Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 થેસ્સલોનિકીઓ 3:13 - પવિત્ર બાઇબલ C.L.

13 પ્રિય ભાઈઓ, ભલું કરવામાં થાકશો નહિ,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 પણ ભાઈઓ, તમે ભલું કરતાં થાકશો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 પણ, ભાઈઓ, તમે સારાં કામ કરતાં થાકશો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 ભાઈઓ અને બહેનો, ભલું કરતાં થાકશો મા.

Faic an caibideil Dèan lethbhreac




2 થેસ્સલોનિકીઓ 3:13
17 Iomraidhean Croise  

દુનિયામાંના આ જીવનમાં જ હું પ્રભુની ભલાઈનો અનુભવ કરીશ એવો મને હજી યે વિશ્વાસ છે.


એવો સમય આવે છે જ્યારે તેઓ યરુશાલેમને કહેશે, “હે સિયોન નગરી, ગભરાઈશ નહિ, તારા હાથ ઢીલા પડવા દઈશ નહિ!


તમે કહો છો, ‘અમે તો આ બધાથી કંટાળી ગયા છીએ!’ અને તમે મારી સામે છણકો કરો છો. મને બલિદાન તરીકે અર્પણ કરવા માટે તમે ચોરેલું પ્રાણી અથવા અપંગ કે બીમાર પ્રાણી લાવો છો. તમે એમ માનો છો કે હું તે તમારી પાસેથી સ્વીકારીશ?


હમેશાં પ્રાર્થના કરવી જોઈએ અને કદી નિરાશ ન થવું, એ શીખવવા ઈસુએ તેમને એક ઉદાહરણ કહ્યું,


જેઓ ઈશ્વરની બીક રાખીને હંમેશા સારાં ક્મ કર્યા કરે છે અને માન તથા અમરત્વ શોધે છે, તેમને જ સર્વકાળનું જીવન મળશે.


પણ જ્યારે સર્વ બાબતોને ખ્રિસ્તના રાજયાધિકાર નીચે લાવવામાં આવશે, ત્યારે સર્વ બાબતોને આધીનતામાં લાવનાર પુત્ર પોતે પણ ઈશ્વરને આધીન થઈ જશે. પછી ઈશ્વર સર્વ પર સંપૂર્ણ રાજ કરશે.


ઈશ્વરે પોતાની દયાથી અમને આ સેવા સોંપી હોવાથી અમે નિરાશ થતા નથી.


આ જ કારણથી અમે નિરાશ થતા નથી. જોકે અમારું શારીરિક જીવન ધીમે ધીમે ક્ષીણ થતું જાય છે, પણ અમારું આત્મિક જીવન દરરોજ તાજગી પામતું જાય છે.


“અધિકારીઓ વિશેષમાં એમ પણ કહે કે, ‘હિંમત ઓસરી ગઈ હોય અને ડરી ગયા હોય એવા કોઈ છે? જો હોય તો તેમને ઘેર જવાની પરવાનગી છે. નહિ તો, એવા માણસો બીજાઓને નાહિંમત કરી દેશે.’


તમારે માટે મારી એવી પ્રાર્થના છે કે જ્ઞાનમાં અને સર્વ વિવેકબુદ્ધિમાં તમારો પ્રેમ ઉત્તરોતર વધતો જાય.


ભાઈઓ, ઈશ્વરને પ્રસન્‍ન કરવા માટે તમારે કેવા પ્રકારનું જીવન જીવવું તે વિષે તમે અમારી પાસેથી શીખ્યા, અને એ જ પ્રમાણે તમે જીવો છો. પણ હવે અમે તમને પ્રભુ ઈસુના નામમાં વિનંતી અને ઉદ્બોધન કરીએ છીએ કે એ રીતે જીવવામાં વધારે પ્રગતિ કરો.


તેની તરફ દુશ્મન તરીકે ન જોશો, પણ એક ભાઈ તરીકે ચેતવણી આપજો.


પાપીઓનો મોટો વિરોધ સહન કરનાર ઈસુનો વિચાર કરો, જેથી તમે નિર્ગત અને નિરાશ ન થાઓ.


પોતાના પુત્રો તરીકે ઈશ્વર તમને જે ઉત્તેજનદાયક વચનો કહે છે તે શું તમે ભૂલી ગયા છો!


મારા નામને લીધે તેં ધીરજથી સહન કર્યું છે અને બોજ ઉઠાવ્યો છે, અને નાસીપાસ થયો નથી.


Lean sinn:

Sanasan


Sanasan