Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 થેસ્સલોનિકીઓ 3:6 - પવિત્ર બાઇબલ C.L.

6 ભાઈઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં અમે તમને આજ્ઞા કરીએ છીએ: જે કોઈ ભાઈ આળસુ જીવન જીવે છે અને અમે આપેલા શિક્ષણ પ્રમાણે ચાલતો નથી, તેનાથી અલગ રહો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 હવે, ભાઈઓ, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને નામે અમે તમને આજ્ઞા કરીએ છીએ કે, જે ભાઈ આડો ચાલે છે, અને અમે આપેલા શિક્ષણ પ્રમાણે ચાલતો નથી, તેનાથી તમે અલગ રહો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 હવે, ભાઈઓ, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને નામે અમે તમને આજ્ઞા કરીએ છીએ કે, જે દરેક ભાઈ આળસથી વર્તે છે, અને અમારાથી પામેલા શિક્ષણ પ્રમાણે વર્તતો નથી, તેનાથી તમે અલગ થાઓ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 ભાઈઓ અને બહેનો, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના સાર્મથ્ય (અધિકાર) વડે અમે તમને આજ્ઞા કરીએ છીએ કે જે કોઈ વિશ્વાસુ કામ કરવાનો ઈન્કાર કરે છે તેનાથી તમે દૂર રહો. જે લોકો કામ કરવા ઈન્કાર કરે છે, તેઓ અમે જે શિક્ષણ આપ્યું છે તેને અનુસરતા નથી.

Faic an caibideil Dèan lethbhreac




2 થેસ્સલોનિકીઓ 3:6
24 Iomraidhean Croise  

હવે જો તે તેમનું પણ ન માને તો એ વાત મંડળીને જણાવ અને ત્યાર પછી જો તે મંડળીનું પણ ન માને તો તેને વિધર્મી કે નાકાદાર જેવો ગણ.


મારા ભાઈઓ, મારી તમને આગ્રહભરી વિનંતી છે કે તમે જે શિક્ષણ મેળવ્યું છે, તેની વિરુદ્ધ જેઓ ફાટફૂટ પાડે છે અને લોકોના વિશ્વાસમાં શંકા પેદા કરે છે, તેમનાથી દૂર રહો.


તમે મને હંમેશા યાદ કરો છો અને જે પ્રણાલિકાઓ મેં તમને સોંપી છે તેને તમે ચુસ્તપણે અનુસરો છો માટે હું તમારી પ્રશંસા કરું છું.


તેથી તમે એકત્ર થાઓ ત્યારે હું ય આત્મામાં તમારી સાથે હોઈશ.


મેં મારા અગાઉના પત્રમાં તમને જણાવ્યું હતું કે તમારે વ્યભિચારીઓ સાથે સંબંધ રાખવો નહિ.


જો કોઈને તમે ક્ષમા કરો છો, તો હું પણ તેને ક્ષમા કરું છું. કારણ, જો મારે ખરેખર કંઈ ક્ષમા આપવાની જ હોય તો જ્યારે હું ક્ષમા કરું છું ત્યારે તે તમારે માટે ખ્રિસ્તની સમક્ષતામાં કરું છું.


તેથી હું પ્રભુને નામે ચેતવણી આપતાં કહું છું કે,


તમે જે કંઈ કરો કે કહો તે સર્વ પ્રભુ ઈસુના નામે કરો અને એ દ્વારા ખ્રિસ્તની મારફતે ઈશ્વરપિતાનો આભાર માનો.


ભાઈઓ, ઈશ્વરને પ્રસન્‍ન કરવા માટે તમારે કેવા પ્રકારનું જીવન જીવવું તે વિષે તમે અમારી પાસેથી શીખ્યા, અને એ જ પ્રમાણે તમે જીવો છો. પણ હવે અમે તમને પ્રભુ ઈસુના નામમાં વિનંતી અને ઉદ્બોધન કરીએ છીએ કે એ રીતે જીવવામાં વધારે પ્રગતિ કરો.


શાંતિમય જીવન જીવવાનું યેય રાખો. પોતાના કાર્યમાં રત રહો, અને અમે તમને અગાઉ જણાવ્યું તેમ તમે જાતમહેનતથી પોતાનું ભરણપોષણ કરો.


ભાઈઓ, અમારી તમને આવી વિનંતી છે: આળસુને ઠપકો આપો, બીકણોને હિંમત આપો, નિર્બળોને મદદ કરો, સઘળાંની સાથે ધીરજપૂર્વક ક્મ કરો.


આથી ભાઈઓ મક્કમ રહેજો અને જે સત્યનું શિક્ષણ અમે તમને પત્રથી અને સંદેશાથી આપ્યું છે તેને વળગી રહેજો.


તમારે અમારું અનુકરણ કરવું જોઈએ, તે તમે જાણો છો. કારણ, અમે તમારી સાથે હતા ત્યારે આળસુ ન હતા.


ઈશ્વરની, ઈસુ ખ્રિસ્તની અને પવિત્ર દૂતોની સમક્ષ હું ગંભીર આજ્ઞા કરું છું કે, તું કોઈપણ જાતના પૂર્વગ્રહ કે પક્ષપાત વગર આ સૂચનાઓને આધીન થા.


એવા માણસોમાં સતત વાદવિવાદ ચાલ્યા કરે છે, તેમની બુદ્ધિ ભ્રષ્ટ થયેલી હોય છે અને તેમની પાસે સત્ય હોતું નથી. તેઓ ધર્મને ધનવાન બનવાનો માર્ગ માની બેઠા છે.


ધર્મના બાહ્ય રૂપને તેઓ પકડી રાખશે, પણ તેના વાસ્તવિક સામર્થ્યનો નકાર કરશે. આવા પ્રકારના માણસોથી દૂર રહે.


ઈશ્વરપિતા અને જીવતાં તથા મૃત્યુ પામેલાં સૌનો ન્યાય કરનાર ઈસુ ખ્રિસ્તની સમક્ષતામાં તેમના પુનરાગમન અને રાજની આણ દઈને હું તને આજ્ઞા આપું છું કે,


તેથી જો કોઈ તમારી પાસે આ શિક્ષણ લઈને ન આવે તો તમે તેને તમારા ઘરમાં સત્કાર કરશો નહિ, અને તેને શુભેચ્છા પણ પાઠવશો નહિ.


Lean sinn:

Sanasan


Sanasan