Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 13:29 - પવિત્ર બાઇબલ C.L.

29 ધર્મશાસ્ત્રમાં તેમના વિષે જે કહેલું છે તે બધું કર્યા પછી તેમણે તેમને ક્રૂસ ઉપરથી ઉતારી લઈને કબરમાં મૂક્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

29 તેમને વિષે જે લખેલું હતું તે બધું તેઓએ પૂર્ણ કર્યું ત્યારે વધસ્તંભ પરથી તેમને ઉતારીને તેઓએ તેમને કબરમાં મૂક્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

29 તેમને વિષે જે લખ્યું હતું તે સઘળું તેઓએ પૂર્ણ કર્યું ત્યારે વધસ્તંભ પરથી તેમને ઉતારીને તેઓએ તેમને કબરમાં મૂક્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

29 “ઈસુના વિષે થનારા ખરાબ બનાવોના લખાણો મુજબ યહૂદિઓએ સઘળું ખરાબ કર્યુ. પછી તેઓએ ઈસુને વધસ્તંભ પરથી ઉતારીને તેને કબરમાં મૂક્યો.

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 13:29
16 Iomraidhean Croise  

સાંજ પડવા આવી ત્યારે આરીમથાઈનો યોસેફ આવ્યો.


યહૂદીઓના શહેર આરીમથાઈનો યોસેફ નામે એક માણસ હતો. તે ભલો અને ધર્મિષ્ઠ હતો અને ઈશ્વરના રાજની વાટ જોતો હતો.


પછી તેણે શબ ઉતાર્યું અને અળસીરેસાનાં શ્વેત વસ્ત્રમાં વીટીંને ખડકમાં કોરી કાઢેલી અને વણવપરાયેલી કબરમાં મૂકાયું.


પછી તેમણે તેમને કહ્યું, “હું જ્યારે તમારી સાથે હતો, ત્યારે આ જ વાતો મેં તમને કહી હતી, ‘મોશેના નિયમશાસ્ત્રમાં, સંદેશવાહકોનાં લખાણોમાં અને ગીતશાસ્ત્રમાં મારા સંબંધી જે લખેલું છે તે બધું સાચું પડવું જ જોઈએ.”


ઈસુએ જોયું કે હવે બધી બાબતો પૂર્ણ થઈ છે અને તેથી શાસ્ત્રવચન સાચું ઠરે એ માટે તે બોલ્યા, “મને તરસ લાગી છે.”


ઈસુએ સરકો ચાખ્યો અને કહ્યું, “સંપૂર્ણ થયું!” પછી માથું નમાવીને તેમણે પ્રાણ છોડયો.


કારણ, યરુશાલેમમાં વસતા લોકો અને તેમના આગેવાનોને ખબર ન હતી કે તે જ ઉદ્ધારક છે. પ્રત્યેક વિશ્રામવારે વાંચવામાં આવતાં સંદેશવાહકોનાં લખાણો પણ તેઓ સમજતા નથી.


ઈશ્વરની નિયત યોજના અને પૂર્વજ્ઞાન પ્રમાણે ઈસુને તમારા હાથમાં સોંપી દેવાયા હતા; તમે તેમને દુષ્ટ માણસોને હાથે ક્રૂસે જડીને મારી નંખાવ્યા.


પણ આજ દિન સુધી ઈશ્વરે મદદ કરી છે, અને તેથી નાનાંમોટાં સર્વ સમક્ષ મારી સાક્ષી આપતાં હું અહીં ઊભો છું. જે બાબતો વિશે સંદેશવાહકો અને મોશેએ કહ્યું હતું તે જ હું કહું છું.


તમારા સામર્થ્ય અને તમારી ઇચ્છા પ્રમાણે જે કંઈ થવા દેવાનું તમે નક્કી કરેલું હતું તે કરવાને તેઓ એકઠા મળ્યા.


ઈસુને તમે ક્રૂસ પર જડીને મારી નાખ્યા તે પછી આપણા પૂર્વજોના ઈશ્વરે તેમને મરણમાંથી સજીવન કર્યા.


તેમને દફનાવવામાં આવ્યા અને ત્રીજે દિવસે તે સજીવન થયા.


Lean sinn:

Sanasan


Sanasan