Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 13:40 - પવિત્ર બાઇબલ C.L.

40 માટે સાવધ રહો, જેથી સંદેશવાહકોના કહેવા મુજબ તમારી દશા ન થાય:

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

40 માટે સાવધ રહો, રખેને પ્રબોધકોના લેખમાંનું આ વચન તમારા ઉપર આવી પડે,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

40 માટે સાવધાન રહો, રખેને પ્રબોધકોના લેખમાંનું આ વચન તમારા ઉપર આવી પડે કે,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

40 ધ્યાનથી સાંભળો! રખેને પ્રબોધકોના લેખમાંનુ આ વચન તમારા પર આવી પડે કે:

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 13:40
13 Iomraidhean Croise  

તેથી હું આ લોકો મધ્યે અવનવાં અદ્‍ભુત કાર્યો કરીને તેમને આશ્ર્વર્યમાં પાડી દઈશ. તેમના જ્ઞાનીઓનું જ્ઞાન નાશ પામશે અને તેમના બુદ્ધિમાનોની હોશિયારી ચાલી જશે.”


પણ જો તેં તે દુષ્ટને તેનાં દુરાચરણ છોડી દેવાની ચેતવણી આપી હોય અને છતાં તે પોતાના દુરાચારથી ન ફરે તો તે તેનાં પાપે મરશે, પણ તું તારી પોતાની જિંદગી બચાવીશ.”


ત્યારે પ્રભુએ પોતાના લોકોને કહ્યું, “તમારી આસપાસની વિદેશી પ્રજાઓને નિહાળતા રહો; અને તમે જે જુઓ છો તેથી આશ્ર્વર્ય પામશો. હું તમારા સમયમાં એવું ક્મ કરવાનો છું કે તમે એ વિષે સાંભળો ત્યારે તે માનશો જ નહિ.


પણ તેના આગમનનો દિવસ કોણ સહન કરી શકશે? તે પ્રગટ થાય ત્યારે કોણ બચી જશે? તે તો ધાતુ ગાળનારે પેટાવેલ અગ્નિ જેવો અને ધોબીના સાબુ જેવો હશે.


સર્વસમર્થ પ્રભુ કહે છે, “એવો દિવસ આવે છે જ્યારે સર્વ ગર્વિષ્ઠ અને દુષ્ટ લોકો ખૂંપરાની જેમ બળી જશે. તે દિવસે તેઓ બળીને ખાખ થઈ જશે અને તેમનું નામનિશાન રહેશે નહિ.


પછી તેમણે તેમને કહ્યું, “હું જ્યારે તમારી સાથે હતો, ત્યારે આ જ વાતો મેં તમને કહી હતી, ‘મોશેના નિયમશાસ્ત્રમાં, સંદેશવાહકોનાં લખાણોમાં અને ગીતશાસ્ત્રમાં મારા સંબંધી જે લખેલું છે તે બધું સાચું પડવું જ જોઈએ.”


સંદેશવાહકોના પુસ્તકોમાં લખેલું છે, ‘તેઓ બધા ઈશ્વર તરફથી શિક્ષણ મેળવશે.’ જે કોઈ પિતાનું સાંભળે છે અને તેમની પાસેથી શીખે છે તે મારી પાસે આવે છે.


સંદેશવાહકોના શબ્દોનો એની સાથે પૂરેપૂરો મેળ ખાય છે. ધર્મશાસ્ત્ર કહે છે તેમ,


એટલે ઈશ્વર તેમની વિરુદ્ધ થયા, અને સંદેશવાહકોનાં પુસ્તકમાં લખેલું છે તેમ, તેમણે તેમને આકાશના તારાઓની ભક્તિ કરવા માટે તજી દીધા: ‘હે ઇઝરાયલી લોકો, રણપ્રદેશમાં ચાલીસ વર્ષ સુધી પ્રાણીઓ કાપીને તેનાં બલિદાનો તમે કંઈ મને ચઢાવ્યાં હતાં?


તેથી સાવધ રહો, અને બોલનારની વાણી સાંભળવાનો ઇનકાર ન કરો. દુનિયા પર દૈવી સંદેશો આપનારનું સાંભળવાનો ઇનકાર કરનારાઓ બચી શક્યા નહિ, તો પછી સ્વર્ગમાંથી ચેતવનાર તરફ આપણે પીઠ ફેરવીએ તો કેવી રીતે બચી શકીશું?


તો આ મહાન ઉદ્ધારના સંદેશની ઉપેક્ષા કરીને આપણે શી રીતે બચી શકીશું? પ્રથમ પ્રભુએ પોતે આ ઉદ્ધારનો સંદેશ પ્રગટ કર્યો અને જેમણે એ વિષે સાંભળ્યું તેમણે તે સંદેશ સાચો છે એવી સાક્ષી આપણને પણ આપી.


મારા ભાઈઓ, સાવધ રહો કદાચ તમારામાંના કોઈનું હૃદય દુષ્ટ અને અવિશ્વાસુ બને અને તે જીવતા ઈશ્વરથી વિમુખ થાય.


Lean sinn:

Sanasan


Sanasan