Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 14:20 - પવિત્ર બાઇબલ C.L.

20 પણ વિશ્વાસીઓ તેની આસપાસ એકઠા થયા ત્યારે તે ઊભો થઈને નગરમાં પાછો ફર્યો. બીજે દિવસે તે અને બાર્નાબાસ દેર્બે ગયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 પણ તેની આસપાસ શિષ્યો ઊભા હતા તેવામાં તે ઊઠીને શહેરમાં આવ્યો; અને બીજે દિવસે બાર્નાબાસ સાથે દેર્બે ગયો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 પણ તેની આસપાસ શિષ્યો ઊભા હતા એવામાં તે ઊઠીને શહેરમાં આવ્યો; અને બીજે દિવસે બાર્નાબાસ સાથે દેર્બે ગયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

20 ઈસુના શિષ્યો પાઉલની આજુબાજુ ભેગા થયા અને તે ઊભો થયો અને શહેરમાં પાછો ગયો. બીજે દિવસે, તે અને બાર્નાબાસ આ શહેર છોડીને દર્બેના શહેરમાં ગયા.

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 14:20
13 Iomraidhean Croise  

તે તેને મળ્યો, અને તેને અંત્યોખ લઈ આવ્યો. એક આખા વર્ષ સુધી તેઓ બન્‍ને મંડળીના લોકોને મળતા રહ્યા અને મોટા જનસમુદાયને શિક્ષણ આપ્યું. શિષ્યો સૌ પ્રથમ અંત્યોખમાં ખ્રિસ્તી કહેવાયા.


શિષ્યોએ નિર્ણય કર્યો કે તેમનામાંના દરેકે શકાય તેટલી મદદ યહૂદિયામાં રહેતા ભાઈઓને મોકલવી.


તેણે પોતાના હાથથી ઈશારો કરી તેમને શાંત રહેવા જણાવ્યું, અને પ્રભુ તેને કેવી રીતે જેલમાંથી બહાર કાઢી લાવ્યા તે કહી સંભળાવ્યું. “યાકોબ અને બાકીના સૌ ભાઈઓને આ વાત કહેજો,” એમ કહીને તે ત્યાંથી બીજે ક્યાંક જતો રહ્યો.


તેમણે શિષ્યોને દઢ કર્યા અને તેમને વિશ્વાસમાં મક્કમ રહેવાનો અનુરોધ કર્યો. તેમણે શીખવ્યું, “ઈશ્વરના રાજમાં પ્રવેશવા માટે આપણે ઘણાં સંકટોમાં થઈને પસાર થવાની જરૂર છે.”


ત્યાં તેઓ વિશ્વાસીઓ સાથે લાંબો સમય રહ્યા.


એની ખબર પડી જતાં પ્રેષિતો લુકાનિયાનાં લુસ્ત્રા અને દેર્બે શહેરોમાં અને આસપાસના પ્રદેશમાં નાસી ગયા.


ત્યાર પછી પાઉલ દેર્બે અને લુસ્ત્રા ગયો. ત્યાં તિમોથી નામે એક વિશ્વાસી રહેતો હતો. તેની મા વિશ્વાસી હતી; તે યહૂદી હતી. તેનો પિતા ગ્રીક હતો.


પાઉલ અને સિલાસ જેલમાંથી લુદિયાને ઘેર ગયા. ત્યાં ભાઈઓને મળ્યા અને તેમને ઉત્તેજન આપીને ત્યાંથી વિદાય થયા.


હુલ્લડ શમી ગયા પછી પાઉલે વિશ્વાસીઓને એકત્રિત કર્યા, અને તેમને ઉત્તેજનદાયક વચનો કહીને તેમની વિદાય લીધી. પછી તે ત્યાંથી નીકળીને મકદોનિયા ગયો.


અજાણ્યા જેવા છતાં અમને બધા ઓળખે છે; મરી રહ્યા હોવા છતાં અમે જીવીએ છીએ; સજા પામ્યા છતાં અમને મારી નાખવામાં આવ્યા નથી;


Lean sinn:

Sanasan


Sanasan