Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 તિમોથી 3:9 - પવિત્ર બાઇબલ C.L.

9 પણ તેઓ ઝાઝું ટકવાના નથી. કારણ, જાન્‍નેસ અને જામ્બ્રેસની જેમ તેઓ કેવા મૂર્ખ છે તે સૌની સમક્ષ પ્રગટ થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 પણ તેઓ આગળ ચાલવાના નથી, કેમ કે જેમ એ [બંને] ની મૂર્ખતા પ્રગટ થઈ, તેમ તેઓની પણ સર્વની આગળ પ્રગટ થશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 પણ તેઓ આગળ વધવાના નથી; કેમ કે જેમ એ બન્નેની મૂર્ખતા પ્રગટ થઈ, તેમ તેઓની મૂર્ખાઈ પણ સર્વની આગળ પ્રગટ થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 પરંતુ તેઓ જે કાર્યો કરી રહ્યા છે તેમાં સફળ તવાના નથી. બધા લોકોને ખબર પડશે કે તેઓ કેવા મૂર્ખ છે. યાંન્નેસ અને યાંબ્રેસનું આવું જ થયું હતું.

Faic an caibideil Dèan lethbhreac




2 તિમોથી 3:9
14 Iomraidhean Croise  

મિખાયાએ જવાબ આપ્યો, “તારે ભીતરની ઓરડીમાં સંતાઈ જવું પડે ત્યારે તને તેની ખબર પડશે.”


હે ઈશ્વર, ક્રોધી માણસોને પણ તમે તમારું સ્તવન કરતા કરી દો છો; તમારા રોષમાંથી બચેલા તમારી ચારેબાજુ એકઠા થશે.


ત્યારે ફેરોએ પણ જ્ઞાનીઓને તથા જાદુગરોને બોલાવ્યા. ઇજિપ્તના જાદુગરોએ પણ તેમના મંત્રતંત્ર વડે તે જ પ્રમાણે કર્યું.


એટલે કે તેમનામાંના દરેકે પોતાની લાકડી જમીન પર ફેંકી, ને તે સર્પો બની ગઈ; પણ આરોનની લાકડી તેમની લાકડીઓને ગળી ગઈ.


જાદુગરો મોશે આગળ ઊભા રહી શકાયા નહિ; કારણ, જાદુગરો તેમ જ સર્વ ઇજિપ્તીઓને ગૂમડાં ફૂટી નીકળ્યાં હતાં.


બેબિલોનનો રાજા તારા પર કે આ દેશ પર આક્રમણ કરશે નહિ એવો સંદેશ પ્રગટ કરનારા તમારા બધા સંદેશવાહકો ક્યાં છે?


પણ તેઓ ક્રોધે ભરાયા અને ઈસુને શું કરવું તેની અંદરોઅંદર ચર્ચા કરવા લાગ્યા.


પ્રભુનો હાથ હમણાં જ તારા પર પડશે; તું આંધળો થઈ જઈશ, અને કેટલાક સમય સુધી તું દિવસનું અજવાળું જોઈ શકીશ નહીં.” તરત જ એલિમાસને તેની આંખો જાણે ગાઢા ધૂમ્મસથી છવાઈ ગઈ હોય તેવો અનુભવ થયો, અને કોઈ તેને હાથ પકડીને દોરી જાય તે માટે કોઈને શોધવા તે આમતેમ ફરવા લાગ્યો.


જેમ જાન્‍નેસ અને જામ્બ્રેસ મોશેની વિરુદ્ધ થયા હતા તેવી જ રીતે આવા માણસો સત્યનો વિરોધ કરે છે. તેઓ ભ્રષ્ટ મનના અને વિશ્વાસમાં નિષ્ફળ ગયેલા છે.


Lean sinn:

Sanasan


Sanasan