Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




3 યોહાન 1:4 - પવિત્ર બાઇબલ C.L.

4 મારાં બાળકો સત્યને અનુસરે છે તે જાણીને મને સૌથી વધારે આનંદ થાય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 જ્યારે મારા સાંભળવામાં આવે છે કે મારાં બાળકો સત્યમાં ચાલે છે, ત્યારે એ કરતાં [બીજાથી] મને મોટો આનંદ થતો નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 મારાં બાળકો સત્યમાં ચાલે છે તેવું હું સાંભળું છું, તે કરતાં મને બીજો મોટો આનંદ નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 જ્યારે હું સાંભળું છું કે મારાં બાળકો સત્યના માર્ગને અનુસરે છે ત્યારે મને હંમેશા સૌથી વધુ આનંદ થાય છે.

Faic an caibideil Dèan lethbhreac




3 યોહાન 1:4
18 Iomraidhean Croise  

જ્યાં સુધી મારા વંશજો પોતાના પૂરા દયથી અને જીવથી વિશ્વાસુપણે પ્રભુની આજ્ઞાઓ પાળવામાં કાળજી રાખશે ત્યાં સુધી તેઓ ઇઝરાયલ પર રાજ કરશે એવું પ્રભુનું વરદાન છે. જો તું પ્રભુને આધીન થઈશ, તો તે એ વરદાન પાળશે.


શલોમોને જવાબ આપ્યો, “તમે તમારા સેવક, મારા પિતા દાવિદ પ્રત્યે હમેશાં પ્રેમ રાખ્યો હતો, અને તે તમારી સાથેના સંબંધોમાં સદાચારી, વફાદાર અને પ્રામાણિક હતા. તેમની જગ્યાએ આજે રાજ કરવા માટે પુત્ર આપીને તમે તેમના પ્રત્યે અવિરત અને પુષ્કળ પ્રેમ રાખ્યો છે.


“હે પ્રભુ, મેં વિશ્વાસુપણે અને હૃદયની પૂરી નિષ્ઠાથી તમારી સેવા કરી છે. હું હમેશાં તમારી ઇચ્છા પ્રમાણે વર્ત્યો છું. તો એ બધાંનું સ્મરણ કરો એવી મારી અરજ છે.” એમ કહીને હિઝકિયા બહુ રડયો.


નેક પુત્રનો પિતા ઘણો હરખાશે, અને સમજુ પુત્રનો પિતા આનંદ કરશે.


“હે પ્રભુ, હું સત્યતાથી અને દયની પૂરી નિષ્ઠાથી તમારી સંમુખ જીવ્યો છું અને તમારી દષ્ટિમાં જે સારું છે તે જ કરતો રહ્યો છું. તો તે સંભારો એવી મારી આજીજી છે.” પછી તે બહુ રડયો.


હું તથા પ્રભુએ મને આપેલાં આ બાળકો સિયોન પર્વત પર નિવાસ કરનાર સર્વસમર્થ પ્રભુ તરફથી ઇઝરાયલમાં નિશાની અને પ્રતીક સમા છીએ.


તમે મારાં બાળકો હો તે રીતે હવે હું વાત કરું છું. અમને તમારે માટે જે લાગણી છે તેવી જ લાગણી તમે અમારા પ્રત્યે પણ દર્શાવો. તમારાં દિલ અમારી આગળ ખુલ્લાં કરો.


જ્યારે મેં જોયું કે તેઓ શુભસંદેશના સત્ય પ્રમાણેના માર્ગે ચાલતા નથી, ત્યારે સૌના સાંભળતાં મેં પિતરને કહ્યું, “તું યહૂદી હોવા છતાં યહૂદીઓની જેમ નહિ, પણ બિનયહૂદીઓની માફક જીવે છે; તો પછી તું બિનયહૂદી ખ્રિસ્તીઓને યહૂદીઓની માફક જીવવાની ફરજ કેમ પાડે છે?”


મારાં પ્રિય બાળકો, તમારામાં ખ્રિસ્તની પ્રતિમા ઉત્પન્‍ન થાય, ત્યાં સુધી પ્રસવવેદના જેવી વેદના મને તમારે માટે ફરીથી થાય છે.


તમે જાણો છો કે એક પિતા પોતાનાં બાળકો પ્રત્યે જેમ વર્તે તેમ અમે પણ તમ પ્રત્યેકની સાથે વત્યાર્ં છીએ.


ઈશ્વરપિતા અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તને કૃપા, દયા અને શાંતિ બક્ષો.


મારા પ્રિય પુત્ર તિમોથીને શુભેચ્છા. ઈશ્વરપિતા અને ખ્રિસ્ત ઈસુ આપણા પ્રભુ તને કૃપા, દયા અને શાંતિ બક્ષો.


ઓનેસિમસ ખ્રિસ્તમાં મારો પ્રિય પુત્ર છે, કારણ, જેલમાં હું તેનો આત્મિક પિતા બન્યો છું. હું તને તેને માટે વિનંતી કરું છું.


મારાં બાળકો, તમે પાપમાં ન પડો માટે તમને હું આ લખું છું. પણ જો કોઈ પાપમાં પડી જાય તો આપણે માટે ઈશ્વરપિતા સમક્ષ આપણી હિમાયત કરનાર છે; એ તો ઈસુ ખ્રિસ્ત છે, જે સાચા અને ઈશ્વરને સ્વીકાર્ય છે.


ઈશ્વરપિતાએ આપણને આપેલી આજ્ઞા પ્રમાણે તારાં કેટલાંક બાળકો સત્યમાં રહે છે તે જાણીને મને ખૂબ જ આનંદ થયો,


Lean sinn:

Sanasan


Sanasan