Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 12:9 - પવિત્ર બાઇબલ C.L.

9 પિતર તેની પાછળ પાછળ જેલની બહાર ગયો. છતાં દૂત જે કરી રહ્યો હતો તે વાસ્તવિક છે કે કેમ તેની તેને ખબર ન હતી. તેને તો લાગ્યું કે તે કંઈક સંદર્શન જોઈ રહ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 તે બહાર નીકળીને તેની પાછળ ગયો. દૂત જે કરે છે તે ખરેખરું છે એમ તે સમજતો નહોતો, પણ મને દર્શન થાય છે એમ તે ધારતો હતો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 તે બહાર નીકળીને સ્વર્ગદૂતની પાછળ ગયો; અને સ્વર્ગદૂત જે કરે છે તે વાસ્તવિક છે એમ તે સમજતો નહોતો, પણ તે દર્શન જોઈ રહ્યો છે એમ તેને લાગ્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 તેથી દૂત બહાર આવ્યો અને પિતર તેને અનુસર્યો. દૂત જે કરે છે તે ખરેખરું છે એમ તે સમજતો નહોતો, તેણે વિચાર્યુ કે તે એક દર્શન જોઈ રહ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 12:9
12 Iomraidhean Croise  

તેમણે કહ્યું, “યોસેફ હજી જીવે છે. અરે, એ તો આખા ઇજિપ્તનો અધિપતિ છે.” યાકોબ તો સ્તબ્ધ થઈ ગયો, અને તેમનું કહેવું માની શકાયો નહિ.


અને નૂહે બધું ઈશ્વરની આજ્ઞા પ્રમાણે કર્યું.


જ્યારે પ્રભુ અમને દેશનિકાલમાંથી સિયોનમાં પાછા લાવ્યા, ત્યારે તો અમે સ્વપ્ન જોતા હોઈએ એવું લાગ્યું.


પછી ઈસુનાં માએ નોકરોને કહ્યું, “તે જે કંઈ કહે તે કરો.”


જે સંદર્શન જોયું તેના અર્થ વિષે પિતર વિચારતો હતો. એવામાં કર્નેલ્યસના માણસોને સિમોનનું ઘર મળી ગયું, અને તેઓ દરવાજે ઊભા હતા.


એકવાર બપોરે ત્રણ વાગ્યે તેને સંદર્શન થયું. તેમાં તેણે સ્પષ્ટ રીતે ઈશ્વરના દૂતને તેની પાસે આવીને “કર્નેલ્યસ!” એમ કહેતો જોયો.


“હું જોપ્પા શહેરમાં પ્રાર્થના કરતો હતો ત્યારે મને સંદર્શન થયું. ચાર છેડાથી લટકાવેલી મોટી ચાદર જેવું કંઈક મેં આકાશમાંથી ઊતરી આવતું જોયું. તે મારી નજીક આવી અટકી ગયું.


પછી દૂતે કહ્યું, “તારો કમરપટ્ટો બરાબર બાંધી લે અને તારાં ચંપલ પહેરી લે.” પિતરે એમ કર્યું, એટલે દૂતે કહ્યું, “તારો ઝભ્ભો પહેરી લે અને મારી પાછળ આવ.”


“તેથી હે આગ્રીપા રાજા, એ સ્વર્ગીય સંદર્શનને આધીન થયા વગર હું રહી શક્યો નહીં.


દમાસ્ક્સમાં અનાન્યા નામે એક શિષ્ય હતો. પ્રભુએ તેને દર્શન દઈને કહ્યું, “અનાન્યા!” તેણે જવાબ આપ્યો, “પ્રભુ, હું આ રહ્યો.”


ઈશ્વરે જ્યારે અબ્રાહામને આમંત્રણ આપ્યું ત્યારે તે વિશ્વાસને કારણે આધીન થયો અને જે દેશ આપવાનું વચન ઈશ્વરે આપ્યું હતું ત્યાં જવા ચાલી નીકળ્યો. પોતે ક્યાં જાય છે તે ન જાણ્યા છતાં તે પોતાના વતનમાંથી નીકળી ગયો.


Lean sinn:

Sanasan


Sanasan