Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 13:22 - પવિત્ર બાઇબલ C.L.

22 તેને પદભ્રષ્ટ કર્યા પછી ઈશ્વરે દાવિદને તેમનો રાજા બનાવ્યો. ઈશ્વરે તેના સંબંધી આવું કહ્યું: ‘યિશાઈનો પુત્ર દાવિદ મને મળ્યો છે, અને તે મારો મનપસંદ એટલે, મારી ઇચ્છા પ્રમાણે વર્તનાર માણસ છે.’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 પછી તેને દૂર કરીને તેમણે દાઉદને તેઓનો રાજા થવા માટે ઊભો કર્યો. અને તેમણે તેના સંબંધી સાક્ષી આપી, ‘મારો મનગમતો એક માણસ, એટલે યિશાઈનો દીકરો દાઉદ, મને મળ્યો છે; તે મારી બધી ઇચ્છા પૂરી કરશે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 પછી તેને દૂર કરીને તેમણે દાઉદને તેઓનો રાજા થવા સારુ ઊભો કર્યો, અને તેમણે તેના સંબંધી સાક્ષી આપી કે, ‘મારો મનગમતો એક માણસ, એટલે યિશાઈનો દીકરો દાઉદ, મને મળ્યો છે; તે મારી બધી ઇચ્છા પૂરી કરશે.’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

22 પછી દેવે શાઉલને દૂર કરીને દાઉદને રાજા બનાવ્યો. દેવે દાઉદ વિષે જે કહ્યું તે આ છે, ‘દાઉદ, એ યશાઇનો દીકરો કે જે તેના વિચારોમાં મારા જેવો છે. હું તેની પાસે જે કરાવવા ઇચ્છું છું તે બધુંજ તે કરશે.’

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 13:22
32 Iomraidhean Croise  

પછી યહૂદિયાના માણસો હેબ્રોન આવ્યા અને દાવિદનો યહૂદિયાના રાજા તરીકે અભિષેક કર્યો. ગિલ્યાદમાં આવેલા યાબેશના લોકોએ શાઉલને દફનાવ્યો છે એવી ખબર મળતાં,


પણ તું રાજા બને તે માટે શાઉલ પાસેથી મારો ટેકો ખેંચી લઈને મેં તેને દૂર કર્યો તેમ હું તારા વારસદાર પાસેથી મારો ટેકો ખેંચી લઈશ નહિ.


તેથી મારા સેવક દાવિદને જઈને કહે કે હું સેનાધિપતિ પ્રભુ તને કહું છું; ‘ઘાસનાં મેદાનમાં તું ઘેટાં પાછળ રઝળતો હતો ત્યાંથી મેં તને ઉઠાવીને મારા ઇઝરાયલી લોકો પર આગેવાન બનાવ્યો છે.


તેણે પણ તેના પિતાના જેવાં જ પાપકર્મો કર્યાં અને તેના પિતામહ દાવિદની જેમ તેના ઈશ્વર પ્રભુ પ્રત્યે સંપૂર્ણ રીતે નિષ્ઠાવાન નહોતો.


એવું કરવાનું કારણ એ છે કે દાવિદે પ્રભુને પસંદ પડતાં કામો જ કર્યાં હતાં અને ઉરિયા હિત્તીના કિસ્સા સિવાય પોતાના જીવનમાં બીજી કોઈ બાબતમાં તેણે ક્યારેય તેમની કોઈ આજ્ઞા ઉથાપી નહોતી.


પ્રભુને વફાદાર નહિ હોવાને લીધે શાઉલ મરણ પામ્યો. પ્રભુની આજ્ઞાનો અનાદર કરીને તેણે મૃતાત્માને સાધીને માર્ગદર્શન આપનારની સલાહ લેવાનો પ્રયાસ કર્યો;


પ્રભુ કહે છે, “મારા પવિત્ર પર્વત સિયોનમાં મેં મારા રાજાનો રાજ્યાભિષેક કર્યો છે.”


તો જ દાવિદના રાજ્યાસન પર રાજ કરનાર કોઈ વંશજ ન હોવાથી દાવિદની સાથેનો મારો કરાર તૂટે અને લેવીવંશ મારી સર્વદા સેવા કરશે તે અંગેનો મારો કરાર તૂટે.


તો જ હું યાકોબના વંશજોનો અને મારા સેવક દાવિદના વંશજોનો ત્યાગ કરીશ અને અબ્રાહામ, ઇસ્હાક અને યાકોબના વંશજો માટે દાવિદના વંશમાંથી ઉત્તરાધિકારી પસંદ નહિ કરું. ના, ના, હું તો મારા લોક પર દયા રાખીશ અને તેમને ફરીથી આબાદ કરીશ.


હું એમનો પાળક થવા માટે મારા સેવક દાવિદ જેવો એક રાજા નીમીશ અને તે તેમનું પોષણ કરશે.


એવો સમય આવશે જ્યારે ઇઝરાયલના લોકો તેમના ઈશ્વર પ્રભુ અને તેમના રાજા દાવિદ તરફ પાછા વળશે. પછી તેઓ ઈશ્વરની બીક રાખશે અને તેમની પાસેથી ઉદાર દાનો મેળવશે.


“પણ, દાવિદે પોતાના જમાનામાં ઈશ્વરની મરજી પ્રમાણે સેવા કરી; તે પછી તે મરી ગયો, તેને તેના પૂર્વજોની જેમ દફનાવવામાં આવ્યો, અને તેને કોહવાણ લાગ્યું.


માણસોનાં અંત:કરણ પારખનાર ઈશ્વરે આપણા સંબંધમાં કર્યું તેમ બિનયહૂદીઓને પણ પવિત્ર આત્મા આપીને તેમના સંબંધમાં પોતાની અનુમતિ દર્શાવી.


દાવિદ પર ઈશ્વરની કૃપા થઈ, અને યાકોબના ઈશ્વરને માટે નિવાસસ્થાન બાંધવા તેણે ઈશ્વરની પરવાનગી માગી.


પણ જો તમે પાપ કર્યા કરશો તો તમે અને તમારો રાજા નાશ પામશો.”


તેમની વિરુદ્ધ બંડ કરવું તે જાદુવિદ્યાના પાપ જેવું જ ખરાબ છે અને અભિમાન મૂર્તિપૂજા જેવું જ ભૂંડું છે. તેં પ્રભુની વાણી નકારી છે માટે તેમણે તને રાજા તરીકે નકાર્યો છે.”


શમુએલે કહ્યું, “હું તારી સાથે પાછો નહિ આવું. તેં પ્રભુની આજ્ઞા પાળી નથી અને તેમણે તને ઇઝરાયલના રાજા તરીકે નકાર્યો છે.”


શમુએલે તેને કહ્યું, “પ્રભુએ આજે ઇઝરાયલનું રાજ્ય તારી પાસેથી ફાડી લીધું છે અને તારા કરતાં વધારે સારા માણસને આપ્યું છે.


પ્રભુએ શમુએલને કહ્યું, “તું શાઉલ વિષે ક્યાં સુધી દુ:ખી થઈશ? મેં તેનો ઇઝરાયલના રાજા તરીકે નકાર કર્યો છે. તું એક શિંગડામાં થોડું ઓલિવનું તેલ લઈને જા. હું તને બેથલેહેમમાં યિશાઈ પાસે મોકલીશ. કારણ, તેના એક પુત્રને મેં રાજા થવા પસંદ કર્યો છે.”


શમુએલે ઓલિવ તેલ લઈને દાવિદનો તેના ભાઈઓની સમક્ષ અભિષેક કર્યો. એકાએક ઈશ્વરના આત્માએ દાવિદનો કબજો લીધો અને તે દિવસથી તેની સાથે રહ્યો. શમુએલ પાછો રામા ગયો.


શમુએલે કહ્યું, “જ્યારે પ્રભુએ જ તારો ત્યાગ કર્યો છે અને તે તારા શત્રુ થઈ ગયા છે, તો પછી તેં મને શા માટે બોલાવ્યો?


અને એમ શાઉલ તેના ત્રણ પુત્રો અને એનો શસ્ત્રવાહક મરી ગયા. શાઉલના સર્વ માણસો તે દિવસે જ મરી ગયા.


Lean sinn:

Sanasan


Sanasan