Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 12:3 - પવિત્ર બાઇબલ C.L.

3 યહૂદીઓને એ ગમ્યું છે તે જોઈને તેણે સતાવણી ચાલુ રાખી અને પિતરની પણ ધરપકડ કરાવી. ખમીર વગરની રોટલી ખાવાના પર્વના સમય દરમિયાન એ બન્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 યહૂદીઓને એ વાત ગમે છે એમ જોઈને તેણે પિતરને પણ પકડ્યો. તે બેખમીર રોટલીના [પર્વના] દિવસ હતા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 યહૂદીઓને એ વાતથી ખુશી થાય છે તે જોઈને તેણે પિતરની પણ ધરપકડ કરી. તે બેખમીર રોટલીના પર્વના દિવસો હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 હેરોદે જોયું કે યહૂદિઓને આ ગમે છે તેથી તેણે પિતરને પણ પકડવાનો નિર્ણય કર્યો. (પાસ્ખા પર્વના યહૂદિઓના બેખમીર રોટલીના પવિત્ર સમય દરમ્યાન આ બન્યું.)

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 12:3
18 Iomraidhean Croise  

હે ઈશ્વર, ક્રોધી માણસોને પણ તમે તમારું સ્તવન કરતા કરી દો છો; તમારા રોષમાંથી બચેલા તમારી ચારેબાજુ એકઠા થશે.


આબીબ માસ, એટલે જે માસમાં તમે ઇજિપ્તમાંથી નીકળી આવ્યા તેમાં, મેં તમને આપેલી આજ્ઞા પ્રમાણે ખમીરરહિત રોટલીનું પર્વ ઊજવો. પર્વના સાત દિવસ સુધી તમારે ખમીરવાળી રોટલી ખાવાની નથી. વળી, તમે મારી ભક્તિ કરવા આવો, તો અર્પણો લીધા વિના આવશો નહિ.


ખમીરરહિત રોટલીના પર્વને પ્રથમ દિવસે શિષ્યોએ ઈસુની પાસે આવીને પૂછયું, તમારે માટે પાસ્ખાનું ભોજન અમે કયા સ્થળે તૈયાર કરીએ? તમારી શી ઇચ્છા છે?


ઈશ્વર તરફથી મળતી પ્રશંસાને બદલે તેઓ માણસોની પ્રશંસાને વધારે ચાહતા હતા.


ઈસુએ જવાબ આપ્યો, “ઈશ્વર તરફથી તમને મળી છે એ સિવાય તમને મારા પર બીજી કોઈ સત્તા નથી. તેથી મને તમારા હાથમાં સોંપી દેનાર વધારે દોષિત છે.”


હું તને સાચે જ કહું છું: તું યુવાન હતો ત્યારે તું તારી કમર કાસીને જ્યાં જવા ચાહે ત્યાં જતો હતો, પરંતુ જ્યારે તું વૃદ્ધ થઈશ, ત્યારે તું તારા હાથ લંબાવીશ અને બીજો કોઈ તને બાંધીને તું જ્યાં જવાની ઇચ્છા નહીં રાખતો હોય ત્યાં લઈ જશે.”


પિતરની ધરપકડ કરીને તેને જેલમાં પૂરવામાં આવ્યો. ત્યાં ચાર ચાર સૈનિકોનાં ચાર જૂથના ચોકીપહેરા નીચે તેને રાખવામાં આવ્યો. પાસ્ખાપર્વ પૂરું થાય પછી તેનો કેસ જાહેરમાં ચલાવવાની હેરોદે યોજના ઘડી હતી.


પછી અગિયાર પ્રેષિતો સાથે ઊભા થઈને પિતરે ઊંચે અવાજે ટોળાને ઉદ્દેશીને કહ્યું, “યહૂદી ભાઈઓ અને યરુશાલેમના બધા રહેવાસીઓ, મારું સાંભળો. આ બધું શું છે તે મને સમજાવવા દો.


ખમીર વગરની રોટલી ખાવાના પર્વ પછી અમે જળમાર્ગે ફિલિપ્પી ગયા, અને પાંચ દિવસ પછી તેમને ત્રોઆસમાં મળ્યા, અને ત્યાં એક સપ્તાહ રહ્યા.


બે વર્ષ પછી ફેલીક્ષની જગ્યાએ પેર્સિયસ ફેસ્તસ રાજ્યપાલ તરીકે આવ્યો. ફેલીક્ષ યહૂદીઓમાં લોકપ્રિય બનવા માગતો હોવાથી તેણે પાઉલને જેલમાં જ રાખી મૂક્યો.


ફેસ્તસ યહૂદીઓમાં લોકપ્રિય થવા માગતો હોવાથી તેણે પાઉલને પૂછયું, “તું યરુશાલેમ જવા અને ત્યાં મારી સમક્ષ તારા પરના આરોપો અંગે ક્મ ચાલે તે માટે તૈયાર છે?”


પિતર અને યોહાનની હિંમત જોઈને તથા તેઓ અભણ અને સામાન્ય માણસો છે એ જાણીને ન્યાયસભાના સભ્યો આભા બની ગયા. પછી તેમને ખબર પડી કે તેઓ ઈસુના સાથીદારો હતા.


શું હું માણસોની અનુમતિ પ્રાપ્ત કરી લેવા માગું છું કે ઈશ્વરની? શું હું માણસોને પ્રસન્‍ન કરવા માગું છું? જો હું હજુ પણ એમ જ કરતો હોઉં તો હું ખ્રિસ્તનો સેવક નથી.


એને બદલે, ઈશ્વર અમારી મારફતે જે જણાવવા માગે છે તે જ અમે જણાવીએ છીએ. કારણ, તેમણે અમને પસંદ કરીને શુભસંદેશ જાહેર કરવાનું કાર્ય સોંપ્યું છે. અમે માણસોની ખુશામત કરવા માગતા નથી. પણ અમારા ઈરાદા પારખનાર ઈશ્વરને અમે પ્રસન્‍ન કરીએ છીએ.


Lean sinn:

Sanasan


Sanasan