Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 1:10 - પવિત્ર બાઇબલ C.L.

10 તે જતા હતા ત્યારે તેઓ આકાશ તરફ એકીનજરે જોઈ રહ્યા હતા. એવામાં સફેદ પોશાક પહેરેલા બે પુરુષો એકાએક તેમની નજીક આવી ઊભા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 તે જતા હતા ત્યારે તેઓ આકાશ તરફ એકી નજરે જોઈ રહેતા હતા, એવામાં શ્વેત વસ્‍ત્ર પહેરેલા બે પુરુષ તેઓની પાસ ઊભા રહેલા હતા;

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 તે જતા હતા ત્યારે તેઓ સ્વર્ગ તરફ અનિમેષ નયને જોઈ રહ્યા હતા, એવામાં ચળકતાં વસ્ત્ર પહેરેલા બે દૂત તેઓની પાસે ઊભા રહ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 ઈસુ દૂર જઈ રહ્યો હતો અને પ્રેરિતો આકાશમાં જોઈ રહ્યા હતા. અચાનક, બે શ્વેત વસ્ત્રધારી માણસો તેઓની બાજુમાં આવીને ઊભા.

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 1:10
12 Iomraidhean Croise  

એલિયાએ કહ્યું, “આ માગણી અત્યંત અઘરી છે. પણ જો તું મને ઊંચકાઈ જતો જોશે તો તું તે જરૂર પામીશ; પણ જો તું મને જતો નહિ જુએ તો નહિ મળે.”


હું જોતો હતો એવામાં રાજ્યાસનો ગોઠવવામાં આવ્યાં. તેમાંના એક રાજ્યાસન પર જે પુરાતન છે તે બિરાજમાન થયા. તેમનાં વસ્ત્રો બરફના જેવાં શ્વેત હતાં અને તેમના વાળ ઊન જેવા સફેદ હતા. સળગતાં ચક્રો પર ગોઠવાયેલું તેમનું રાજ્યાસન અગ્નિથી સળગતું હતું.


તેઓ જોઈ રહ્યા હતા એવામાં ઈસુનું સ્વરૂપ બદલાઈ ગયું, તેમનો ચહેરો સૂર્યના જેવો તેજસ્વી થયો અને તેમનાં વસ્ત્ર પ્રકાશના જેવાં શ્વેત બન્યાં.


તેનો દેખાવ વીજળીના જેવો હતો અને તેનાં કપડાં બરફના જેવાં શ્વેત હતાં.


તેથી તેઓ કબરમાં દાખલ થયાં. ત્યાં તેમણે સફેદ ઝભ્ભો પહેરેલા એક જુવાન માણસને જમણી તરફ બેઠેલો જોયો અને તેઓ ગભરાઈ ગયાં.


તેઓ એ અંગે વિમાસણમાં પડી ગઈ. અચાનક ઝળહળતાં વસ્ત્રો પહેરેલા બે માણસો તેમની પાસે ઊભા રહ્યા.


જ્યાં ઈસુના શબને મૂકવામાં આવ્યું હતું ત્યાં સફેદ વસ્ત્ર પહેરેલા બે દૂતને, એકને માથાની જગ્યાએ અને બીજાને પગની જગ્યાએ બેઠેલા તેણે જોયા.


એકવાર બપોરે ત્રણ વાગ્યે તેને સંદર્શન થયું. તેમાં તેણે સ્પષ્ટ રીતે ઈશ્વરના દૂતને તેની પાસે આવીને “કર્નેલ્યસ!” એમ કહેતો જોયો.


કર્નેલ્યસે કહ્યું, “ત્રણ દિવસ પહેલાં લગભગ આ જ સમયે બપોરે ત્રણ વાગ્યે હું મારા ઘરમાં પ્રાર્થના કરતો હતો. એકાએક ચળક્તાં વસ્ત્રો પહેરેલો એક માણસ મારી સમક્ષ ઊભો રહ્યો.


પરંતુ સાર્દિસમાં હજુ કેટલાક એવા છે કે જેમનાં વસ્ત્ર મલિન થયાં નથી, તેમને હું કહું છું: તમે શ્વેત વસ્ત્રોમાં સજ્જ થઈને મારી સાથે ફરશો, કારણ, તમે તે માટે લાયક છો.


મેં જવાબ આપ્યો, “મહાશય, તમે તે જાણો છો.” તેણે મને કહ્યું, “એ લોકો તો ભારે સતાવણીમાં પસાર થઈને આવેલા છે અને તેમણે પોતાનાં વસ્ત્રો હલવાનના રક્તમાં ધોઈને ઊજળાં કર્યાં છે.


Lean sinn:

Sanasan


Sanasan