Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 તિમોથી 4:4 - પવિત્ર બાઇબલ C.L.

4 સત્યને બદલે તેઓ દંતકથાઓ સાંભળવા તરફ ધ્યાન આપશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 તેઓ સત્ય તરફ આડા કાન કરશે અને કલ્પિત વાતો તરફ ફરશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 તેઓ સત્યને સાંભળવાનું બંધ કરશે, અને તેઓ મૂર્ખાઈ ભરેલી વાતો પર ધ્યાન આપશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 લોકો સત્ય તરફ આડા કાન કરશે. કાલ્પનિક વાતોના શિક્ષણને અનુસરવાનું શરું કરશે.

Faic an caibideil Dèan lethbhreac




2 તિમોથી 4:4
13 Iomraidhean Croise  

જ્ઞાનનો અનાદર કરનાર અબુધો મૃત્યુને ભેટશે, અને મૂર્ખોની બેદરકારી તેમના જ વિનાશનું નિમિત્ત બનશે.


તેઓ દષ્ટાઓને કહે છે, “હવેથી સંદર્શનો જોશો નહિ.” તેઓ સંદેશવાહકોને કહે છે, “તમે અમને સાચો સંદેશ જણાવશો નહિ. અમને તો માત્ર મનગમતી વાતો કહો અને અમારાં ભ્રામક દર્શનો વિશે જ કહો.


“પણ મારા લોકોએ અકડાઈ કરી સાંભળ્યું નહિ. તેમણે તેમનાં મન બંધ કરી દીધાં.


કારણ, આ લોકોનાં મન જડ થઈ ગયાં છે, અને તેમના કાન બહેર મારી ગયા છે, અને તેમણે પોતાની આંખો મીંચી દીધી છે. કદાચ, તેઓ પોતાની આંખોથી જુએ, કાનથી સાંભળે અને મનથી સમજે અને મારી તરફ પાછા ફરે ને હું તેમને સાજા કરું.’


મોટી બૂમ પાડીને તેમણે પોતાના કાન બંધ કરી દીધા. પછી તરત જ તેઓ એકી સાથે તેની તરફ ધસ્યા.


આ કારણને લીધે જ ઈશ્વર તેમને ગૂંચવણમાં પડવા દે છે, જેથી તેઓ જુઠ્ઠી વાત માની લે.


તેમને જણાવ કે તેઓ કલ્પિત કથાઓ અને વંશાવળીઓની લાંબી યાદીઓ પ્રત્યે ધ્યાન ન આપે. કારણ, તેથી તો વાદવિવાદ જ થાય છે અને વિશ્વાસથી પ્રગટ થતો ઈશ્વરનો ઈરાદો પૂર્ણ થતો નથી.


વળી, તું અધર્મી કલ્પિતકથાઓ જે કહેવા યોગ્ય નથી તેથી દૂર રહે. ભક્તિમય જીવન જીવવાની ક્સરત કર.


હે તિમોથી, તને જે સોંપવામાં આવ્યું છે તે જાળવી રાખજે. અધર્મી વાતો અને કેટલાક માણસો જેને ભૂલથી “જ્ઞાન” કહે છે તે વિષેની મૂર્ખતાભરી ચર્ચાઓથી દૂર રહે.


આસિયા પ્રદેશના બધા માણસોએ મને તજી દીધો હતો તે તું જાણે છે. ફુગિલસ અને હેર્મોગેનેસ તેમનામાંના જ છે.


જેથી તેમનો વિશ્વાસ મજબૂત બને અને યહૂદી દંતકથાઓ પર કે સત્યનો નકાર કરનારાઓની આજ્ઞાઓ પર આધાર ન રાખે.


ઈશ્વરની કૃપા તમ સર્વની સાથે હો.


અમે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પરાક્રમી આગમન વિષે જણાવવાને ઉપજાવી કાઢેલી બનાવટી કથાઓ પર આધાર રાખ્યો નથી. અમે તો અમારી પોતાની આંખે જ તેમનો મહિમા નિહાળ્યો હતો.


Lean sinn:

Sanasan


Sanasan