Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 13:36 - પવિત્ર બાઇબલ C.L.

36 “પણ, દાવિદે પોતાના જમાનામાં ઈશ્વરની મરજી પ્રમાણે સેવા કરી; તે પછી તે મરી ગયો, તેને તેના પૂર્વજોની જેમ દફનાવવામાં આવ્યો, અને તેને કોહવાણ લાગ્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

36 કેમ કે દાઉદ તો પોતાના જમાનામાં ઈશ્વરની ઇચ્છા પ્રમાણે સેવા કરીને ઊંઘી ગયો, અને તેને પોતાના પૂર્વજોની પડખે મૂકવામાં આવ્યો, અને તેને કોહવાણ લાગ્યું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

36 કેમ કે દાઉદ તો પોતાના જમાનામાં ઈશ્વરની ઇચ્છા પ્રમાણે સેવા કરીને ઊંઘી ગયો, અને તેને પોતાના પૂર્વજોની બાજુમાં દફનાવવામાં આવ્યો, અને તેનો દેહ સડો પામ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

36 “દાઉદ જ્યારે જીવતો હતો ત્યારે તેણે દેવની ઈચ્છા પ્રમાણે કર્યુ. પછી તે મૃત્યુ પામ્યો. દાઉદને તેના પૂર્વજોની સાથે દાટવામાં આવ્યો અને કબરમાં તેના શરીરને સડો લાગ્યો.

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 13:36
33 Iomraidhean Croise  

કપાળેથી પરસેવો પાડી પાડીને તું ખોરાક મેળવશે, અને એમ કરતાં કરતાં જે ભૂમિમાંથી તને લેવામાં આવ્યો છે એમાં તું પાછો મળી જશે. કારણ, તું માટીનો બનેલો છે અને માટીમાં ભળી જશે.”


જ્યારે તું મરણ પામે અને તારા પૂર્વજ પાસે તને દફનાવવામાં આવે ત્યારે હું તારા પુત્રોમાંના એકને રાજા બનાવીશ અને તેનું રાજ્ય સ્થાપીશ.


દાવિદ મૃત્યુ પામ્યો, અને તેને દાવિદનગરમાં દફનાવવામાં આવ્યો.


ભૂતકાળમાં શાઉલ અમારો રાજા હતો ત્યારે પણ યુદ્ધની અવરજવરમાં તું જ અમારો અગ્રેસર હતો. તારા ઈશ્વર પ્રભુએ તને વચન આપ્યું હતું કે તું તેમના લોકોનો પાલક અને અધિપતિ બનશે.”


તારું આયુષ્ય પૂરું થતાં તું તારા પૂર્વજો સાથે મળી જઈશ ત્યારે તારા પુત્રોમાંના એકને હું રાજા બનાવીશ અને તેના રાજ્યને દૃઢ કરીશ.


દાવિદ સમસ્ત ઇઝરાયલ પર રાજ કરતો હતો. પોતાના લોકો પ્રત્યે યથાર્થ અને ન્યાયી વર્તાવ થાય એ રીતે અમલ ચલાવતો.


તે સંપત્તિવાન અને સન્માનનીય બની ઘણી પાકટ ઉંમરે મરણ પામ્યો, અને તેની જગ્યાએ તેનો પુત્ર શલોમોન રાજા બન્યો.


રહાબામ મરણ પામ્યો અને તેને દાવિદનગરમાં રાજવી કબરમાં પોતાના પૂર્વજો સાથે દફનાવવામાં આવ્યો. તેની જગાએ તેના પછી તેનો પુત્ર અબિયા રાજા થયો.


યહોશાફાટ રાજા મરણ પામ્યો અને તેને દાવિદનગરમાં તેના પૂર્વજો સાથે રાજવી કબરમાં દફનાવ્યો. તેના પછી તેનો પુત્ર યહોરામ રાજા બન્યો.


ઉઝિયા મરણ પામ્યો અને તેને તેના કોઢના રોગને લીધે રાજકુટુંબની કબરમાં નહિ, પણ અલગ જગ્યામાં દફનાવવામાં આવ્યો. તેના પછી તેનો પુત્ર યોથામ રાજા બન્યો.


તે મરણ પામ્યો અને તેને દાવિદનગરમાં તેના પૂર્વજો સાથે રાજવી કબરમાં દફનાવવામાં આવ્યો, અને તેની જગાએ તેનો પુત્ર રહાબામ રાજા બન્યો.


જો મેં કબરને ‘તમે મારા પિતા છો’, એમ કહ્યું હોય, અને કીડાને મારી મા અથવા બહેન માની લીધાં હોય,


પરંતુ એ બધા જ એક સરખી રીતે ધૂળ ભેગા થાય છે. અને કીડાઓ તેમને ઢાંકી દે છે!


ઘેટાંની જેમ તેમને મૃત્યુલોક શેઓલની સજા થઈ છે; મૃત્યુ તેમનો ઘેટાંપાલક બનશે, તેઓ સીધેસીધા કબરમાં ઊતરી જશે, અને તેમના અવયવો ગળી જશે અને મૃત્યુલોક શેઓલ તેમનું નિવાસસ્થાન બનશે.


તો પછી તે કેવી રીતે સર્વદા જીવતો રહેશે? તે કેવી રીતે કબરમાં દટાવાથી બચશે?


જે સેવકને પાંચ હજાર મળ્યા હતા તેણે વેપારમાં પૈસા રોકીને બીજા પાંચ હજારનો નફો કર્યો.


ઈસુએ આજ્ઞા કરી, “પથ્થર ખસેડો.” મરનારની બહેન માર્થાએ જવાબ આપ્યો, “પ્રભુ, હવે તો તેની દુર્ગંધ આવશે, તેને દફનાવ્યાને આજે ચાર દિવસ થયા છે!”


તેને પદભ્રષ્ટ કર્યા પછી ઈશ્વરે દાવિદને તેમનો રાજા બનાવ્યો. ઈશ્વરે તેના સંબંધી આવું કહ્યું: ‘યિશાઈનો પુત્ર દાવિદ મને મળ્યો છે, અને તે મારો મનપસંદ એટલે, મારી ઇચ્છા પ્રમાણે વર્તનાર માણસ છે.’


“ભાઈઓ, આપણા પૂર્વજ દાવિદ વિષે મારે તમને સ્પષ્ટ કહેવું જોઈએ. તે મૃત્યુ પામ્યો અને તેને દફનાવવામાં આવ્યો, અને આજ દિન સુધી તેની કબર અહીં આપણે ત્યાં છે.


તમને ઈશ્વરનો સમગ્ર ઉદ્દેશ જણાવવામાં મેં કંઈ બાકી રાખ્યું નથી.


તે ધૂંટણે પડયો, અને મોટે અવાજે બોલ્યો, “ઓ પ્રભુ! આ પાપની જવાબદારી તેમને શિરે મૂકશો નહિ!” એમ કહીને તે મરી ગયો. તેના ખૂનમાં શાઉલની સંમતિ હતી.


એ જ દિવસથી યરુશાલેમમાંની મંડળીની આકરી સતાવણી શરૂ થઈ ગઈ. પ્રેષિતો સિવાય બધા વિશ્વાસીઓ યહૂદિયા અને સમરૂનના પ્રાંતોમાં વિખેરાઈ ગયા.


એનો અર્થ એ પણ થાય કે જેઓ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યા પછી મરણ પામ્યા છે, તેઓ પણ નાશ પામ્યા છે.


એ પછી તેમના પાંચસો કરતાં વધારે અનુયાયીઓને એકીસાથે દર્શન દીધું.


ભાઈઓ, મૃત્યુ પામેલાંઓ વિષે તમે અજાણ રહો એવી અમારી ઇચ્છા નથી. જેમને કંઈ આશા નથી તેમની માફક તમે દુ:ખી થાઓ નહિ.


Lean sinn:

Sanasan


Sanasan