Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




3 યોહાન 1:11 - પવિત્ર બાઇબલ C.L.

11 પ્રિય મિત્ર, ભૂંડાનું નહિ પણ સારાનું અનુકરણ કર. જે કોઈ સારું કરે છે તે ઈશ્વરના પક્ષનો છે; પણ જે કોઈ ભૂંડું કરે છે તેણે ઈશ્વરને જોયા નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 વહાલા, ભૂંડાનું નહિ, પણ સારાનું અનુકરણ કર. જે સારું કરે છે તે ઈશ્વરનો છે; જે ભૂંડું કરે છે તેણે ઈશ્વરને જોયા નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 મારા પ્રિય, દુષ્ટતાને નહિ, પણ સારાને અનુસરો. જે સારું કરે છે તે ઈશ્વરનો છે, જે ખરાબ કરે છે તેણે ઈશ્વરને જોયા નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 મારા પ્રિય મિત્ર, જે ખરાબ છે તેને અનુસરો નહિ; જે સારું છે તેને અનુસરો. જે વ્યક્તિ સારું છે તે કરે છે તે દેવથી છે. પણ જે વ્યક્તિ દુષ્ટ કાર્ય કરે છે તેણે કદી દેવને ઓળખ્યો નથી.

Faic an caibideil Dèan lethbhreac




3 યોહાન 1:11
22 Iomraidhean Croise  

દુરાચાર તજો અને ભલાઈ કરો. લોકોનું કલ્યાણ શોધો અને તેની પાછળ લાગો.


દુરાચારથી દૂર થા અને ભલાઈ કર; એથી તું વચનના પ્રદેશમાં વાસ કરશે.


બહુમતી ખોટું કરવાની તરફેણમાં હોય અને ન્યાયને મરડી નાખવા જૂઠી સાક્ષી આપે ત્યારે તમારે તેનાથી દોરવાઈ જઈને ખોટું કરવું નહિ.


પોતાની જમીન પર જરૂરી પરિશ્રમ કરનારને મબલક પાક મળે છે, પણ વ્યર્થ કલ્પનાઓમાં રાચનાર અણસમજુ છે.


મારાં ઘેટાં મારો સાદ સાંભળે છે અને હું તેમને ઓળખું છું અને તેઓ મારી પાછળ ચાલે છે.


જોે કોઈ મારી સેવા કરવા માગતો હોય તો તેણે મને અનુસરવું જ રહ્યું; જેથી જ્યાં હું છું ત્યાં મારો સેવક પણ હશે. જે મારી સેવા કરે છે, તેનું મારા પિતા સન્માન કરશે.”


જે કોઈ ભૂંડાં કાર્યો કરે છે તે પ્રકાશને ધિક્કારે છે, અને પ્રકાશ પાસે આવવા માગતો નથી, કારણ, તે પોતાનાં કાર્યો ખુલ્લાં પડી જાય તેવું ઇચ્છતો નથી.


જેમ હું ખ્રિસ્તનું અનુકરણ કરું છું તેમ તમે મારું અનુકરણ કરો.


આથી તમે મારા નમૂના પ્રમાણે ચાલો એવો મારો આગ્રહ છે.


ઈશ્વરનાં પ્રિય બાળકો તરીકે તમે તેમનું અનુકરણ કરો.


ભાઈઓ, તમે બધા મારું અનુકરણ કરો. અમે તમારે માટે યોગ્ય નમૂનો મૂક્યો છે; તેથી જેઓ તેને અનુસરે છે તેમના તરફ ધ્યાન આપો.


તમે અમારું અને પ્રભુનું અનુકરણ કર્યું છે અને જો કે તમારે ઘણું દુ:ખ સહન કરવું પડયું, તો પણ તમે તે સંદેશાને પવિત્ર આત્મા દ્વારા મળતા આનંદથી સ્વીકારી લીધો.


મારા ભાઈઓ, તમે યહૂદિયામાં આવેલી ઈશ્વરની મંડળીઓના લોકો, એટલે ખ્રિસ્ત ઈસુના અનુયાયીઓનો નમૂનો અનુસર્યા છો. યહૂદીઓ તરફથી તેમની જેવી સતાવણી કરવામાં આવી, તેવી તમારી સતાવણી તમારા દેશના લોકોએ પણ કરી છે.


પણ તેં તો સારા શિક્ષણનું,


તમે આળસુ ન બનો, પણ વિશ્વાસ અને ધીરજથી ઈશ્વરનાં વચનોનો વારસો મેળવનારાઓનું અનુકરણ કરો.


તેણે ભૂંડાઈથી વિમુખ થવું અને ભલું કરવું, તેણે શાંતિ શોધવી અને ખંતથી તેનો પીછો કરવો.


જો તમે સારું કરવાની ઇચ્છા રાખો તો તમને કોણ નુક્સાન પહોંચાડી શકે?


ખ્રિસ્ત ન્યાયી છે તે તમે જાણો છો અને તેથી એ પણ જાણો કે ઈશ્વરના ધોરણ પ્રમાણે વર્તનાર વ્યક્તિ ઈશ્વરનું સંતાન છે.


ઈશ્વરનાં સંતાનો અને શેતાનનાં સંતાનો વચ્ચે આ તફાવત છે: જે કોઈ ઈશ્વરના ધોરણ પ્રમાણે વર્તતો નથી અથવા પોતાના ભાઈ પર પ્રેમ કરતો નથી તે ઈશ્વરનું સંતાન નથી.


મારા પ્રિયજનો, પોતાની પાસે પવિત્ર આત્મા હોવાનો દાવો કરનાર બધા માણસો પર વિશ્વાસ ન કરો, પણ તેમની પાસે આવેલો આત્મા ઈશ્વર પાસેથી છે કે નહિ તેની પરીક્ષા કરો. કારણ, દુનિયામાં ઘણા જૂઠા સંદેશવાહકો ઊભા થયા છે.


Lean sinn:

Sanasan


Sanasan