Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 10:33 - પવિત્ર બાઇબલ C.L.

33 અને તેથી મેં તમને તરત બોલાવડાવ્યા, અને તમે કૃપા કરીને આવ્યા તે સારું થયું. હવે પ્રભુએ તમને જે કહેવા આજ્ઞા કરી છે તે સાંભળવા અમે બધાં અહીં ઈશ્વરની હાજરીમાં ઉપસ્થિત થયાં છીએ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

33 માટે મેં તરત તમને તેડાવ્યા. અને તમે આવ્યા તે બહુ સારું કર્યું. હવે પ્રભુએ જે વાતો તમને ફરમાવી છે, તે સર્વ સાંભળવા માટે અમે બધા અહીં ઈશ્વરની સમક્ષ હાજર થયા છીએ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

33 માટે મેં તરત તને બોલાવ્યો; અને તું આવ્યો તે તેં બહુ સારું કર્યું. હવે પ્રભુએ જે વાતો તને ફરમાવી છે, તે સર્વ સાંભળવા સારુ અમે સઘળા અહીં ઈશ્વરની સમક્ષ ઉપસ્થિત થયા છીએ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

33 તેથી મેં તાત્કાલિક તને તેડાવ્યો; અને તું આવ્યો તે તેં બહુ સારું કર્યુ. હવે પ્રભુએ જે વાતો તને કહેવા જણાવ્યું છે તે બધું સાંભળવા માટે અમે સઘળા દેવ સમક્ષ હાજર છીએ.”

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 10:33
20 Iomraidhean Croise  

પ્રભુના ફરમાવ્યા મુજબ રાજા અને તેના અધિકારીઓએ જે આદેશ આપ્યા તે પ્રમાણે કરવાને ઈશ્વરના પરાક્રમી પ્રભાવે યહૂદિયાના લોકોને એકદિલ કર્યા.


તે રૂપકકથાઓ અને ઉદાહરણોનો ગૂઢાર્થ સમજવા અને જ્ઞાનીઓનાં કથનો તથા માર્મિક વાતોનો તાગ કાઢવા માટે છે. જ્ઞાનીઓ પણ તેમનું શ્રવણ કરે અને તેમના જ્ઞાનમાં વૃદ્ધિ કરે, અને પારખશક્તિવાળા જનો માર્ગદર્શન પ્રાપ્ત કરે.


વિચારશીલ મન વિદ્યા પ્રાપ્ત કરે છે, અને જ્ઞાનીના કાન વિદ્યા પ્રત્યે સરવા હોય છે.


જ્ઞાની માણસની શિખામણ પર લક્ષ આપવા તૈયાર હોય તેવા માણસ માટે તે કાનનાં સોનેરી કુંડળ અને સોનાનાં આભૂષણ જેવી છે.


જે કોઈ પોતાને આ બાળકના જેવું નમ્ર બનાવે છે તે જ ઈશ્વરના રાજમાં મહાન છે.


પણ ઘણા જેઓ પ્રથમ છે તેઓ છેલ્લા થશે, અને જેઓ છેલ્લા છે તેઓ પ્રથમ થશે.


હું તમને સાચે જ કહું છું: જે કોઈ બાળકની માફક ઈશ્વરના રાજનો સ્વીકાર કરતું નથી, તે તેમાં કદી જ પ્રવેશ કરી શકશે નહિ.”


સિમોન પિતર નામે માણસને બોલાવવા કોઈને જોપ્પા મોકલ. દરિયાકિનારે રહેતા સિમોન ચમારને ત્યાં તે મહેમાન તરીકે ઊતર્યો છે.’


પિતરે સંબોધન શરૂ કર્યું: “હવે મને સમજ પડે છે કે ઈશ્વર સૌના પ્રત્યે સમાન ધોરણે વર્તે છે.


પાઉલે સાર આપતાં કહ્યું, “તમારે જાણવું જોઈએ કે ઉદ્ધાર વિષેનો ઈશ્વરનો સંદેશો બિનયહૂદીઓને પહોંચાડવામાં આવ્યો છે. તેઓ તો સાંભળશે.”


કોઈ પોતાની જાતને છેતરે નહિ. તમારામાંથી કોઈ એમ ધારે કે દુન્યવી ધોરણ પ્રમાણે પોતે જ્ઞાની છે, તો ખરેખર જ્ઞાની બનવા માટે તેણે મૂર્ખ બનવું.


મારી બીમારીને લીધે તમે કટોકટીમાં મૂક્યા, છતાં તમે મારો તિરસ્કાર કર્યો નહિ કે મને કાઢી મૂક્યો નહિ. એને બદલે, હું જાણે કે ઈશ્વરનો દૂત હોઉં અથવા ખુદ ખ્રિસ્ત ઈસુ હોઉં તેમ તમે મારો આદરસત્કાર કર્યો.


વળી, તે સમુદ્રને પેલે પાર નથી કે તમારે એમ પૂછવું પડે કે, ‘કોણ અમારે માટે સમુદ્રને પેલે પાર જઈને તે અમારી પાસે લાવે કે અમે તે સાંભળીએ અને તેનું પાલન કરીએ?’


અમે હંમેશાં ઈશ્વરનો આભાર માનીએ છીએ, કારણ, અમે તમારી પાસે ઈશ્વરનો સંદેશો લાવ્યા ત્યારે તમે તેને માણસોના સંદેશા તરીકે નહિ, પણ ઈશ્વરના સંદેશા તરીકે સાંભળ્યો અને તેનો સ્વીકાર કર્યો અને હકીક્તમાં તો તે ઈશ્વરનો જ સંદેશો છે. કારણ, તમ વિશ્વાસ કરનારાઓમાં ઈશ્વર કાર્ય કરી રહેલા છે.


મારા પ્રિય ભાઈઓ, આટલું યાદ રાખો: દરેકે સાંભળવામાં તત્પર, બોલવામાં ધીરા અને ગુસ્સે થવામાં ધીમા થવું જોઈએ.


આથી તમારામાંથી કુટેવો અને દુષ્ટતા દૂર કરો. ઈશ્વરને આધીન થાઓ અને તમારો ઉદ્ધાર થાય માટે તમારાં હૃદયોમાં ઈશ્વરે વાવેલો સંદેશ ગ્રહણ કરો.


Lean sinn:

Sanasan


Sanasan