2 તિમોથી 4:16 - પવિત્ર બાઇબલ C.L.16 પ્રથમ વખતે અદાલતમાં મેં જાતે જ મારો બચાવ કર્યો. કારણ, કોઈએ મારો પક્ષ લીધો નહિ, પણ બધા મને એકલો મૂકી ચાલ્યા ગયા. પ્રભુ તે કૃત્ય તેમની વિરુદ્ધમાં ન ગણો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 મારા પ્રથમ બચાવનો ઉત્તર આપતી વખતે મારી પાસે કોઈ રહ્યું નહોતું, પણ બધા મને મૂકીને ચાલ્યા ગયા હતા. [પ્રભુ] એ તેઓને લેખે ન ગણે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 પ્રથમ વખત જયારે હું અદાલતમાં હતો અને મેં મારા કાર્યની સમજણ આપી, ત્યારે કોઈ વિશ્વાસીએ મારી પડખે રહીને મને ઉત્તેજન ન આપ્યું. તેઓ બધા દુર રહ્યા. ઈશ્વર આ માટે તેમને જવાબદાર ન ગણે. Faic an caibideilપવિત્ર બાઈબલ16 પહેલી વાર જ્યારે મેં મારો બચાવ કર્યો, ત્યારે મને કોઈએ મદદ ન કરી. દરેક જણ મને છોડીને ચાલ્યા ગયા હતા. મારી પ્રાર્થના છે કે દેવ તેઓને માફ કરે. Faic an caibideil |
ઈશ્વરને પ્રસન્ન કરવા વેઠેલા દુ:ખે તમારામાં શું કર્યું તેનો વિચાર કરો: તેથી તમે કેટલા પ્રામાણિક બન્યા છો, અને તમે નિર્દોષ છો તે પુરવાર કરવા તમે કેટલા આતુર છો! તેથી તો આવો રોષ, આવી ચેતવણી, આવી આતુરતા, આવી ભક્તિ અને જૂઠને શિક્ષા કરવાની આવી તત્પરતા તમારામાં જાગ્યાં છે. સમગ્ર બાબતમાં તમે પોતે નિર્દોષ છો, એવું તમે પુરવાર કર્યું છે.