Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 12:6 - પવિત્ર બાઇબલ C.L.

6 જે દિવસે હેરોદ પિતરને લોકોની સમક્ષ લાવવાનો હતો. તેની આગલી રાત્રે પિતર બે ચોકીદારોની વચ્ચે ઊંઘી ગયો હતો. તેને બે સાંકળે બાંધેલો હતો, અને જેલના દરવાજા આગળ બે ચોકીદારો પહેરો ભરતા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 હેરોદ તેને બહાર લાવવાનો હતો તેની આગલી રાત્રે પિતર બે સિપાઈઓની વચ્ચે બે સાંકળોથી બાંધેલો ઊંઘતો હતો. અને ચોકીદારો બારણા આગળ બંદીખાનાની ચોકી કરતા હતા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 હેરોદ તેને બહાર લાવવાનો હતો તેની આગલી રાત્રે પિતર બે સિપાઈઓની વચ્ચે બે સાંકળોથી બંધાયેલી સ્થિતિમાં ઊંઘતો હતો; અને ચોકીદારો જેલના દરવાજા આગળ ચોકી કરતા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 પિતર બે સૈનિકોની વચમાં ઊંઘતો હતો. તેને બે સાંકળો વડે બાંધવામાં આવ્યો હતો. ઘણા સૈનિકો જેલના દરવાજે ચોકી કરતા હતા. તે રાત્રે હેરોદે બીજા દિવસે પિતરને લોકો આગળ રજૂ કરવાની યોજના કરી.

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 12:6
17 Iomraidhean Croise  

અબ્રાહામે તે સ્થળનું નામ યાહવે-યિરેહ (પ્રભુ પૂરું પાડે છે) પાડયું. આજ સુધી લોકોમાં કહેવાય છે કે પ્રભુના પહાડ પર પૂરું પાડવામાં આવશે.


હું પથારીમાં પડું છું અને શાંતિપૂર્વક ઊંઘી જાઉં છું, કારણ, હે પ્રભુ, એકલા તમે જ મને સલામત રાખો છો.


યરુશાલેમ અને યહૂદિયાના લોકોને કેદી તરીકે દેશનિકાલ માટે બેબિલોન લઈ જવામાં આવતા હતા. યર્મિયા પણ તેમની જેમ સાંકળોથી બંધાયેલો હતો ત્યારે અંગરક્ષકદળના વડા નબૂઝારઅદાને યર્મિયાને રામા નગરમાં મુક્ત કર્યો, તે વખતે યર્મિયા પાસે પ્રભુનો સંદેશો આવ્યો.


હવે હું તારા હાથો પરથી સાંકળો કાઢી નાખીને તને મુક્ત કરું છું. જો તારે મારી સાથે બેબિલોન આવવું હોય તો ભલે આવ. હું તારી સંભાળ રાખીશ, પણ તને બેબિલોન આવવું પસંદ ન હોય તો ન આવીશ. આખો દેશ તારે માટે ખુલ્લો છે; જે જગ્યા તને સારી અને યોગ્ય લાગે ત્યાં જઈને રહેજે.”


ચોકીદારો ખૂબ જ ગભરાઈ ગયા. તેઓ ધ્રૂજી ઊઠયા અને મૃતપ્રાય થઈ ગયા.


તેથી પિતરને જેલમાં પૂરવામાં આવ્યો, પણ તેને માટે મંડળી ઈશ્વરને આગ્રહપૂર્વક પ્રાર્થના કરતી હતી.


અફસરે પાઉલ પાસે જઈને તેની ધરપકડ કરી અને તેને બે સાંકળોથી બાંધી દેવા હુકમ કર્યો. પછી તેણે પૂછયું, “આ માણસ કોણ છે? તેણે શુ કર્યું છે?”


એટલા જ માટે હું તમને મળવા તેમ જ તમારી સાથે વાત કરવા માગતો હતો; કારણ, ઇઝરાયલી લોકો જેમની આશા સેવે છે તેમને લીધે જ મારા હાથ પર આ સાંકળો છે.”


“અમે જેલમાં પહોંચ્યા ત્યારે અમે જોયું કે ત્યાં તાળાં બરાબર મારેલાં હતાં. સંરક્ષકો દરવાજા પર ચોકીપહેરો ભરતા હતા. પણ અમે દરવાજા ખોલ્યા તો અંદર કોઈ નહોતું.”


કારણ, હાલ જેલમાં સાંકળોથી બંધાયેલો હોવા છતાં હું શુભસંદેશનો રાજદૂત છું. મારે જે રીતે બોલવું જોઈએ તે રીતે હિંમતથી બોલી શકું માટે પ્રાર્થના કરો.


મેં તેમનો સંપૂર્ણપણે વિનાશ કર્યો હોત, કોઈ તેમનું સ્મરણ સુધાં ન કરે એવું કર્યું હોત;


ઓનેસિફરસના કુટુંબને પ્રભુ શાંતિ બક્ષો. કારણ, ઘણી વખતે તેણે મને પ્રોત્સાહન આપ્યું છે. હું જેલમાં હતો તેને લીધે તે શરમાયો નહિ.


તેથી આપણે નિર્ભય બનીને કહીએ, “પ્રભુ મારા મદદગાર છે, હું ડરીશ નહિ. માણસ મને શું કરી શકશે?”


Lean sinn:

Sanasan


Sanasan