Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 1:13 - પવિત્ર બાઇબલ C.L.

13 તેઓ યરુશાલેમમાં પ્રવેશ્યા અને જ્યાં પિતર, યોહાન, યાકોબ, આંદ્રિયા, ફિલિપ, થોમા, બારથોલમી, માથ્થી, અલ્ફીનો પુત્ર યાકોબ, સિમોન ધર્માવેશી અને યાકોબનો પુત્ર યહૂદા રહેતા હતા તે ઓરડા ઉપર ગયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 ત્યાં આવ્યા પછી જે મેડી [પર] તેઓ રહેતા, ત્યાં તેઓ ઉપર ગયા; એટલે પિતર, યોહાન, યાકૂબ, આન્દ્રિયા, ફિલિપ તથા થોમા, બાર્થોલ્મી તથા માથ્થી, અલ્ફીનો [દીકરો] યાકૂબ તથા સિમોન ઝલોતસ, તથા યાકૂબનો ભાઈ યહૂદા ત્યાં ગયા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 તેઓ ત્યાં આવ્યા ત્યારે જે ઉપરના માળ પર તેઓ રહેતા હતા ત્યાં ગયા. એટલે પિતર, યોહાન, યાકૂબ, આન્દ્રિયા, ફિલિપ, થોમા, બર્થોલ્મી, માથ્થી, અલ્ફીનો દીકરો યાકૂબ, સિમોન ઝેલોતસ, તથા યાકૂબનો ભાઈ યહૂદા મેડી પર ગયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 તે પ્રેરિતો શહેરમાં પ્રવેશ્યા. તેઓ જ્યાં રહેતા હતા ત્યાં મેડી પરના ઓરડામાં ગયા. તે પ્રેરિતો હતા, પિતર, યોહાન, યાકૂબ, આંન્દ્રિયા, ફિલિપ, થોમા, બર્થોલ્મી, માથ્થી, યાકૂબ (અલ્ફીનો દીકરો), સિમોન (ઝલોતસ) તથા યાકૂબનો ભાઈ યહૂદા ત્યાં ગયા.

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 1:13
45 Iomraidhean Croise  

ઈસુ એ સ્થળેથી થોડે આગળ ચાલ્યા. તેમણે માથ્થી નામે એક નાકાદારને જકાતનાકા પર બેઠેલો જોયો. ઈસુએ તેને કહ્યું, મને અનુસર. માથ્થી ઊભો થયો અને ઈસુની પાછળ ચાલવા લાગ્યો.


પછી તે તમને ઉપલે માળે સજાવેલો એક મોટો ઓરડો બતાવશે. ત્યાં તમે આપણે માટે તૈયારી કરજો.” શિષ્યો ચાલી નીકળ્યા અને શહેરમાં આવ્યા તો ઈસુએ તેમને કહ્યું હતું તે જ પ્રમાણે તેમને મળ્યું;


પછી તેમણે પિતર, યાકોબ અને યોહાનને પોતાની સાથે લીધા. તે બહુ જ દુ:ખી અને શોક્તુર થવા લાગ્યા,


પછી જતાં જતાં તેમણે અલ્ફીના દીકરા લેવીને જક્તનાકા પર બેઠેલો જોયો. તે નાકાદાર હતો. ઈસુએ તેને કહ્યું, “મને અનુસર.” લેવી ઊઠીને તેમની પાછળ ગયો.


પછી તેમણે પિતર, યાકોબ અને તેના ભાઈ યોહાન સિવાય બીજા કોઈને પોતાની સાથે આવવા દીધા નહિ.


છ દિવસ પછી ઈસુ માત્ર પિતર, યાકોબ અને યોહાનને લઈને એક ઊંચા પર્વત પર એક્ંતમાં ગયા. તેઓ જોતા હતા એવામાં ઈસુનું સ્વરૂપ બદલાઈ ગયું,


એટલે તે તમને એક મોટો ઓરડો બતાવશે. ત્યાં તમે બધી તૈયારી કરજો.”


થોમાએ (અર્થાત્ “જોડિયો” તેના સાથી શિષ્યોને કહ્યું, “ચાલો, આપણે પણ જઈએ અને તેની સાથે મરી જઈએ!”


યહૂદા, જે ઈશ્કારિયોત ન હતો તેણે કહ્યું, “પ્રભુ, તમે પોતાને દુનિયા આગળ નહિ, પણ અમારી આગળ પ્રગટ કરશો, તેનું કારણ શું?”


દરવાજે ઊભેલી એ છોકરીએ પિતરને કહ્યું, “શું તું પણ એ માણસનો શિષ્ય નથી?” પિતરે જવાબ આપ્યો, “ના, હું નથી.”


સિમોન પિતર, થોમા (અર્થાત્ ‘જોડિયો’), ગાલીલમાં આવેલા કાના ગામનો નાથાનાએલ, ઝબદીના દીકરાઓ તથા ઈસુના બીજા બે શિષ્યો એકઠા મળ્યા હતા.


તેણે પોતાના હાથથી ઈશારો કરી તેમને શાંત રહેવા જણાવ્યું, અને પ્રભુ તેને કેવી રીતે જેલમાંથી બહાર કાઢી લાવ્યા તે કહી સંભળાવ્યું. “યાકોબ અને બાકીના સૌ ભાઈઓને આ વાત કહેજો,” એમ કહીને તે ત્યાંથી બીજે ક્યાંક જતો રહ્યો.


તેમણે વક્તવ્ય પૂરું કર્યું એટલે યાકોબ બોલી ઊઠયો, “ભાઈઓ, મારું સાંભળો!


પછી અગિયાર પ્રેષિતો સાથે ઊભા થઈને પિતરે ઊંચે અવાજે ટોળાને ઉદ્દેશીને કહ્યું, “યહૂદી ભાઈઓ અને યરુશાલેમના બધા રહેવાસીઓ, મારું સાંભળો. આ બધું શું છે તે મને સમજાવવા દો.


પિતરે તેમને કહ્યું, “તમે સૌ તમારાં પાપથી પાછા ફરો, અને ઈસુ ખ્રિસ્તને નામે બાપ્તિસ્મા લો; તેથી તમારાં પાપ માફ કરવામાં આવશે, અને તમે ઈશ્વરની ભેટ, એટલે કે, પવિત્ર આત્મા પામશો.


પાઉલે લોકો સમક્ષ સંદેશો આપ્યો અને મધરાત સુધી બોલવાનું ચાલુ રાખ્યું. કારણ, તે બીજે દિવસે ત્યાંથી જવાનો હતો.


પિતર અને યોહાનની હિંમત જોઈને તથા તેઓ અભણ અને સામાન્ય માણસો છે એ જાણીને ન્યાયસભાના સભ્યો આભા બની ગયા. પછી તેમને ખબર પડી કે તેઓ ઈસુના સાથીદારો હતા.


પણ પિતરે અને યોહાને તેમને જવાબ આપ્યો, “ઈશ્વરને આધીન થવા કરતાં અમે તમને આધીન થઈએ એ ઈશ્વરની નજરમાં યોગ્ય ગણાય કે કેમ તેનો નિર્ણય તમે જાતે જ કરો.


તેમનામાંના ઘણા હજી જીવંત છે; તો કેટલાક મૃત્યુ પામ્યા છે. ત્યાર પછી તેમણે યાકોબને દર્શન દીધું.


ત્યારે પણ પ્રભુના ભાઈ યાકોબ સિવાય બીજા કોઈ પ્રેષિતને હું મળ્યો નહોતો.


આમ, મંડળીના સ્તંભરૂપ ગણાતા યાકોબ, પિતર અને યોહાનને ખાતરી થઈ કે ઈશ્વરે મને આ ખાસ કાર્ય સોંપ્યું છે અને તેથી તેમણે બાર્નાબાસનો અને મારો સત્કાર કર્યો. સહકાર્યકરો તરીકે અમે સૌ સંમત થયા કે અમારે બિનયહૂદીઓ મયે કાર્ય કરવું અને તેઓ યહૂદીઓ મયે કાર્ય કરે.


ઈશ્વરના અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના સેવક તરફથી વિવિધ સ્થળે દુનિયામાં વિખેરાઈ ગયેલાં બારે કુળને શુભેચ્છા.


ઈશ્વરે પસંદ કરેલી બહેન તથા તેનાં બાળકોને, વડીલબધું તરફથી શુભેચ્છા. હું તમારા પર સાચા દિલથી પ્રેમ કરું છું. માત્ર હું જ નહિ, પણ સત્ય જાણનાર સૌ તમારા પર પ્રેમ કરે છે.


જેમને આમંત્રણ આપવામાં આવ્યું છે, જેઓ ઈશ્વરપિતાને પ્રિય છે અને જેમને ઈસુ ખ્રિસ્ત માટે સાચવી રાખવામાં આવ્યા છે તેમને ઈસુ ખ્રિસ્તના સેવક અને યાકોબના ભાઈ યહૂદા તરફથી શુભેચ્છા.


Lean sinn:

Sanasan


Sanasan