Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 13:46 - પવિત્ર બાઇબલ C.L.

46 પણ પાઉલ અને બાર્નાબાસ વિશેષ હિંમતથી બોલ્યા, “ઈશ્વરનો સંદેશ પ્રથમ તમને જણાવવામાં આવે એ જરૂરી હતું. પણ તમે તેનો નકાર કરો છો અને પોતાને સાર્વકાલિક જીવન માટે અપાત્ર ઠરાવતા હોવાથી અમે તમને તજીને બિનયહૂદીઓ પાસે જઈએ છીએ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

46 ત્યારે પાઉલે તથા બાર્નાબાસે હિંમતથી કહ્યું, “ઈશ્વરનું વચન પ્રથમ તમને કહેવાની જરૂર હતી. પણ તમે તેનો નકાર કરો છો, અને અનંતજીવન પામવાને તમે પોતાને અયોગ્ય ઠરાવો છો, માટે જુઓ, અમે વિદેશીઓ તરફ ફરીએ છીએ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

46 ત્યારે પાઉલે તથા બાર્નાબાસે હિંમતથી કહ્યું કે, ‘ઈશ્વરનું વચન પ્રથમ તમને કહેવાની જરૂર હતી. પણ તમે તેનો નકાર કરો છો અને અનંતજીવન પામવાને પોતાને અયોગ્ય ઠરાવો છો, માટે, જુઓ, અમે બિનયહૂદીઓ તરફ ફરીએ છીએ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

46 પણ પાઉલ તથા બાર્નાબાસે ઘણી હિંમત રાખીને કહ્યું, તેઓએ કહ્યું, “અમારે પ્રથમ તમને યહૂદિઓને દેવના વચનો કહેવા જોઈએ. પણ તમે ધ્યાનથી સાંભળવાની ના પાડી. તમે તમારી જાતે ખોવાઇ જાઓ છો, અનંતજીવન પામવાને તમે પોતાને અયોગ્ય ઠરાવો છો! તેથી અમે હવે બીજા રાષ્ટ્રોના લોકો પાસે જઈશું.

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 13:46
37 Iomraidhean Croise  

કોઈ પીછો કરતું ન હોય તો પણ દુષ્ટ નાસે છે, પરંતુ નેકજનો સિંહ જેવા હિમ્મતવાન હોય છે.


જુઓ, જે પ્રજાઓ વિષે તમે જાણતા નથી તેમને તમે બોલાવશો; જે પ્રજાઓ તમને ઓળખતી નહોતી તેઓ તારી સાથે સંબંધ બાંધવાને દોડતી આવશે. હું તમારો ઈશ્વર પ્રભુ છું; ઇઝરાયલનો પવિત્ર ઈશ્વર છું અને મેં તમને ગૌરવી બનાવ્યા છે તેને લીધે એમ થશે.”


પછી ભલે તેઓ સાંભળે કે ન સાંભળે; કારણ, તેઓ બંડખોર પ્રજા છે. છતાં તેઓ એટલું તો જાણશે કે તેમની મધ્યે એક સંદેશવાહક છે.


એને બદલે, ઇઝરાયલના લોકો જે ખોવાઈ ગયેલાં ઘેટાં જેવા છે તેમની પાસે જાઓ;


તેમણે જવાબ આપ્યો, જરૂર તે આ દુષ્ટ માણસોને મારી નાખશે અને દ્રાક્ષની મોસમે તેનો ભાગ આપે એવા બીજા ખેડૂતોને સોંપશે.


ઈસુએ સાર આપતાં કહ્યું, તે જ પ્રમાણે ઈશ્વરનું રાજ તમારી પાસેથી છીનવી લેવામાં આવશે અને યોગ્ય ફળ આપનાર પ્રજાને આપવામાં આવશે.


એ લોકોને સાર્વકાલિક સજાને માટે મોકલી આપવામાં આવશે, પણ ન્યાયીઓ સાર્વકાલિક જીવન મેળવશે.


તેના નામમાં યરુશાલેમથી શરૂ કરીને બધી પ્રજાઓને ‘પાપથી પાછા ફરો અને ઈશ્વર તમારાં પાપ માફ કરશે,’ એ સંદેશો તમારે પ્રગટ કરવો જોઈએ.


તે પોતાના લોકોની પાસે આવ્યો, પરંતુ તેમણે તેનો સ્વીકાર કર્યો નહિ.


તમે સમરૂનીઓ કોનું ભજન કરો છો તે તમે જાણતા નથી, પણ અમે યહૂદીઓ કોનું ભજન કરીએ છીએ તે અમે જાણીએ છીએ; કારણ, ઉદ્ધાર યહૂદીઓમાંથી આવવાનો છે.


પેર્ગાથી નીકળીને તેઓ પિસિદિયાના અંત્યોખમાં આવ્યા. વિશ્રામવારે તેઓ યહૂદીઓના ભજનસ્થાનમાં ગયા.


“હે મારા ભાઈઓ, અબ્રાહામના વંશજો, અને અત્રે ઈશ્વરનું ભજન કરી રહેલા સર્વ બિનયહૂદીઓ, ઉદ્ધારનો એ સંદેશો અમને જણાવવામાં આવ્યો છે!


તેઓ સાલામિસ આવી પહોંચ્યા એટલે યહૂદી ભજનસ્થાનોમાં ઈશ્વરના સંદેશનો બોધ કર્યો. સેવાકાર્યમાં મદદ કરવા માટે તેમની સાથે યોહાન માર્ક આવ્યો હતો.


પણ તેમાંના કેટલાક જડ હતા અને તેઓ વિશ્વાસ ન કરતાં આખી સંગતની સમક્ષ પ્રભુના માર્ગની નિંદા કરતા. તેથી પાઉલ તેમને મૂકીને શિષ્યોને પોતાની સાથે લઈને જતો રહ્યો. તે દરરોજ તુરેન્‍નસના સભાગૃહમાં ચર્ચા કરતો.


પ્રભુએ મને કહ્યું, ‘જા, કારણ, હું તને બિનબહૂદીઓ પાસે દૂર દૂર મોકલીશ.”


પ્રથમ દમાસ્ક્સમાં, પછી યરુશાલેમમાં અને પછી યહૂદીઓના આખા પ્રદેશમાં અને બિનયહૂદીઓ મયે મેં પ્રચાર કર્યો કે તેમણે પોતાનાં પાપથી પાછા ફરીને ઈશ્વર તરફ ફરવું જોઈએ, તેમ જ તેઓ પાપથી પાછા ફર્યા છે એવું દર્શાવતાં કાર્યો કરવાં જોઈએ.


પાઉલે સાર આપતાં કહ્યું, “તમારે જાણવું જોઈએ કે ઉદ્ધાર વિષેનો ઈશ્વરનો સંદેશો બિનયહૂદીઓને પહોંચાડવામાં આવ્યો છે. તેઓ તો સાંભળશે.”


અને તેથી ઈશ્વરે પોતાના સેવકને સજીવન કરીને પ્રથમ તમારી પાસે મોકલ્યા, કે જેથી તે તમ સર્વને તમારાં દુષ્કર્મોથી ફેરવીને આશિષ આપે.”


પિતર અને યોહાનની હિંમત જોઈને તથા તેઓ અભણ અને સામાન્ય માણસો છે એ જાણીને ન્યાયસભાના સભ્યો આભા બની ગયા. પછી તેમને ખબર પડી કે તેઓ ઈસુના સાથીદારો હતા.


“ઓ હઠીલાઓ, ઓ નાસ્તિકો, ઈશ્વરનો સંદેશો સાંભળવામાં તમે કેવા બહેરા છો? તમે તમારા પૂર્વજોના જેવા છો; તમે પણ હંમેશાં પવિત્ર આત્માનો વિરોધ કરતા રહ્યા છો.


તે સીધો જ ભજનસ્થાનોમાં ગયો અને ઈસુ વિષે પ્રચાર કરવા લાગ્યો. તેણે કહ્યું, “તે ઈશ્વરપુત્ર છે.”


શુભસંદેશ વિષે હું શરમાતો નથી. કારણ, એ તો દરેક વિશ્વાસ કરનારને બચાવનારું ઈશ્વરનું સામર્થ્ય છે - પ્રથમ યહૂદીને અને પછી ગ્રીકને.


સારાં ક્મ કર્યે રાખનાર દરેક વ્યક્તિને - પ્રથમ યહૂદીને અને પછી ગ્રીકને - મહિમા, માન તથા શાંતિ પ્રાપ્ત થશે.


જે ઈશ્વર જ નથી તેમની પૂજા કરીને તેમણે મને ક્રોધિત કર્યો છે. પોતાની વ્યર્થ મૂર્તિઓથી તેમણે મને આવેશી બનાવ્યો; તેથી જેઓ પ્રજા નથી તેમના વડે હું તેમને ચીડવીશ અને મૂર્ખ પ્રજા વડે હું તેમને ક્રોધિત કરીશ.


હું જેલમાં છું તેથી પ્રભુમાંના ઘણા ભાઈઓ વિશ્વાસ રાખીને પ્રભુના સંદેશ વિષે નિર્ભયતાથી બોલવા વિશેષ હિંમતવાન થયા છે.


ભડભડતા અગ્નિને હોલવી નાખ્યો. તેઓ તલવારની ધારથી બચી ગયા. તેઓ નિર્બળ હતા છતાં બળવાન બન્યા. તેમણે યુદ્ધમાં શૂરવીરતા દાખવી અને પરદેશી લશ્કરોને હાર આપી.


Lean sinn:

Sanasan


Sanasan