Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 14:3 - પવિત્ર બાઇબલ C.L.

3 પ્રેષિતો ત્યાં લાંબો સમય રહ્યા. તેઓ પ્રભુ વિષે હિંમતપૂર્વક બોલ્યા. પ્રભુએ તેમને ચમત્કારો અને અદ્‍ભુત કાર્યો કરવાનું સામર્થ્ય આપીને પોતાની કૃપા વિષેનો તેમનો સંદેશ સાચો છે તે સાબિત કરી આપ્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 તેથી તેઓ લાંબી મુદત સુધી ત્યાં રહીને પ્રભુના આશ્રયથી હિંમત રાખીને બોલતા રહ્યા, અને પ્રભુએ તેઓની હસ્તક ચમત્કારો તથા અદભુત કૃત્યો કરાવીને પોતાની કૃપાના વચનના ટેકામાં સાક્ષી આપી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 તેથી તેઓ લાંબા સમય સુધી ત્યાં રહીને પ્રભુની સહાયથી હિંમતથી બોલતા રહ્યા અને પ્રભુએ તેઓની મધ્યે ચમત્કારિક ચિહ્નો તથા આશ્ચર્યકર્મો થવા દઈને પોતાની કૃપાના વચનના સમર્થનમાં સાક્ષી આપી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 તેથી પાઉલ અને બાર્નાબાસ લાંબા સમય સુધી ઇકોનિયામાં રહ્યા અને તેઓ પ્રભુ વિષે આશ્ચર્યથી હિંમત રાખીને બોલ્યા. પાઉલ અને બાર્નાબાસ દેવની કૃપા વિષે બોધ આપતા હતા. પ્રભુએ પૂરવાર કર્યુ, કે તેઓ જે કહેતા હતા તે સાચું હતું. પ્રેરિતોને (પાઉલ તથા બાર્નાબાસ) ચમત્કારો તથા અદભૂત કૃત્યો કરવામાં તે મદદ કરતા.

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 14:3
17 Iomraidhean Croise  

શિષ્યોએ બધી જગ્યાએ જઈને ઉપદેશ કર્યો. પ્રભુ તેમની સાથે હતા અને ચમત્કારો મારફતે શુભસંદેશની સત્યતા પુરવાર કરતા હતા.


ઈસુએ તેને કહ્યું, “અદ્‍ભુત કાર્યો અને ચમત્કારો જોયા સિવાય તમે વિશ્વાસ કરવાના નથી.”


પણ પાઉલ અને બાર્નાબાસ વિશેષ હિંમતથી બોલ્યા, “ઈશ્વરનો સંદેશ પ્રથમ તમને જણાવવામાં આવે એ જરૂરી હતું. પણ તમે તેનો નકાર કરો છો અને પોતાને સાર્વકાલિક જીવન માટે અપાત્ર ઠરાવતા હોવાથી અમે તમને તજીને બિનયહૂદીઓ પાસે જઈએ છીએ.


“ઓ ઇઝરાયલના લોકો, સાંભળો: ઈશ્વરે નાઝારેથના ઈસુ દ્વારા તમારી મયે કરેલા ચમત્કારો, અદ્‍ભુત કાર્યો અને ચિહ્નો દ્વારા તમને સ્પષ્ટપણે દર્શાવ્યું છે કે તેમણે ઈસુને જ પસંદ કર્યા છે અને તમે પોતે એ જાણો છો.


“હું મારું સેવાકાર્ય સંપૂર્ણ કરું અને પ્રભુ ઈસુએ મને સોંપેલું કાર્ય પૂરું કરું તે માટે હું મારા જીવને પણ વહાલો ગણતો નથી. એ કાર્ય તો ઈશ્વરની કૃપાનો શુભસંદેશ જાહેર કરવાનું છે.


“અને હવે હું તમને ઈશ્વરને તેમ જ તેમની કૃપાના સંદેશને સોંપું છું. તે તમારું ઘડતર કરવાને અને તેના અલગ કરાયેલા સર્વ લોકો માટે રાખી મૂકેલી આશિષો આપવાને સમર્થ છે.


તેઓ પ્રાર્થના કરી રહ્યા ત્યારે તેઓ મળ્યા હતા તે ઘર હાલી ઊઠયું. તેઓ પવિત્ર આત્માથી ભરપૂર થયા અને ઈશ્વરનો સંદેશ હિંમતથી બોલવા લાગ્યા.


ઈશ્વરને આધીન થનારાઓને મળતી ઈશ્વરની ભેટ એટલે પવિત્ર આત્મા તેમ જ અમે આ વાતોના સાક્ષી છીએ.”


શુભસંદેશ વિષે હું શરમાતો નથી. કારણ, એ તો દરેક વિશ્વાસ કરનારને બચાવનારું ઈશ્વરનું સામર્થ્ય છે - પ્રથમ યહૂદીને અને પછી ગ્રીકને.


થેસ્સાલોનિકા આવ્યા પહેલાં અમારે ફિલિપીમાં જે દુ:ખો અને અપમાનો સહન કરવાં પડયાં તે વિષે તમે જાણો છો. જો કે ઘણો વિરોધ હતો છતાં ઈશ્વરે તેમનો શુભસંદેશ તમને જણાવવાને અમને હિંમત આપી હતી.


તે જ સમયે ઈશ્વરે શક્તિશાળી ચિહ્નો, આશ્ર્વર્યકારક કૃત્યો અને ભિન્‍ન ભિન્‍ન પ્રકારના ચમત્કારો દ્વારા તેનું સમર્થન પણ કર્યું. વળી, પોતાની ઇચ્છા પ્રમાણે તેમણે પવિત્ર આત્માની બક્ષિસો પણ આપી.


Lean sinn:

Sanasan


Sanasan