Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 તિમોથી 1:3 - પવિત્ર બાઇબલ C.L.

3 મારા પૂર્વજોની જેમ હું પણ નિર્મળ પ્રેરકબુદ્ધિથી ઈશ્વરની સેવા કરીને તેમનો આભાર માનું છું. રાતદિવસ પ્રાર્થનામાં તને યાદ કરતાં હું ઈશ્વરનો આભાર માનું છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 વંશપરંપરાથી જે મારા પૂર્વજોના ઈશ્વર છે, જેમને હું શુદ્ધ અંત:કરણથી ભજું છું, તેમની આભારસ્તુતિ કરું છું કે, મારી પ્રાર્થનાઓમાં હું રાતદિવસ તારું નિત્ય સ્મરણ કરું છું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 વંશપરંપરાથી જે મારા પૂર્વજોના ઈશ્વર કે, જેમને હું શુદ્ધ અંતઃકરણથી ભજું છું, તેમની આભારસ્તુતિ કરું છું કે, મારી પ્રાર્થનાઓમાં હું રાતદિવસ તારું સ્મરણ નિત્ય કરું છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 રાત-દિવસ હંમેશા મારી પ્રાર્થનાઓમાં હું તને યાદ કરું છું. એ પ્રાર્થનાઓમાં તારા માટે હું દેવની આભારસ્તુતિ કરું છું. મારા પૂર્વજો જેની સેવા કરતા હતા તે એ જ દેવ છે. હું જે જાણું છું તે સાચું છે એમ સમજી, મેં હંમેશા એ દેવની સેવા કરી છે.

Faic an caibideil Dèan lethbhreac




2 તિમોથી 1:3
21 Iomraidhean Croise  

તે કદી મંદિર છોડીને જતી નહિ, પણ રાત-દિવસ ઉપવાસ અને પ્રાર્થના કરતાં ઈશ્વરની ભક્તિ કરતી હતી.


પછી પાઉલે કહ્યું, “હું પણ યહૂદી છું. હું કિલીકિયાના તાર્સસમાં જન્મેલો અને ગમાલીએલના વિદ્યાર્થી તરીકે અહીં યરુશાલેમમાં જ ઉછરેલો છું. આપણા પૂર્વજોના નિયમશાસ્ત્રનું મને ચુસ્ત શિક્ષણ મળ્યું હતું, અને તમારી જેમ જ હું પણ ઈશ્વરને માટે ધર્મઝનૂની હતો.


પાઉલે ન્યાયસભાની સામે જોઈને કહ્યું, “મારા ભાઈઓ, મેં આજદિન સુધી ઈશ્વર સમક્ષ શુદ્ધ અંત:કરણથી મારું જીવન ગાળ્યું છે.”


હું કબૂલ કરું છું કે તેઓ જેને દુર્મત કહે છે તેવા ઈસુપંથને અનુસરીને હું અમારા પૂર્વજોના ઈશ્વરની ભક્તિ કરું છું. છતાં મોશેના નિયમશાસ્ત્રમાં અને સંદેશવાહકોનાં પુસ્તકોમાં જે લખેલું છે તે બધું જ હું માનું છું.


અને તેથી ઈશ્વર તેમ જ માણસો સમક્ષ મારું અંત:કરણ શુદ્ધ રાખવા હું હમેશાં મારાથી બનતો બધો પ્રયત્ન કરું છું.


“હું કિશોરાવસ્થામાં હતો ત્યારથી જ મારા પોતાના પ્રદેશમાં અને યરુશાલેમમાં મેં મારું સમગ્ર જીવન કેવી રીતે ગાળ્યું છે તે બધા યહૂદીઓ શરૂઆતથી જાણે છે.


કારણ, જે ઈશ્વરનો હું ભક્ત છું અને જેની સેવા હું કરું છું તેના દૂતે ગઈકાલે રાતે આવીને મને કહ્યું છે,


હું ખ્રિસ્તનો છું તેથી સત્ય જણાવું છું, અને જૂઠું બોલતો નથી. પવિત્ર આત્માને આધીન થયેલી મારી પ્રેરકબુદ્ધિ ખાતરી આપે છે કે હું જૂઠું કહેતો નથી.


અમને આ વાતનો ગર્વ છે કે અમે આ દુનિયામાં તમારા પ્રત્યે ઈશ્વર તરફથી મળેલી સંનિષ્ઠા અને નિખાલસતાથી વર્ત્યા છીએ અને તેનો આધાર માનવી જ્ઞાન પર નહિ, પણ ઈશ્વરની કૃપાના સામર્થ્ય પર છે અને એની ખાતરી અમારી પ્રેરકબુદ્ધિ પણ અમને આપે છે.


મારા પૂર્વજોની પ્રણાલિકાઓને હું ચુસ્તપણે વળગી રહ્યો હતો, અને યહૂદી ધર્મના પાલનમાં મારા ઘણા સાથી યહૂદીઓ કરતાં મેં વધારે પ્રગતિ કરી હતી.


ત્યારથી હું હંમેશા ઈશ્વરનો આભાર માનું છું. હું મારી પ્રાર્થનાઓમાં તમને યાદ રાખું છું,


અમે ઈશ્વરને ખરા અંત:કરણથી રાતદિવસ પ્રાર્થના કરીએ છીએ; જેથી અમે તમને રૂબરૂ મળી શકીએ અને તમારા વિશ્વાસમાં જે કંઈ ઊણપ હોય તે પૂરી કરી શકીએ.


અને તારો વિશ્વાસ તથા શુદ્ધ અંત:કરણ જાળવી રાખો. કેટલાક માણસો પોતાની પ્રેરકબુદ્ધિનુંય સાંભળતા નથી અને તેથી પોતાના વિશ્વાસરૂપી વહાણને ભાંગી નાખ્યું છે.


એ આજ્ઞાનો હેતુ શુદ્ધ હૃદય, સ્પષ્ટ પ્રેરકબુદ્ધિ અને દંભરહિત વિશ્વાસથી પ્રેમ પેદા કરવાનો છે.


કારણ, ઈશ્વરને એ ગમે છે. પણ જે સ્ત્રી એક્કી વિધવા છે, જેની સંભાળ રાખનાર કોઈ નથી, તેની આશા ઈશ્વરમાં છે અને તે રાતદિવસ સતત ઈશ્વરને વિનંતી અને પ્રાર્થના કરે છે.


અગાઉ એવો જ વિશ્વાસ તારાં દાદી લોઈસ અને મા યુનિકેમાં હતો અને મને ખાતરી છે કે તે તારામાં પણ છે.


તને યાદ હશે કે તું બાળક હતો ત્યારથી જ તને જૂના કરારનાં પવિત્ર શાસ્ત્રોની વાતોની ખબર છે; તેઓ તને ખ્રિસ્ત ઈસુમાં વિશ્વાસની મારફતે ઉદ્ધાર પ્રાપ્ત કરવાનું જ્ઞાન આપી શકે છે;


ઈસુ ખ્રિસ્ત જેવા ગઈ કાલે હતા તેવા જ આજે છે અને સર્વકાળ તેવા જ રહેનાર છે.


મારા સંબંધી ઈશ્વર એવું થવા ન દો કે હું તમારે માટે પ્રાર્થના કરવાનું મૂકી દઉં અને એમ પ્રભુની વિરુદ્ધ પાપ કરું; એને બદલે, તમારે માટે સારું અને સાચું શું છે તે હું તમને શીખવીશ.


Lean sinn:

Sanasan


Sanasan