Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 13:3 - પવિત્ર બાઇબલ C.L.

3 તેમણે ઉપવાસ સહિત પ્રાર્થના કરી અને તેમના માથા પર હાથ મૂકીને તેમને વિદાય કર્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 ત્યારે તેઓએ ઉપવાસ તથા પ્રાર્થના કરીને તથા તેઓ પર હાથ મૂકીને તેઓને વિદાય કર્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 ત્યારે તેઓએ ઉપવાસ તથા પ્રાર્થના કરીને તથા તેઓ પર હાથ મૂકીને તેઓને વિદાય કર્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 તેથી મંડળીએ પ્રાર્થના અને ઉપવાસ કર્યા. તેઓએ તેઓના હાથ બાર્નાબાસ અને શાઉલ પર મૂક્યા અને તેઓને બહાર મોકલ્યા.

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 13:3
18 Iomraidhean Croise  

અને જેમ પ્રભુએ મોશેને આજ્ઞા આપી હતી તે પ્રમાણે તેણે તેને માથે હાથ મૂકીને તેને પોતાના અનુગામી તરીકે નીમ્યો.


તે કદી મંદિર છોડીને જતી નહિ, પણ રાત-દિવસ ઉપવાસ અને પ્રાર્થના કરતાં ઈશ્વરની ભક્તિ કરતી હતી.


પછી તેમણે પ્રાર્થના કરી,


તેઓ પ્રભુનું ભજન કરતા હતા અને ઉપવાસ પર હતા, ત્યારે પવિત્ર આત્માએ તેમને કહ્યું, “બાર્નાબાસ અને શાઉલને મેં જે કાર્ય સોંપ્યું છે તે માટે તેમને મારે માટે અલગ કરો.”


પછી બાર્નાબાસ અને શાઉલ જેમને પવિત્ર આત્માએ મોકલ્યા હતા તેઓ સિલુકિયા સુધી ગયા અને ત્યાંથી જળમાર્ગે મુસાફરી કરીને સાયપ્રસના ટાપુઓમાં ગયા.


પ્રત્યેક મંડળીમાં તેમણે આગેવાનો નીમ્યા; અને તેમને પ્રાર્થના તથા ઉપવાસ કરીને જેમના પર તેમણે વિશ્વાસ મૂક્યો હતો તે પ્રભુને સોંપ્યા.


ત્યાંથી તેઓ જળમાર્ગે અંત્યોખ આવ્યા. જે સેવાકાર્ય તેમણે હાલ પૂરું કર્યું તે માટે તેમને અહીંથી જ ઈશ્વરની કૃપાને સહારે સોંપવામાં આવ્યા હતા.


જ્યારે પ્રભુની કૃપાના આધારે ભાઈઓની સોંપણી કર્યા પછી સિલાસને લઈને પાઉલ ચાલી નીકળ્યો.


શિષ્યોએ તેમને પ્રેષિતો સમક્ષ રજૂ કર્યા, એટલે પ્રેષિતોએ પ્રાર્થના કરીને અને તેમના પર હાથ મૂકીને તેમને સ્વીકાર્યા.


તેથી અનાન્યા ગયો અને ઘરમાં પ્રવેશીને તેણે શાઉલના માથા પર હાથ મૂકીને કહ્યું, “ભાઈ શાઉલ, તું અહીં આવતો હતો ત્યારે રસ્તા પર તને દર્શન આપનાર ઈસુ એટલે પ્રભુએ પોતે મને મોકલ્યો છે. તું ફરીથી દેખતો થાય અને પવિત્ર આત્માથી ભરપૂર થાય માટે તેમણે મને મોકલ્યો છે.”


સંદેશવાહકને મોકલ્યા વગર લોકો શી રીતે સાંભળશે? શાસ્ત્રમાં લખેલું છે: “શુભ સમાચાર લાવનારાઓનું આગમન કેટલું સુંદર છે!”


મંડળીના આગેવાનોએ પોતાના હાથ તારા પર મૂક્યા ત્યારે કરાયેલી ભવિષ્યવાણી અનુસાર તને જે આત્મિક કૃપાદાન મળ્યું છે તેના પ્રત્યે બેદરકાર ન રહીશ.


પ્રભુની સેવાને માટે કોઈને દીક્ષા આપવામાં ઉતાવળ કરીશ નહિ. બીજાઓનાં પાપમાં સામેલ ન થા. પણ તું પોતાને શુદ્ધ રાખ.


માટે હું તને યાદ દેવડાવું છું કે મેં તારા પર હાથ મૂક્યો ત્યારે ઈશ્વરે તને જે કૃપાદાન બક્ષ્યું હતું તેને સતેજ રાખજે.


ઘણા સાક્ષીઓની રૂબરૂમાં તેં મારે મુખે જે સાંભળ્યું છે તે એવા વિશ્વાસુ માણસોને સોંપી દે કે જેઓ બીજાને પણ એ શીખવવાને સમર્થ હોય.


તેમણે તારા પ્રેમ વિષે અહીંની મંડળી સમક્ષ સાક્ષી પૂરી છે. ઈશ્વરને પસંદ પડે એ રીતે તું તેમને તેમની મુસાફરી ચાલુ રાખવામાં મદદ કરજે.


આથી આપણે એવા માણસોને મદદ કરવી જોઈએ, જેથી સત્યના તેમના કાર્યમાં આપણે પણ ભાગીદાર બનીએ.


Lean sinn:

Sanasan


Sanasan