Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 12:17 - પવિત્ર બાઇબલ C.L.

17 તેણે પોતાના હાથથી ઈશારો કરી તેમને શાંત રહેવા જણાવ્યું, અને પ્રભુ તેને કેવી રીતે જેલમાંથી બહાર કાઢી લાવ્યા તે કહી સંભળાવ્યું. “યાકોબ અને બાકીના સૌ ભાઈઓને આ વાત કહેજો,” એમ કહીને તે ત્યાંથી બીજે ક્યાંક જતો રહ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 પણ તેણે છાનાં રહેવાને તેઓને હાથથી ઇશારો કર્યો; અને પ્રભુ તેને શી રીતે બંદીખાનામાંથી બહાર લાવ્યા તે તેઓને કહી સંભળાવ્યું. તેણે કહ્યું, “એ સમાચાર યાકૂબને તથા [બીજા] ભાઈઓને પહોંચાડજો.” પછી તે બીજી જગાએ ચાલ્યો ગયો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 પણ પિતરે ચૂપ રહેવાને તેઓને હાથથી ઈશારો કર્યો; અને પ્રભુ તેમને શી રીતે જેલમાંથી બહાર લાવ્યા તે તેઓને કહી સંભળાવ્યું, તેમણે કહ્યું કે, એ સમાચાર યાકૂબને તથા બીજા ભાઈઓને પહોંચાડજો. પછી તે બીજી જગ્યાએ ચાલ્યો ગયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

17 પિતરે તેના હાથના ઇશારાથી તેઓને શાંત રહેવા કહ્યું. તેણે તેઓને સમજાવ્યું કે પ્રભુ તેને કેવી રીતે બંદીખાનામાંથી બહાર લાવ્યો. તેણે કહ્યું, “જે કંઈ બન્યું છે તે યાકૂબને તથા બીજા ભાઈઓને કહો.” પછી પિતર બીજી કોઇ જગ્યાએ જવા માટે ચાલ્યો ગયો.

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 12:17
28 Iomraidhean Croise  

તે જુલમપીડિતોના પક્ષમાં ન્યાય આપે છે; તે ભૂખ્યાંને ભોજન આપે છે. પ્રભુ બંદીવાનોને મુક્ત કરે છે;


હે ઈશ્વરના ભક્તો, આવો, અને સાંભળો. તેમણે મારે માટે કરેલાં બધાં કાર્ય હું કહી બતાવીશ.


જ્યારે એક નગરમાં તમારી સતાવણી થાય, ત્યારે બીજામાં નાસી જાઓ. હું તમને સાચે જ કહું છું: ’માનવપુત્રનું આગમન થાય તે પહેલાં ઇઝરાયલનાં બધાં નગરોમાં તમે તમારું સેવાકાર્ય પૂર્ણ કરી શકશો નહિ.’


શું એ તો સુથાર, મિર્યામનો પુત્ર તથા યાકોબ, યોસે, યહૂદા અને સિમોનનો ભાઈ નથી? શું તેની બહેનો અહીં રહેતી નથી?” એમ તેમણે તેમનો ઇનકાર કર્યો.


બહાર આવીને તે લોકોની સાથે કંઈ બોલી શક્યો નહિ; તેથી તેમને ખબર પડી કે તેને મંદિરમાં કંઈક દર્શન થયું છે. કારણ, તેણે પોતાના હાથથી તેમને ઈશારા કર્યા.


પછી યર્દનને સામે પાર જ્યાં પહેલાં યોહાન બાપ્તિસ્મા આપતો હતો તે સ્થળે ઈસુ પાછા ગયા અને ત્યાં રહ્યા.


તેથી ઈસુએ જાહેર રીતે યહૂદિયામાં ફરવાનું બંધ કર્યું, અને ત્યાંથી નીકળીને વેરાન પ્રદેશમાં આવેલા એફ્રાઈમના એક નજીકના ગામમાં ચાલ્યા ગયા અને પોતાના શિષ્યો સાથે ત્યાં રહ્યા.


સિમોન પિતરે તેને ઇશારો કરીને કહ્યું, “તે કોના સંબંધી વાત કરે છે તે પૂછી જો.”


એ પછી ઈસુએ ગાલીલમાં મુસાફરી કરી. તેઓ યહૂદિયામાં ફરવા માગતા ન હતા; કારણ, યહૂદી અધિકારીઓ તેમને મારી નાખવાનો લાગ શોધતા હતા.


ત્યારે તેમણે તેમને મારવા પથ્થરો લીધા, પરંતુ ઈસુ સંતાઈ જઈને મંદિરમાંથી બહાર નીકળી ગયા.


થોડાક દિવસો પછી આશરે એક્સો વીસ વિશ્વાસીઓ એકત્ર થયા હતા. ત્યારે પિતરે ઊભા થઈને કહ્યું,


તે દરમિયાન પિતરે બારણું ખટખટાવ્યા કર્યું. અંતે તેમણે બારણું ખોલ્યું, અને તેને જોઈને તેઓ આભા બની ગયા.


સવાર પડી ત્યારે ચોકીદારો મોટી મૂંઝવણમાં મુકાઈ ગયા હતા: “પિતરનું થયું શું?”


પાઉલ ઊભો થયો અને શાંત રહેવા હાથથી ઇશારો કરીને બોલવા લાગ્યો: “ઈશ્વરનો ડર રાખનાર ઇઝરાયલી ભાઈઓ અને સર્વ બિનયહૂદીઓ, સાંભળો!


તેમણે વક્તવ્ય પૂરું કર્યું એટલે યાકોબ બોલી ઊઠયો, “ભાઈઓ, મારું સાંભળો!


પાઉલ અને સિલાસ જેલમાંથી લુદિયાને ઘેર ગયા. ત્યાં ભાઈઓને મળ્યા અને તેમને ઉત્તેજન આપીને ત્યાંથી વિદાય થયા.


કેટલાક લોકોએ માની લીધું કે આ બધા માટે એલેકઝાંડર જવાબદાર હતો. કારણ, યહૂદીઓએ તેને આગળ મોકલ્યો. પછી એલેકઝાંડરે હાથથી ઇશારો કરીને લોકો સમક્ષ બચાવ અર્થે બોલવા પ્રયત્ન કર્યો.


બીજે દિવસે પાઉલ અમને લઈને યાકોબને મળવા ગયો; મંડળીના સર્વ આગેવાનો હાજર હતા.


અફસરે તેને પરવાનગી આપી એટલે પાઉલ પગથિયાં પર ઊભો રહ્યો અને લોકોને શાંત રહેવા હાથથી ઇશારો કર્યો. લોકો શાંત પડયા એટલે પાઉલ તેમની સાથે હિબ્રૂ ભાષામાં બોલ્યો:


વિશ્વાસી ભાઈઓએ અમારે વિષે સાંભળ્યું એટલે છેક ‘આપ્પિયસનું બજાર’ તેમ જ ‘ત્રણ ધર્મશાળા’ નામનાં સ્થળો સુધી અમને સામા મળવા આવ્યા. પાઉલે તેમને જોયા ત્યારે તેણે ઈશ્વરનો આભાર માન્યો અને તેનામાં હિંમત આવી.


તેમનામાંના ઘણા હજી જીવંત છે; તો કેટલાક મૃત્યુ પામ્યા છે. ત્યાર પછી તેમણે યાકોબને દર્શન દીધું.


ત્યારે પણ પ્રભુના ભાઈ યાકોબ સિવાય બીજા કોઈ પ્રેષિતને હું મળ્યો નહોતો.


યાકોબે મોકલેલા કેટલાક માણસો ત્યાં આવી પહોંચ્યા તે પહેલાં પિતર બિનયહૂદી ખ્રિસ્તીઓ સાથે ભોજન લેતો હતો. પણ જ્યારે એ માણસો આવી પહોંચ્યા, ત્યારે તે પાછો હઠી ગયો અને તેમની સાથે ભોજન લેવાનું બંધ કર્યું. કારણ, બિનયહૂદીઓની પણ સુન્‍નત થવી જોઈએ એવું મંતવ્ય ધરાવનારાઓની તેને બીક લાગી.


આમ, મંડળીના સ્તંભરૂપ ગણાતા યાકોબ, પિતર અને યોહાનને ખાતરી થઈ કે ઈશ્વરે મને આ ખાસ કાર્ય સોંપ્યું છે અને તેથી તેમણે બાર્નાબાસનો અને મારો સત્કાર કર્યો. સહકાર્યકરો તરીકે અમે સૌ સંમત થયા કે અમારે બિનયહૂદીઓ મયે કાર્ય કરવું અને તેઓ યહૂદીઓ મયે કાર્ય કરે.


ઈશ્વરના અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના સેવક તરફથી વિવિધ સ્થળે દુનિયામાં વિખેરાઈ ગયેલાં બારે કુળને શુભેચ્છા.


Lean sinn:

Sanasan


Sanasan