Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 10:17 - પવિત્ર બાઇબલ C.L.

17 જે સંદર્શન જોયું તેના અર્થ વિષે પિતર વિચારતો હતો. એવામાં કર્નેલ્યસના માણસોને સિમોનનું ઘર મળી ગયું, અને તેઓ દરવાજે ઊભા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 હવે આ જે દર્શન મને થયું છે તેનો શો અર્થ હશે, એ વિષે પિતર બહુ ગૂંચવાતો હતો એવામાં, જુઓ, કર્નેલ્યસે મોકલેલા માણસો સિમોનનું ઘર પૂછતા પૂછતા બારણા આગળ આવીને ઊભા રહ્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 હવે આ જે દર્શન મને થયું છે તેનો શો અર્થ હશે, એ વિષે પિતર બહુ મૂંઝાતો હતો એવામાં, જુઓ, કર્નેલ્યસે મોકલેલા માણસો સિમોનનું ઘર પૂછતાં પૂછતાં બારણા આગળ આવીને ઊભા રહ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

17 પિતર મુંઝાઈ ગયો. આ દર્શનનો અર્થ શો? કર્નેલિયસે જે માણસોને મોકલ્યા હતા તેઓએ સિમોનનું ઘર શોધી કાઢ્યું. તેઓ દરવાજા પાસે આવીને ઊભા રહ્યાં.

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 10:17
9 Iomraidhean Croise  

બધાના પગ ધોયા પછી પોતાનો ઝભ્ભો પહેરીને ઈસુ પોતાને સ્થાને જઈને બેઠા અને પૂછયું, “મેં તમને શું કર્યું તેની સમજ પડી?


એકવાર બપોરે ત્રણ વાગ્યે તેને સંદર્શન થયું. તેમાં તેણે સ્પષ્ટ રીતે ઈશ્વરના દૂતને તેની પાસે આવીને “કર્નેલ્યસ!” એમ કહેતો જોયો.


આશ્ર્વર્ય અને ગૂંચવણમાં પડી જવાથી તેઓ બધા અરસપરસ પૂછવા લાગ્યા, “આ શું હશે?”


આ બાબતો વિષે કેવી રીતે માહિતી મેળવવી એનો નિર્ણય હું કરી શક્યો નહિ. તેથી મેં પાઉલને પૂછયું કે તું યરુશાલેમ જવા અને આ આરોપ અંગે તારા પર ક્મ ચાલે તે માટે તૈયાર છે?


એ સાંભળીને મંદિરના સંરક્ષકોના અધિકારી અને મુખ્ય યજ્ઞકારો પ્રેષિતોનું શું થયું હશે તે અંગે વિમાસણમાં પડી ગયા.


દમાસ્ક્સમાં અનાન્યા નામે એક શિષ્ય હતો. પ્રભુએ તેને દર્શન દઈને કહ્યું, “અનાન્યા!” તેણે જવાબ આપ્યો, “પ્રભુ, હું આ રહ્યો.”


જોપ્પામાં સિમોન નામના એક ચમારને ત્યાં પિતર ઘણા દિવસ રહ્યો.


તે ઉદ્ધાર કયે સમયે અને કેવી રીતે આવશે તે શોધવા તેમણે પ્રયત્ન કર્યો હતો. ખ્રિસ્તે સહન કરવાનાં દુ:ખો વિષે અને તે પછી તેમને મળનાર મહિમા વિષે પવિત્ર આત્માએ ભવિષ્યકથન કર્યું ત્યારે તેમનામાં વસતા ખ્રિસ્તના આત્માએ તેમને તેમનો સમય જણાવ્યો હતો.


Lean sinn:

Sanasan


Sanasan