Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 10:1 - પવિત્ર બાઇબલ C.L.

1 કાઈસારિયામાં કર્નેલ્યસ નામે એક માણસ હતો. તે રોમન લશ્કરીદળની ‘ઇટાલિયન ટુકડી’નો સૂબેદાર હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 હવે કાઈસારિયામાં કર્નેલ્યસ નામે એક માણસ ‘ઇટાલિયન’ નામે ઓળખાતી પલટણનો સેનાપતિ હતો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 હવે કાઈસારિયામાં કર્નેલ્યસ નામે એક માણસ ઇટાલિયન નામે ઓળખાતી પલટણનો સૂબેદાર હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 કૈસરિયા શહેરમાં કર્નેલિયસ નામે એક માણસ રહેતો હતો. તે લશ્કરની એક પલટનનો સૂબેદાર હતો જે ઈટાલિયન કહેવાતો.

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 10:1
19 Iomraidhean Croise  

ત્યાર પછી પિલાતના સૈનિકો ઈસુને રાજ્યપાલના મહેલમાં લઈ ગયા અને સૈનિકોની ટુકડી તેમની આસપાસ એકઠી થઈ.


ઈસુની ચોકી કરતા સૂબેદાર તથા તેની સાથેના સૈનિકોને ધરતીકંપ તથા બીજા બનાવો જોઈને બીક લાગી. તેમણે કહ્યું, ખરેખર, તે ઈશ્વરપુત્ર હતા.


સૈનિકો ઈસુને રાજ્યપાલના મહેલના ચોકમાં લઈ ગયા અને ટુકડીના બાકીનાઓને પણ બોલાવ્યા.


ત્યાં એક રોમન સૂબેદારનો નોકર બીમાર હતો અને મરવાની અણી પર હતો. એ નોકર તેને ઘણો પ્રિય હતો.


સૈનિકોની ટુકડીએ, તેમના અમલદારે અને યહૂદી સંરક્ષકોએ ઈસુની ધરપકડ કરી અને તેમને બાંધીને પ્રથમ આન્‍નાસ પાસે લઈ ગયા.


તેથી પોતાની સાથે સૈનિકોને તેમજ મુખ્ય યજ્ઞકારો અને ફરોશીઓએ મોકલેલા મંદિરના સંરક્ષકોને લઈને યહૂદાએ બગીચામાં પ્રવેશ કર્યો. તેઓ પાસે હથિયારો, ફાનસો તથા મશાલો હતાં.


બીજે દિવસે તે કાઈસારિયા આવી પહોંચ્યો; ત્યાં કર્નેલ્યસ પોતાનાં સગાસંબંધીઓ તથા નિકટના આમંત્રિત મિત્રો સહિત તેની રાહ જોતો હતો.


ટોળું પાઉલને મારી નાખવાનો પ્રયાસ કરતું હતું એવામાં રોમન લશ્કરી ટુકડીના અફસરને ખબર પહોંચી કે આખા યરુશાલેમમાં હુલ્લડ ફાટી નીકળ્યું છે.


ત્યાંથી નીકળીને અમે બીજે દિવસે કાઈસારિયા આવી પહોંચ્યા. ત્યાં અમે સુવાર્તિક ફિલિપને ઘેર રહ્યા. યરુશાલેમમાં જે સાત સેવકો પસંદ કરવામાં આવ્યા હતા તેઓમાંનો તે એક હતો.


પણ તેમણે તેને ફટકા મારવાને બાંધ્યો, ત્યારે પાઉલે ત્યાં ઊભેલા અધિકારીને કહ્યું, “જેના પર કોઈ ગુનો સાબિત થયો ન હોય તેવા રોમન નાગરિકને ફટકા મારવા એ શું ક્યદેસર છે?”


પછી અફસરે તેના બે અધિકારીઓને બોલાવીને કહ્યું, “સિત્તેર ઘોડેસ્વારો, અને બસો ભાલદારો અને બસો સૈનિકોને કાઈસારિયા જવા તૈયાર કરો, અને આજે રાત્રે નવ વાગે નીકળવા માટે તૈયાર રહો.


તેઓ તેને કાઈસારિયા લઈ ગયા, રાજ્યપાલને પત્ર આપ્યો અને પાઉલને સોંપ્યો.


ફેસ્તસ પોતાના પ્રાંતમાં આવ્યો. ત્રણ દિવસ પછી તે કાઈસારિયાથી યરુશાલેમ ગયો.


થોડા સમય પછી આગ્રીપા રાજા અને બેરનીકે રાણી ફેસ્તસની મુલાકાતે આવ્યાં.


અમારે વહાણમાં બેસી ઇટાલી જવું એવું નક્કી થયું એટલે તેમણે પાઉલ અને બીજા કેટલાક કેદીઓને “સમ્રાટની ટુકડી” નામે ઓળખાતી રોમન લશ્કરી ટુકડીના અધિકારી જુલિયસને સુપરત કર્યા.


પણ પાઉલે લશ્કરના અધિકારી અને સૈનિકોને કહ્યું, “જો આ ખલાસીઓ વહાણ પર નહિ રહે, તો તમે બચી શકશો નહિ.”


પણ લશ્કરનો અધિકારી પાઉલને બચાવવા માગતો હોવાથી તેણે તેમને તેમ કરતાં અટકાવ્યા. એને બદલે, તેણે બધા માણસોને હુકમ આપ્યો કે જેમને તરતાં આવડતું હોય તેઓ પ્રથમ વહાણમાંથી કૂદી પડીને કિનારે જતા રહે.


ફિલિપે જાણ્યું કે તેને આશ્દોદમાં લાવવામાં આવ્યો છે. તે કાઈસારિયા આવ્યો ત્યાં સુધી તે બધાં નગરોમાં શુભસંદેશનો પ્રચાર કરતો ગયો.


Lean sinn:

Sanasan


Sanasan