Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 1:3 - પવિત્ર બાઇબલ C.L.

3 પોતાના મરણ બાદ પોતે જીવતા થયા છે એ અંગેના સચોટ પુરાવા તેમણે તેમને આપ્યા. તેમણે ચાલીસ દિવસ દરમિયાન તેમને ઘણીવાર દર્શન દઈને ઈશ્વરના રાજ સંબંધી જણાવ્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 મરણ સહ્યા પછી તેમણે પોતે સજીવન થયાની ઘણી સાબિતી આપી, અને ચાળીસ દિવસ દરમિયાન તે તેઓને દર્શન આપતા, અને ઈશ્વરના રાજ્ય વિષેની વાતો કહેતા રહ્યા;

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 ઈસુએ મરણ સહ્યાં પછી તેઓને ઘણી સાબિતીઓથી પોતાને સજીવન થયેલા બતાવ્યા, ચાળીસ દિવસ સુધી તે તેઓની સમક્ષ પ્રગટ થતાં અને ઈશ્વરના રાજ્ય વિશેની વાતો કહેતાં રહ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 આ ઈસુના મૃત્યુ પછીની વાત હતી. પણ તેણે પ્રેરિતોને બતાવ્યું કે તે જીવંત છે. ઈસુએ ઘણાં સાર્મથ્યશાળી પરાક્રમો કરીને આ સાબિત કર્યુ. પ્રેરિતોને ઈસુના મૃત્યુમાંથી સજીવન થયા બાદ 40 દિવસ દરમ્યાન ઘણીવાર તેના દર્શન થયાં. ઈસુએ પ્રેરિતોને દેવના રાજ્ય વિષે કહ્યું.

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 1:3
27 Iomraidhean Croise  

એલિયાએ ઊઠીને ખાધું અને પીધું અને પવિત્ર પર્વત હોરેબ સુધી ચાલીસ દિવસ ચાલતાં જવા તેનામાં ખોરાકથી જરૂરી શક્તિ આવી.


ઈસુએ સાર આપતાં કહ્યું, તે જ પ્રમાણે ઈશ્વરનું રાજ તમારી પાસેથી છીનવી લેવામાં આવશે અને યોગ્ય ફળ આપનાર પ્રજાને આપવામાં આવશે.


એકાએક ઈસુ તેમને મળ્યા અને તેમણે કહ્યું, તમને શાંતિ થાઓ. તેઓ તેમની નજીક આવી અને તેમનાં ચરણોમાં નમી પડીને તેમનું ભજન કર્યું.


તે કહેતો, તમારાં પાપથી પાછા ફરો.


ચાળીસ રાતદિવસ સુધી ઉપવાસ પછી ઈસુ ભૂખ્યા થયા.


શિષ્યો સાથે વાત કરી રહ્યા પછી ઈસુને સ્વર્ગમાં લઈ લેવામાં આવ્યા અને તેઓ ઈશ્વરની જમણી તરફ બિરાજમાન થયા.


અઠવાડિયા પછી ફરીથી શિષ્યો તે ઘરમાં મળ્યા હતા. થોમા પણ ત્યાં હાજર હતો. બારણાં બંધ હતાં, છતાં ઈસુએ આવીને તેમની વચમાં ઊભા રહીને કહ્યું, “તમને શાંતિ થાઓ.”


એ પછી તીબેરિયસ સરોવરને કિનારે ફરી એકવાર ઈસુએ પોતાના શિષ્યોને દર્શન આપ્યું. આ પ્રમાણે એ બન્યું:


મૃત્યુમાંથી સજીવન કરાયા પછી ઈસુએ આ ત્રીજી વાર પોતાના શિષ્યોને દર્શન આપ્યું.


અને જેઓ ગાલીલથી તેમની સાથે યરુશાલેમ આવ્યા હતા તેમને તેમણે ઘણા દિવસ સુધી દર્શન દીધું. તે લોકો ઇઝરાયલીઓ સમક્ષ તેમના સાક્ષીઓ છે.


ત્રણ માસ સુધી પાઉલે ભજનસ્થાનમાં જઈને લોકોની સાથે ચર્ચા કરી અને ઈશ્વરના રાજ સંબંધી ખાતરી કરાવવા તેમની સાથે હિંમતપૂર્વક બોલ્યો.


તેથી તેમણે પાઉલની સાથે એક દિવસ નક્કી કર્યો અને તે દિવસે તેઓ મોટી સંખ્યામાં પાઉલના નિવાસસ્થાને આવ્યા. તેણે સવારથી સાંજ સુધી તેમને સમજાવ્યું અને ઈશ્વરના રાજ વિષેનો સંદેશો આપ્યો. મોશેના નિયમશાસ્ત્રમાંથી તેમ જ સંદેશવાહકોનાં લખાણોમાંથી ઈસુ વિષેનાં કથનો ટાંકીને તેણે તેમને ખાતરી કરાવવાનો પ્રયત્ન કર્યો.


પૂરી હિંમત અને કશા અવરોધ વિના તેણે ઈશ્વરના રાજ વિષે પ્રચાર કર્યો અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિષે શિક્ષણ આપ્યું.


પણ ફિલિપ તરફથી ઈશ્વરના રાજનો શુભસંદેશ સાંભળીને સ્ત્રીપુરુષોએ ઈસુ ખ્રિસ્તના નામ પર વિશ્વાસ કર્યો અને બાપ્તિસ્મા પામ્યાં.


ઈશ્વરનું રાજ્ય ખાવાપીવામાં નથી, પણ પવિત્ર આત્માથી મળતાં સદાચાર, શાંતિ અને આનંદમાં છે.


પ્રભુની દૃષ્ટિમાં ઘૃણાસ્પદ મૂર્તિ બનાવવાનું મોટું પાપ કરવાને લીધે તે તમારા પર કોપાયમાન થયા હતા; તેથી હું પ્રભુ આગળ ઝૂકી પડયો અને ફરીથી તેમના સાંનિધ્યમાં ચાલીસ દિવસ અને ચાલીસ રાત નતમસ્તકે પડી રહ્યો; મેં ન તો કંઈ ખોરાક ખાધો કે ન તો કંઈ પાણી પીધું.


જે શિલાપાટીઓ પર પ્રભુએ તમારી સાથે કરેલો કરાર લખાયેલો હતો તે લેવા જ્યારે હું પર્વત પર ગયો, ત્યારે હું ત્યાં ચાલીસ દિવસ અને ચાલીસ રાત રહ્યો હતો, અને મેં કંઈપણ ખાધું કે પીધું નહોતું.


તે આપણને અંધકારની સત્તામાંથી છોડાવીને પોતાના પ્રિય પુત્રના રાજમાં લાવ્યા છે.


તમને પોતાનાં રાજ્ય અને મહિમાના ભાગીદાર થવા આમંત્રણ આપનાર ઈશ્વરને પસંદ પડે એવું જીવન તમે જીવો તે માટે અમે તમને બોધ કર્યો હતો, પ્રોત્સાહન આપ્યું હતું અને અનુરોધ કર્યો હતો.


અમે તમારા પર જીવનના શબ્દ વિષે લખીએ છીએ. તેનું અસ્તિત્વ શરૂઆતથી જ હતું. અમે તેને વિષે સાંભળ્યું છે અને અમારી પોતાની આંખે તે જોયું છે. અમે તે જોયું છે અને અમારા હાથે તેનો સ્પર્શ કરેલો છે.


Lean sinn:

Sanasan


Sanasan