Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 11:21 - પવિત્ર બાઇબલ C.L.

21 પ્રભુનું પરાક્રમ તેમની સાથે હતું અને ઘણા લોકોએ વિશ્વાસ કર્યો અને પ્રભુ તરફ ફર્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 પ્રભુનો હાથ તેઓની સાથે હતો, અને ઘણા લોકો વિશ્વાસ કરીને પ્રભુ તરફ વળ્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 પ્રભુનો હાથ તેઓની સાથે હતો, અને ઘણાં લોકો વિશ્વાસ કરીને પ્રભુ તરફ વળ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

21 પ્રભુ વિશ્વાસીઓને મદદ કરતો હતો અને એક મોટો લોકોનો સમૂહ પ્રભુમાં માનવા લાગ્યો અને તેને અનુસરવા લાગ્યો.

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 11:21
19 Iomraidhean Croise  

પ્રભુના ફરમાવ્યા મુજબ રાજા અને તેના અધિકારીઓએ જે આદેશ આપ્યા તે પ્રમાણે કરવાને ઈશ્વરના પરાક્રમી પ્રભાવે યહૂદિયાના લોકોને એકદિલ કર્યા.


તેમણે પહેલા માસની પહેલી તારીખે બેબિલોનથી મુસાફરી શરૂ કરી અને ઈશ્વરની મદદથી પાંચમા માસની પહેલી તારીખે આવી પહોંચ્યા.


તેમણે ઇદ્દો તથા ક્સિફિયામાં વસતા તેના સાથીઓ, એટલે મંદિરના સેવકોને એવો સંદેશો પહોંચાડવાનો હતો કે મંદિરમાં ઈશ્વરની સેવા માટે તેઓ સેવકો મોકલી આપે.


વળી, ઈશ્વર મારી સાથે છે અને તેમણે મને મદદ કરી છે તે વિષે તથા રાજાએ મને મદદ કરી છે તે વિષે તથા રાજાએ મને જે જે કહ્યું હતું તે બધું મેં તેમને જણાવ્યું. તેમણે જવાબ આપ્યો, “ચાલો, પુનરોદ્ધારનું કાર્ય શરૂ કરીએ.” એમ તેઓ એ ઉમદા કાર્ય શરૂ કરવાને તૈયાર થઈ ગયા.


મેં તેમને રાજાના વનસંરક્ષક આસાફ પર પણ પત્ર લખી આપવા જણાવ્યું કે જેથી તે મને મંદિરના કિલ્લાના દરવાજાઓ માટે, શહેરના કોટ માટે અને મારા નિવાસસ્થાન માટે ઇમારતી લાકડાં આપે. ઈશ્વર મારી સાથે હતા અને તેથી રાજા પાસે મેં જે કંઈ માગ્યું તે બધું તેમણે મંજૂર કર્યું.


પણ અમે સાંભળેલા સંદેશા પર કોણે વિશ્વાસ મૂક્યો છે? કોની આગળ પ્રભુનો ભુજ પ્રગટ થયો છે?


સાચે જ પ્રભુનો હાથ એટલો ટૂંકો થઈ ગયો નથી કે તે તમને બચાવી લેવાને પહોંચી ન શકે; અને તેમના કાન એવા મંદ થઈ ગયા નથી કે તે તમારું સાંભળી ન શકે.


જેમણે સાંભળ્યું તેઓ વિચારમાં પડી ગયા અને પૂછવા લાગ્યા, “આ છોકરો કેવો બનશે?” કારણ, તેની સાથે ઈશ્વરનું સામર્થ્ય હતું.


બાર્નાબાસ પવિત્ર આત્મા અને વિશ્વાસથી ભરપૂર હતો અને સારો માણસ હતો. ઘણા લોકોને પ્રભુ તરફ દોરી લાવવામાં આવ્યા.


યાકોબે બોલવાનું ચાલુ રાખ્યું, “મારા અભિપ્રાય પ્રમાણે ઈશ્વર તરફ ફરતા બિનયહૂદીઓનો બોજ આપણે વધારવો જોઈએ નહિ. એને બદલે, આપણે તેમના પર પત્ર લખીએ કે,


અને ઈશ્વરની પ્રશંસા કરતા. બધા લોકો તેમના પર પ્રસન્‍ન હતા. પ્રભુ ઉદ્ધાર પામનારાઓને રોજરોજ તેમની સંગતમાં ઉમેરતા હતા.


પણ સંદેશો સાંભળનારાઓમાંના ઘણાએ વિશ્વાસ કર્યો; અને વિશ્વાસ કરનાર પુરુષોની સંખ્યા આશરે પાંચ હજારની થઈ.


પ્રભુ પર વિશ્વાસ કરનારાઓની સંગતમાં વધારે અને વધારે સ્ત્રીપુરુષો ઉમેરાતાં ગયાં.


પ્રભુના સંદેશનો પ્રચાર વધતો રહ્યો. યરુશાલેમમાં શિષ્યોની સંખ્યા વધતી જ ગઈ અને ઘણી મોટી સંખ્યામાં યજ્ઞકારોએ પણ શુભસંદેશનો સ્વીકાર કર્યો.


લુદા અને શારોનમાં રહેતા બધા લોકોએ તેને જોયો, અને તેઓ પ્રભુ તરફ ફર્યા.


કારણ, અમે તમારી પાસે માત્ર શબ્દોમાં જ નહિ, પણ સામર્થ્ય, પવિત્ર આત્મા અને પૂર્ણ ખાતરી સહિત શુભસંદેશ લાવ્યા હતા. અમે તમારી સાથે હતા ત્યારે તમારા ભલા માટે કેવા પ્રકારનું જીવન જીવ્યા તે તમે જાણો છો.


Lean sinn:

Sanasan


Sanasan