Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 થેસ્સલોનિકીઓ 3:4 - પવિત્ર બાઇબલ C.L.

4 તમારા સંબંધી પ્રભુમાં અમને ભરોસો છે. અમે તમને જે જે જણાવ્યું તે પ્રમાણે તમે સારી પ્રગતિ કરી રહ્યા છો અને તેમ કરવાનું ચાલુ રાખશો તેવી અમને ખાતરી છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 જે આજ્ઞા અમે કરીએ છીએ તે તમે પાળો છો અને પાળશો, એવો તમારા વિષે અમે પ્રભુમાં ભરોસો રાખીએ છીએ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 તમારા વિષે પ્રભુમાં અમને ભરોસો છે કે, જે આજ્ઞા અમે તમને કરીએ છીએ તે તમે પાળો છો તથા પાળશો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 અમે તમને જે કહેલુ તે જ પ્રમાણે તમે કરી રહ્યાં છો, તેવી પ્રભુ અમને નિશ્ચિતપણે ખાતરી કરાવશે. અને અમે જાણીએ છીએ કે તમે તેમ કરવાનું ચાલુ જ રાખશો.

Faic an caibideil Dèan lethbhreac




2 થેસ્સલોનિકીઓ 3:4
18 Iomraidhean Croise  

જે જે આદેશ મેં તમને આપ્યા છે, તેનું પાલન કરવાનું શિક્ષણ તેમને આપતા જાઓ, અને જુઓ, યુગના અંત સુધી હું હંમેશાં તમારી સાથે છું.


મારા ભાઈઓ, તમારે વિષે મને પૂરી ખાતરી છે કે તમે ભલાઈથી ભરેલા છો. તમે સર્વ જ્ઞાનથી સંપન્‍ન છો. તમે એકબીજાને શીખવી શકો તેવા છો.


હું તો તમને ખ્રિસ્તે મારા દ્વારા કરેલું કાર્ય હિંમતથી જણાવીશ.


જેઓ ઈશ્વરની બીક રાખીને હંમેશા સારાં ક્મ કર્યા કરે છે અને માન તથા અમરત્વ શોધે છે, તેમને જ સર્વકાળનું જીવન મળશે.


જો કોઈ ધારે કે પોતે ઈશ્વરનો સંદેશવાહક છે અથવા તેની પાસે આત્મિક બક્ષિસ છે તો તેણે જાણવું જોઈએ કે હું જે લખું છું તે પ્રભુની આજ્ઞા છે.


કારણ, સુન્‍નતી હોવું કે સુન્‍નત વગરના હોવું એનું કંઈ મહત્ત્વ નથી. પણ ઈશ્વરની આજ્ઞાઓનું પાલન એ જ મહત્ત્વનું છે.


હું તમારી પાસે આવું ત્યારે મને આનંદિત કરનારા લોકોથી જ મારે ખિન્‍ન ન થવું પડે માટે જ મેં તમને પેલો પત્ર લખ્યો હતો. પણ મને ખાતરી થઈ છે કે જ્યારે હું આનંદિત છું, ત્યારે તમે બધા આનંદિત છો.


આ જ કારણને લીધે મેં તમને પેલો પત્ર લખ્યો હતો: મારે જાણવું હતું કે, તમે ક્સોટીમાંથી કેવી રીતે પાર ઊતર્યા અને ખરેખર તમે મારી સૂચનાઓને આધીન થયા છો કે નહિ.


તેથી તેમની સાથે આપણા ભાઈને અમે મોકલીએ છીએ. અમે ઘણીવાર તેની તપાસ કરી છે, અને હંમેશાં તે મદદ કરવા માટે આતુર માલૂમ પડયો છે. હવે તેને તમારા પર પુષ્કળ ભરોસો છે, અને તેથી તે મદદ કરવા વધુ તત્પર છે.


પ્રભુમાં મને ભરોસો છે કે તમે મારા મંતવ્યથી જુદું મંતવ્ય નહિ અપનાવો. જે માણસ તમને ભરમાવે છે તે ગમે તે હોય; પણ ઈશ્વર તેને શિક્ષા કરશે.


મને ખાતરી છે કે તમારામાં સારા કાર્યની શરૂઆત કરનાર ઈશ્વર, ઈસુ ખ્રિસ્તના આગમનના દિવસ સુધી તે કાર્યને સંપૂર્ણ કરતા જશે.


આથી મારા પ્રિય મિત્રો, જ્યારે હું તમારી સાથે હતો ત્યારે તમે જેમ મને આધીન રહેતા હતા, તે જ પ્રમાણે હાલમાં જ્યારે હું તમારાથી દૂર છું ત્યારે પણ તમે આધીન રહો તે અગત્યનું છે. બીક તથા કંપારીસહિત તમારો ઉદ્ધાર સંપૂર્ણ કરવાને માટે યત્ન કર્યા કરો.


અને એ જ રીતે તમે મકદોનિયાના સર્વ ભાઈઓ પર પ્રેમ રાખો છો. ભાઈઓ, તમે એથી પણ વિશેષ પ્રેમ રાખો તેવી અમારી આગ્રહભરી વિનંતી છે.


પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં એવા લોકોને અમે આજ્ઞા કરીએ છીએ અને ચેતવણી આપીએ છીએ કે, તેમણે શાંતિપૂર્વક જાતમહેનતથી પોતાનું ભરણપોષણ કરવું જોઈએ.


ભાઈઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં અમે તમને આજ્ઞા કરીએ છીએ: જે કોઈ ભાઈ આળસુ જીવન જીવે છે અને અમે આપેલા શિક્ષણ પ્રમાણે ચાલતો નથી, તેનાથી અલગ રહો.


મારી વિનંતી પ્રમાણે તું કરીશ તેવી ખાતરીથી હું આ લખું છું, અને તું તેથી પણ વિશેષ કરશે તેમ હું જાણું છું.


Lean sinn:

Sanasan


Sanasan