Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 12:21 - પવિત્ર બાઇબલ C.L.

21 નિયત દિવસે રાજદ્વારી વસ્ત્રોમાં સજ્જ થઈ હેરોદે પોતાના રાજ્યાસન પર બિરાજીને જનતાજોગ પ્રવચન કર્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 પછી ઠરાવેલે દિવસે હેરોદે રાજપોશાક પહેરીને, તથા રાજ્યાસન પર બેસીને, તેઓની આગળ ભાષણ કર્યું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 પછી ઠરાવેલા દિવસે હેરોદે રાજપોશાક પહેરીને, તથા રાજ્યાસન પર બેસીને, તેઓની આગળ ભાષણ કર્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

21 હેરોદે તેઓની સાથે મળવા માટે એક દિવસ નક્કી કર્યો. તે દિવસે હેરોદ સુંદર રાજપોશાક પહેરીને તે તેની રાજગાદી પર બેઠો અને લોકો સમક્ષ ભાષણ કર્યુ.

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 12:21
10 Iomraidhean Croise  

બન્‍ને રાજાઓ તેમના રાજવી પોષાકમાં સજ્જ થઈ સમરૂનના દરવાજાની બહાર ખળાના ખુલ્લા મેદાન પર તેમનાં રાજ્યાસન પર બેઠા હતા, અને તેમની આગળ સર્વ સંદેશવાહકો ભવિષ્ય ભાખતા હતા.


તેના કાનમાં ભયના ભણકારા વાગશે; આબાદીના સમયે જ લૂંટારા તેના પર ત્રાટકશે.


મનમાં ઘમંડ આવે એટલે માણસનું પતન થાય છે, અને સન્માન પામતાં પહેલાં નમ્ર થવું આવશ્યક છે.


મૃત્યુલોક શેઓલની તેમને માટેની ભૂખ વધી ગઈ છે, અને તેણે પોતાનું મોં પૂરેપૂરું ખોલ્યું છે. તે યરુશાલેમના પ્રતિષ્ઠિત માણસોને અને મિજબાનીની ધમાચકડીમાં ગુલતાન થયેલા સમુદાયને ઓહિયાં કરી જાય છે.


એવું સર્વસમર્થ પ્રભુને બતાવવાનો શો અર્થ છે? અમે જોઈએ છીએ તેમ ગર્વિષ્ઠો જ સુખાનંદમાં હોય છે. માત્ર દુષ્ટોની જ આબાદી થાય છે, પોતાનાં દુષ્કૃત્યોથી તેઓ ઈશ્વરની ધીરજની ક્સોટી કરે છે, અને છતાં તેઓ છટકી જાય છે!”


જ્યારે પિલાત ન્યાયાસન ઉપર બેઠો હતો ત્યારે તેની પત્નીએ તેને સંદેશો મોકલ્યો, તે નિર્દોષને તું કંઈ સજા કરીશ નહિ; કારણ, ગઈ રાત્રે સ્વપ્નમાં તેને લીધે મને ઘણું દુ:ખ થયું છે.


હેરોદ તૂર અને સિદોનના લોકો પર ઘણો ક્રોધે ભરાયો હતો; તેથી તેમનું પ્રતિનિધિમંડળ હેરોદને મળવા ગયું. પ્રથમ તેમણે મહેલના કારભારી બ્લાસ્તસને પોતાના પક્ષનો કરી લીધો. પછી તેમણે હેરોદ પાસે જઈને સમાધાન માટે વિનંતી કરી. કારણ, હેરોદના રાજ્યમાંથી તેમના દેશને અન્‍ન પુરવઠો મળતો હતો.


તેમણે પોકાર કર્યો, “આ તો માણસ નહિ, પણ દેવ બોલે છે!”


પાંચ દિવસ પછી પ્રમુખ યજ્ઞકાર અનાન્યા કેટલાક આગેવાનો અને તર્ટુલ્લસ નામના રોમન કાયદાશાસ્ત્રીને લઈને કાઈસારિયા ગયો. તેમણે રાજ્યપાલ ફેલીક્ષ સમક્ષ હાજર થઈને પાઉલ વિરુદ્ધ આરોપ મૂક્યો.


બીજે દિવસે આગ્રીપા અને બેરનીકે ભારે દબદબા સહિત આવ્યાં અને લશ્કરી અફસરો અને શહેરના અગ્રગણ્ય નાગરિકો સાથે સભાખંડમાં પ્રવેશ્યાં. ફેસ્તસે હુકમ કર્યો એટલે પાઉલને લાવવામાં આવ્યો.


Lean sinn:

Sanasan


Sanasan