Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 1:26 - પવિત્ર બાઇબલ C.L.

26 પછી એ બે નામ માટે તેમણે ચિઠ્ઠીઓ નાખી. માથ્થીયસનું નામ પસંદ થયું અને અગિયાર પ્રેષિતો સાથે તેની ગણના થઈ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

26 પછી તેઓએ તેઓને માટે ચિઠ્ઠીઓ નાખી, એટલે માથ્થીયસના [નામની] ચિઠ્ઠી નીકળી; પછી અગિયાર પ્રેરિતોની સાથે તે પણ પ્રેરિત તરીકે ગણાયો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

26 પછી તેઓએ તેઓને સારુ ચિઠ્ઠીઓ નાખી. તેમાં માથ્થિયાસના નામની ચિઠ્ઠી નીકળી; પછી અગિયાર પ્રેરિતોની સાથે તે પણ પ્રેરિત તરીકે ગણાયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

26 પછી પ્રેરિતોએ બેમાંથી એકની પસંદગી કરવા માટે ચિઠ્ઠીઓ નાખી. પ્રભુની ઈચ્છાનુસાર માથ્થિયાસના નામની ચિઠ્ઠી નીકળી. તેથી તે બીજા અગિયારની સાથે પ્રેરિત થયો.

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 1:26
15 Iomraidhean Croise  

એલાઝાર અને ઇથામાર બન્‍નેના વંશજોમાં મંદિરના અધિકારીઓ અને આત્મિક આગેવાનો હોવાથી ચિઠ્ઠી નાખીને તેમની વહેંચણી કરવામાં આવી.


નિયમશાસ્ત્રમાં ઠરાવ્યા પ્રમાણે, પ્રભુ અમારા ઈશ્વરને અર્પવામાં આવતાં બલિદાનોના વેદી પરના દહન માટે કયું ગોત્ર લાકડાં પૂરાં પાડશે તે અમે, એટલે લોકો, યજ્ઞકારો અને લેવીઓ પ્રતિ વરસે ચિઠ્ઠી નાખીને નક્કી કરીશું.


લોકોના આગેવાનો યરુશાલેમમાં વસ્યા. બાકીના લોકોએ દર દશ કુટુંબે એક કુટુંબ પવિત્રનગર યરુશાલેમમાં વસે તે નક્કી કરવા માટે ચિઠ્ઠીઓ નાખી; તે સિવાયના લોકોને બીજાં શહેરો અને નગરોમાં રહેવાનું હતું.


સમજદાર માટે જ્ઞાન જીવનદાયક ઝરો છે, પણ મૂર્ખ માટે તેની મૂર્ખાઈ જ સજારૂપ છે.


ઈશ્વરની ઇચ્છા જાણવા માણસો પાસાં નાખે છે; પણ નિર્ણય પ્રભુના હાથમાં છે.


ત્યાં તેણે ચિઠ્ઠી ઉપાડીને એક બકરો પ્રભુને માટે અને બીજો અઝાઝેલને માટે નક્કી કરવો.


ખલાસીઓએ એકબીજાને કહ્યું, “ચાલો, આપણે ચિઠ્ઠીઓ નાખીને શોધી કાઢીએ કે કોને લીધે આપણા પર આ આફત આવી પડી છે.” તેવું કરતાં યોનાનું નામ નીકળ્યું.


પ્રેષિતો ઈસુની પાસે એકત્ર થયા અને તેમણે જે જે કર્યું હતું અને શીખવ્યું હતું તે બધું કહી સંભળાવ્યું.


તેથી તેમણે બે વ્યક્તિનાં નામની દરખાસ્ત કરી: બાર્નાબાસ તરીકે ઓળખાતો યોસેફ (તે યુસ્તસ પણ કહેવાતો હતો), અને માથ્થીયસ.


કનાન દેશમાં વસતી સાત પ્રજાઓનો તેમણે નાશ કર્યો અને લગભગ ચારસો પચાસ વર્ષ સુધી પોતાના લોકોને તે પ્રદેશ વારસા તરીકે આપ્યો.


પછી અગિયાર પ્રેષિતો સાથે ઊભા થઈને પિતરે ઊંચે અવાજે ટોળાને ઉદ્દેશીને કહ્યું, “યહૂદી ભાઈઓ અને યરુશાલેમના બધા રહેવાસીઓ, મારું સાંભળો. આ બધું શું છે તે મને સમજાવવા દો.


પ્રભુએ મોશેને આજ્ઞા આપી હતી તે પ્રમાણે નવ કુળો અને અર્ધાકુળને યર્દનની પશ્ર્વિમ તરફનો વિસ્તાર પાસા નાખીને વહેંચવામાં આવ્યો.


યહોશુઆએ તેમને માટે પાસાં નાખીને પ્રભુની સલાહ પૂછી અને ઇઝરાયલનાં બાકી રહેલાં કુળોમાંથી પ્રત્યેક કુળને દેશનો અમુક ભાગ ફાળવી આપ્યો.


શહેરનો કોટ બાર પાયા પર બાંધેલો હતો અને એ દરેક પર એકએક એમ હલવાનના બાર પ્રેષિતોનાં નામ લખેલાં હતાં.


Lean sinn:

Sanasan


Sanasan