Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 13:27 - પવિત્ર બાઇબલ C.L.

27 કારણ, યરુશાલેમમાં વસતા લોકો અને તેમના આગેવાનોને ખબર ન હતી કે તે જ ઉદ્ધારક છે. પ્રત્યેક વિશ્રામવારે વાંચવામાં આવતાં સંદેશવાહકોનાં લખાણો પણ તેઓ સમજતા નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

27 કેમ કે યરુશાલેમના રહેવાસીઓએ તથા તેઓના અધિકારીઓએ તેમને વિષે તથા પ્રબોધકોની જે વાતો હરેક વિશ્રામવારે વાંચવામાં આવે છે તેમને વિષે પણ અજ્ઞાન હોવાથી તેમને અપરાધી ઠરાવીને [તે ભવિષ્યની વાતો] પૂર્ણ કરી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

27 કેમ કે યરુશાલેમના રહેવાસીઓએ તથા તેઓના અધિકારીઓએ તેમને વિષે તથા પ્રબોધકોની જે વાતો દરેક વિશ્રામવારે વાંચવામાં આવે છે તે વિષે પણ અજ્ઞાન હોવાથી તેમને અપરાધી ઠરાવીને તે ભવિષ્યની વાતો પૂર્ણ કરી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

27 યરૂશાલેમમાં રહેતા યહૂદિઓ અને યહૂદિ અધિકારીઓ ઈસુ તારનાર હતો તેનો અનુભવ કરતા નથી. પ્રબોધકોએ ઈસુ વિષે જે વચન કહ્યા છે તે પ્રત્યેક વિશ્રામવારે યહૂદિઓ સમક્ષ વાંચવામાં આવતા હતાં. પણ તેઓ સમજતા નહોતા. યહૂદિઓએ ઈસુનો તિરસ્કાર કર્યો, આ રીતે તેઓએ પ્રબોધકોના શબ્દોને સાચા બનાવ્યા!

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 13:27
25 Iomraidhean Croise  

તમે તો મારું ભૂંડું ઇચ્છયું હતું, પણ ઈશ્વરે એમાંથી ભલું કરવા ધાર્યું હતું, જેથી ઘણા લોકોના જીવ બચે; અને આજે તેમ જ થયું છે.


ઈસુએ તેમને જવાબ આપ્યો, ધર્મશાસ્ત્ર અને ઈશ્વરના સામર્થ્ય વિષે અજ્ઞાન હોવાથી તમે ભૂલ કરો છો.


ઈસુએ જવાબ આપ્યો, “પિતર, હું તને કહું છું કે તું મને ઓળખતો નથી, એવું કૂકડો બોલે તે પહેલાં તું ત્રણવાર કહીશ.”


પિલાતે મુખ્ય યજ્ઞકારો, આગેવાનો અને લોકોને બોલાવીને એકઠા કર્યા,


અમારા મુખ્ય યજ્ઞકારો અને આગેવાનોએ તેમને મોતની સજાને માટે સોંપી દીધા અને તેમને ક્રૂસે જડવામાં આવ્યા.


તમે મારા છો એને લીધે તેઓ તમારી સાથે એ પ્રમાણે વર્તશે; કારણ, મને મોકલનારને તેઓ ઓળખતા નથી.


તેમણે પિતાને કે મને ઓળખ્યો નથી તેથી જ તેઓ આ બધું કરશે.


તમે શાસ્ત્રનું અયયન કરો છો; કારણ, તમે એમ માનો છો કે તેમાંથી જ સાર્વકાલિક જીવન મળે છે, પરંતુ એ શાસ્ત્રો તો મારે વિષે સાક્ષી પૂરે છે.


તેથી ઈસુએ તેમને કહ્યું, “જ્યારે તમે માનવપુત્રને ઊંચે ચઢાવશો ત્યારે તમે જાણશો કે હું તે જ છું. અને હું મારી પોતાની જાતે કશું જ કરતો નથી, પણ મારા પિતા જે શીખવે તે જ હું બોલું છું.


કારણ, લાંબા સમયથી પ્રત્યેક વિશ્રામવારે ભજનસ્થાનોમાં મોશેનું નિયમશાસ્ત્ર વાંચવામાં આવે છે; અને તેનાં વચનોનો પ્રત્યેક શહેરમાં ઉપદેશ થાય છે.”


તેથી તેમણે પાઉલની સાથે એક દિવસ નક્કી કર્યો અને તે દિવસે તેઓ મોટી સંખ્યામાં પાઉલના નિવાસસ્થાને આવ્યા. તેણે સવારથી સાંજ સુધી તેમને સમજાવ્યું અને ઈશ્વરના રાજ વિષેનો સંદેશો આપ્યો. મોશેના નિયમશાસ્ત્રમાંથી તેમ જ સંદેશવાહકોનાં લખાણોમાંથી ઈસુ વિષેનાં કથનો ટાંકીને તેણે તેમને ખાતરી કરાવવાનો પ્રયત્ન કર્યો.


“હવે ભાઈઓ, હું જાણું છું કે તમે અને તમારા આગેવાનોએ એ ક્મ અજ્ઞાનતાને કારણે કર્યું હતું.


મારા ભાઈઓ, હું તમને એક માર્મિક સત્ય જણાવવા માગું છું, જેથી તમે પોતાને બુદ્ધિમાન સમજી બેસો નહિ. તે આ પ્રમાણે છે: ઇઝરાયલીઓની હઠીલાઈ કાયમી નથી. પરંતુ બિનયહૂદીઓ પૂરેપૂરી સંખ્યામાં ઈશ્વર પાસે આવશે ત્યાં સુધી જ તે રહેશે.


આ યુગના કોઈ સત્તાધારીને આ જ્ઞાન વિષે ખબર નથી. એ સત્તાધારીઓ એ જાણતા હોત, તો તેઓ મહિમાવંત પ્રભુને ક્રૂસે જડત નહિ.


તેમનાં મન બંધ હતાં, અને આજે પણ જ્યારે તેઓ જૂના કરારનાં પુસ્તકોનું વાંચન કરે છે, ત્યારે તેમનાં મન તે જ પડદાથી ઢંક્યેલાં રહે છે. ફક્ત ખ્રિસ્ત દ્વારા જ તે પડદો દૂર કરવામાં આવે છે.


આ દુનિયાના દેવે તેમનાં મન અંધકારમાં રાખેલાં હોવાથી તેઓ વિશ્વાસ કરી શક્તા નથી. તેથી ખ્રિસ્ત, જે ઈશ્વરનું આબેહૂબ પ્રતિરૂપ છે, તેમના ગૌરવનો પ્રકાશ શુભસંદેશની મારફતે આવે છે, અને નાશમાં જઈ રહેલાઓ એ પ્રકાશ જુએ નહિ, તે માટે દુષ્ટ તેમને દૂર રાખે છે.


જો કે ભૂતકાળમાં હું તેમની નિંદા અને સતાવણી તેમજ તેમનું અપમાન કરતો હોવા છતાં તેમણે મને વિશ્વાસપાત્ર ગણીને તેમની સેવાને માટે મારી નિમણૂક કરી છે. મારા અવિશ્વાસને લીધે મેં અજ્ઞાનતામાં એ કર્યું હોવા છતાં ઈશ્વર મારા પ્રત્યે દયાળુ હતા અને આપણા પ્રભુએ મારા જીવનમાં તેમની કૃપા ભરપૂરીથી રેડી દીધી.


Lean sinn:

Sanasan


Sanasan