Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 11:23 - પવિત્ર બાઇબલ C.L.

23 લોકોને ઈશ્વરની કૃપા મળેલી જોઈને તેને ખૂબ આનંદ થયો. તેણે સૌને પોતાના પૂરા દયથી પ્રભુને નિષ્ઠાપૂર્વક વળગી રહેવા આગ્રહ કર્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 તે ત્યાં આવ્યો, ત્યારે ઈશ્વરની કૃપા જોઈને તે આનંદ પામ્યો. અને તેણે તેઓ સર્વને દઢ મનથી પ્રભુને વળગી રહેવાનો બોધ કર્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 તે ત્યાં આવ્યો, ત્યારે ઈશ્વરની કૃપા જોઈને તે આનંદ પામ્યો; અને તેણે તેઓ સર્વને દ્દ્રઢ હૃદયથી પ્રભુને વળગી રહેવાનો બોધ કર્યો;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

23-24 બાર્નાબાસ એક સારો માણસ હતો. તે પવિત્ર આત્માથી અને પૂર્ણ વિશ્વાસથી ભરપૂર હતો. જ્યારે બાર્નાબાસ અંત્યોખ ગયો. તેણે જોયું કે દેવે આ લોકોને ઘણા આશીર્વાદ આપ્યા છે, આથી બાર્નાબાસ ઘણો પ્રસન્ન થયો. તેણે અંત્યોખમાં બધા વિશ્વાસીઓને પ્રોત્સાહન આપ્યું. તેણે તેઓને કહ્યું, “તમારો વિશ્વાસ કદી ગુમાવો નહિ, હંમેશા તમારા ખરા હ્રદયપૂર્વક પ્રભુની આજ્ઞાઓ માનો,” ઘણા બધા લોકો પ્રભુ ઈસુના શિષ્યો બન્યા.

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 11:23
37 Iomraidhean Croise  

તે પ્રભુ પ્રત્યે નિષ્ઠાવાન હતો અને તેમને અનુસરવાથી પાછો હટયો નહિ, પણ પ્રભુએ મોશેને આપેલી સર્વ આજ્ઞાઓનું તે કાળજીપૂર્વક પાલન કરતો.


તમે મારા દયને પારખ્યું છે, રાત્રિને સમયે પણ તમે મારું નિરીક્ષણ કરો છો, તમે મારી પરીક્ષા કરી છે, અને મારામાં કંઈ બુરાઈ મળી નથી; મેં મારે મુખે પણ અપરાધ કર્યો નથી.


મારા પુત્ર, તારું હૃદય જ્ઞાન પ્રાપ્ત કરશે, તો મારા દિલને આનંદ થશે.


લૂંટારાની માફક તે રાહ જોઈને બેસે છે, અને ઘણા પુરુષોને બેવફા બનાવે છે.


પણ દાનિયેલે પોતાના મનમાં નિશ્ર્વય કર્યો કે રાજાનું ભોજન કે તેનો દ્રાક્ષાસવ લઈને હું મારી જાતને ભ્રષ્ટ કરીશ નહિ. તેથી તેણે આશ્પનાઝની મદદ માગી.


ત્યાર પછી ઈસુએ શિષ્યોને કહ્યું, જો કોઈ મને અનુસરવા માગે, તો તેણે પોતાની જાતને ભૂલી જવી; અને પોતાનો ક્રૂસ ઊંચકીને મને અનુસરવું.


ઈસુએ તેમનો વિશ્વાસ જોઈને લકવાવાળા માણસને કહ્યું, “મારા દીકરા, તારાં પાપ માફ કરવામાં આવે છે.”


તમે મારામાં વસો અને હું તમારામાં વસીશ. વેલામાં રહ્યા વગર ડાળી ફળ આપી શક્તી નથી. તે જ પ્રમાણે તમે મારામાં ન વસો તો ફળ આપી શક્તા નથી.


લોકો સભામાંથી વિખેરાયા પછી ઘણા યહૂદીઓ અને યહૂદી ધર્મ સ્વીકારનારા ઘણા બિનયહૂદીઓ પાઉલ અને બાર્નાબાસની પાછળ પાછળ ગયા. પ્રેષિતોએ તેમની સાથે વાત કરી અને ઈશ્વરની કૃપામાં જીવન ગાળવા તેમને ઉત્તેજન આપ્યું.


તેમણે શિષ્યોને દઢ કર્યા અને તેમને વિશ્વાસમાં મક્કમ રહેવાનો અનુરોધ કર્યો. તેમણે શીખવ્યું, “ઈશ્વરના રાજમાં પ્રવેશવા માટે આપણે ઘણાં સંકટોમાં થઈને પસાર થવાની જરૂર છે.”


ત્યાંથી તેઓ જળમાર્ગે અંત્યોખ આવ્યા. જે સેવાકાર્ય તેમણે હાલ પૂરું કર્યું તે માટે તેમને અહીંથી જ ઈશ્વરની કૃપાને સહારે સોંપવામાં આવ્યા હતા.


જ્યારે પ્રભુની કૃપાના આધારે ભાઈઓની સોંપણી કર્યા પછી સિલાસને લઈને પાઉલ ચાલી નીકળ્યો.


“હું મારું સેવાકાર્ય સંપૂર્ણ કરું અને પ્રભુ ઈસુએ મને સોંપેલું કાર્ય પૂરું કરું તે માટે હું મારા જીવને પણ વહાલો ગણતો નથી. એ કાર્ય તો ઈશ્વરની કૃપાનો શુભસંદેશ જાહેર કરવાનું છે.


“અને હવે હું તમને ઈશ્વરને તેમ જ તેમની કૃપાના સંદેશને સોંપું છું. તે તમારું ઘડતર કરવાને અને તેના અલગ કરાયેલા સર્વ લોકો માટે રાખી મૂકેલી આશિષો આપવાને સમર્થ છે.


સાયપ્રસમાં જન્મેલો લેવી કુળનો યોસેફ, જેનું નામ પ્રેષિતોએ બાર્નાબાસ, અર્થાત્ પ્રોત્સાહનનો પુત્ર પાડયું હતું.


બીજાને ઉત્તેજન આપવાનું દાન હોય, તો તેમ કરવું જોઈએ. બીજાની સાથે પોતાનો હિસ્સો વહેંચવાનો હોય, તો ઉદારતાથી આપવું. જેની પાસે અધિકાર છે, તેણે ખંતથી ક્મ કરવું. જે બીજાઓ ઉપર ભલાઈ કરે છે, તેણે હસતે મુખે કરવી.


આથી મારા પ્રિય ભાઈઓ, સ્થિર અને દૃઢ થાઓ અને પ્રભુના કાર્યમાં સતત લાગુ રહો, કારણ, તમને ખબર છે કે પ્રભુની સેવા માટે તમે જે કંઈ કરો છો તે નિરર્થક નથી.


આ મુલાકાતના આયોજનમાં શું હું ઢચુપચુ છું? જ્યારે હું આયોજન કરું છું ત્યારે તેમાં શું હું સ્વાર્થ શોધું છું? એક જ સમયે “હા, આવીશ” તેમ જણાવીને તરત જ “ના, નહિ આવું” એવું કહું છું?


ઈશ્વરના સહકાર્યકરો તરીકે અમે તમને આગ્રહપૂર્વક વિનંતી કરીએ છીએ: તમને મળેલી ઈશ્વરની કૃપા નિરર્થક થવા ન દો.


“તમે તમારા ઈશ્વર પ્રભુ પ્રત્યે ભક્તિભાવ દાખવો અને માત્ર તેમની જ ભક્તિ કરો અને તેમને દૃઢતાથી વળગી રહો અને તેમને નામે જ શપથ લો.


તમારા ઈશ્વર પ્રભુ પર પ્રેમ રાખવાનું, તેમની વાણીને આધીન થવાનું અને તેમને નિષ્ઠાપૂર્વક વળગી રહેવાનું પસંદ કરો; કારણ, તેથી તમે જીવન પામશો અને દીર્ઘ આયુષ્ય ભોગવશો, અને જે દેશ તમારા પૂર્વજો અબ્રાહામ, ઇસ્હાક અને યાકોબને આપવાના પ્રભુએ તેમની સમક્ષ શપથ લીધા હતા તેમાં તમે લાંબો સમય વાસ કરશો.”


તમે પ્રથમ ઈશ્વરની કૃપા વિષે સાંભળ્યું અને તેની સત્યતા વિષે જાણ્યું એ દિવસથી તમારામાં જેમ બની રહ્યું છે તેમ જ શુભસંદેશ આશિષો લાવે છે અને સમગ્ર દુનિયામાં ફેલાય છે.


પણ તેં તો સારા શિક્ષણનું,


પણ પ્રભુના સેવક મોશેએ તમને ફરમાવેલ નિયમનું પાલન કરવામાં ચીવટ દાખવજો: તમારા ઈશ્વર પ્રભુ પર પ્રેમ કરો, તેમની ઇચ્છા અનુસાર વર્તો, તેમની આજ્ઞાઓ પાળો, તેમને વફાદાર રહો અને તમારા પૂરા દિલથી અને પૂરા જીવથી તેમની સેવા કરો.”


એને બદલે, તમે આજ સુધી રહ્યા છો તેમ યાહવેને વફાદાર રહો.


સિલ્વાનસ, જેને હું વિશ્વાસુ ભાઈ ગણું છું તેની મદદથી આ ટૂંકો પત્ર હું તમને પાઠવું છું. હું તમને પ્રોત્સાહન આપવા માગું છું અને આ જ ઈશ્વરની સાચી કૃપા છે એવી મારી સાક્ષી આપવા માગું છું. તેમાં તમે અડગ રહો.


મારાં બાળકો, તેમનામાં રહો, જેથી તેમના આગમનના દિવસે આપણામાં હિંમત હોય અને તેમની સમક્ષ શરમને કારણે પોતાને સંતાડવાની જરૂર રહે નહિ.


મારાં બાળકો સત્યને અનુસરે છે તે જાણીને મને સૌથી વધારે આનંદ થાય છે.


કારણ, કેટલાક નાસ્તિકો આપણામાં ખબર ન પડે એવી રીતે ધૂસી ગયા છે. પોતાના અનૈતિક સંબંધોને યોગ્ય ઠરાવવા માટે તેઓ ઈશ્વરની કૃપાનો દુરુપયોગ કરે છે અને ઈસુ ખ્રિસ્ત, જે એકલા જ આપણા માલિક અને પ્રભુ છે, તેમનો ઇનકાર કરે છે. આ લોકોને થનાર સજા વિષે શાસ્ત્રમાં બહુ પ્રાચીન સમયથી લખવામાં આવ્યું છે.


Lean sinn:

Sanasan


Sanasan