી એ પ્રમાણે કરીશ તો તું નભી શકીશ અને લોકો પણ પોતાના મનમાં સંતોષ પામીને પોતપોતાને ઘેર જશે.”


પિતરે એ માણસોને ઘરમાં બોલાવ્યા, અને ત્યાં તેમને રાતવાસો રાખ્યા. બીજે દિવસે તે તૈયાર થઈને તેમની સાથે ગયો; અને જોપ્પાના કેટલાક ભાઈઓ પણ તેની સાથે ગયા.


પવિત્ર આત્માએ મને તેમની સાથે કંઈપણ આનાકાની કર્યા વગર જવા કહ્યું. આ છ ભાઈઓ પણ મારી સાથે જોપ્પાથી કાઈસારિયા આવ્યા હતા. અમે બધા કર્નેલ્યસના ઘરમાં ગયા.


ત્યારે તેમણે તે પ્રમાણે કર્યું, અને બાર્નાબાસ તથા શાઉલની સાથે મંડળીના આગેવાનો પર રાહતફાળો મોકલી આપ્યો.


તેથી અમે એકત્ર થઈને સર્વાનુમતે કેટલાક સંદેશકો પસંદ કરીને તમારી પાસે મોકલીએ છીએ.


આમ અમે તમારી પાસે યહૂદા અને સિલાસને મોકલીએ છીએ. અમે જે લખીએ છીએ તે તેઓ તમને રૂબરૂમાં કહેશે.


તેઓ યરુશાલેમમાં આવ્યા એટલે મંડળીએ, પ્રેષિતોએ અને આગેવાનોએ તેમનો આદરસત્કાર કર્યો અને ઈશ્વરે તેમને માટે કરેલાં બધાં કાર્યો તેમણે તેમને જણાવ્યાં.


નગરેનગર જતાં જતાં તેઓ પ્રેષિતો અને યરુશાલેમના આગેવાનોએ ઠરાવેલા નિયમો વિશ્વાસીઓને જણાવતા ગયા, અને તેમને એ નિયમો પાળવાનું કહેતા ગયા.


બીજે દિવસે પાઉલ અમને લઈને યાકોબને મળવા ગયો; મંડળીના સર્વ આગેવાનો હાજર હતા.


ઈશ્વરની ઇચ્છાથી ખ્રિસ્ત ઈસુનો પ્રેષિત થવાને આમંત્રણ પામેલો હું પાઉલ તથા આપણા ભાઈ સોસ્થેનસ તરફથી કોરીંથમાંની ઈશ્વરની મંડળીને શુભેચ્છા.


તમારા ખાસ ‘કહેવાતા પ્રેષિતો’ કરતાં હું પોતાને જરાપણ ઊતરતી કક્ષાનો માનતો નથી.


પણ તમારે માટે શુભસંદેશનું સત્ય જળવાઈ રહે તે માટે, અમે તેમની વાત સાથે જરાપણ સંમત થયા નહિ.


પ્રિયજનો, જે ઉદ્ધારના આપણે સહભાગી છીએ તે અંગે તમને લખવા હું ઘણો આતુર હતો; ઈશ્વરે પોતાના લોકોને કાયમને માટે એકીવારે આપેલા વિશ્વાસને માટે ઝઝૂમવા તમને પ્રોત્સાહન મળે તે માટે તમને લખવાની મને જરૂર જણાઈ છે.


પ્રભુએ કહ્યું, “લોકો તને જે કહે તે પર ધ્યાન આપ. તેમણે તારો નકાર કર્યો નથી, પણ હું તેમનો રાજા ન રહું તે માટે તેમણે મારો નકાર કર્યો છે.


Lean sinn:

Sanasan


Sanasan