Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 થેસ્સલોનિકીઓ 3:1 - પવિત્ર બાઇબલ C.L.

1 અંતે, ભાઈઓ અમારે માટે પ્રાર્થના કરો; જેથી તમારે ત્યાં થઈ રહ્યું છે તેમ બધી જગ્યાએ ઈશ્વરના સંદેશાનો પ્રચાર ઝડપથી થાય અને સારી પ્રગતિ થાય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 છેવટે, ભાઈઓ, અમારે માટે પ્રાર્થના કરો કે જેમ તમારે ત્યાં થાય છે તેમ પ્રભુની વાતનો ઝડપથી પ્રચાર થાય અને તેમનો મહિમા વધે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 છેવટે ભાઈઓ,, અમારે માટે પ્રાર્થના કરો કે જેવી રીતે તમારે ત્યાં થાય છે તેમ પ્રભુની વાત ઝડપથી પ્રસરે અને તેમનો મહિમા થાય;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 ભાઈઓ અને બહેનો, હવે અમારા માટે પ્રાર્થના કરો. પ્રાર્થના કરો કે પ્રભુની વાતનો ઝડપી ફેલાવો થાય અને પ્રાર્થના કરો કે જેમ તમે તે વાતને સન્માનેલ, તેમ અન્ય લોકો પણ તેને સન્માને.

Faic an caibideil Dèan lethbhreac




2 થેસ્સલોનિકીઓ 3:1
22 Iomraidhean Croise  

હું તમારા પવિત્ર મંદિર તરફ ભૂમિ પર મસ્તક ટેકવીને તમને નમન કરું છું; તમારા પ્રેમ અને તમારા વિશ્વાસુપણાને લીધે હું તમારા નામનો આભાર માનું છું. તમારું નામ અને તમારું શિક્ષણ સર્વોચ્ચ છે એની પ્રતીતિ તમે કરાવી છે.


તેથી તમે ફસલના માલિકને પ્રાર્થના કરો કે તે તેમની ફસલ લણવાને માટે મજૂરો મોકલી આપે.


તેમણે તેમને કહ્યું, “ફસલ તો મબલક છે, પણ તે લણનારા મજૂરો થોડા જ છે. તમે ફસલના માલિકને પ્રાર્થના કરો કે તે તેની ફસલ લણવા માટે મજૂરો મોકલે.


ઈશ્વરનો સંદેશ પ્રસરતો રહ્યો અને વૃદ્ધિ પામતો ગયો.


આમ પ્રભુના સંદેશનો પ્રચાર વધતો ગયો અને પ્રબળ થતો ગયો.


પ્રભુના સંદેશનો પ્રચાર વધતો રહ્યો. યરુશાલેમમાં શિષ્યોની સંખ્યા વધતી જ ગઈ અને ઘણી મોટી સંખ્યામાં યજ્ઞકારોએ પણ શુભસંદેશનો સ્વીકાર કર્યો.


ભાઈઓ, આપણા પ્રભુ ઈસુને લીધે અને પવિત્ર આત્માના પ્રેમને લીધે મારી તમને આ વિનંતી છે:


કારણ, ઘણા વિરોધીઓ હોવા છતાં પ્રભુએ અહીં મારે માટે મહાન અને ઉમદા કાર્ય કરવાનું દ્વાર ઉઘાડયું છે.


ઘણી પ્રાર્થનાઓના પ્રત્યુત્તરરૂપે અમને અપાયેલી આશિષોને કારણે ઘણા લોક ઈશ્વરનો આભાર માને તે માટે તમારે પણ અમને પ્રાર્થના દ્વારા સહાય કરવી જોઈએ.


હવે, ભાઈઓ, આવજો! પરિપૂર્ણ થવાના પ્રયાસ જારી રાખો, મારી સલાહને ધ્યાનમાં લો, એક દિલના થાઓ, શાંતિમાં જીવન ગાળો, પ્રેમ તથા શાંતિના દાતા ઈશ્વર તમારી સાથે રહેશે.


વળી, અમારે માટે પણ પ્રાર્થના કરો કે જેથી ઈશ્વર તેમનો શુભસંદેશ પ્રગટ કરવાની ઉત્તમ તક અમને આપે અને અમે ખ્રિસ્તનું રહસ્ય જણાવી શકીએ. એ જ કારણથી હું જેલમાં છું.


કારણ, અમે તમારી પાસે માત્ર શબ્દોમાં જ નહિ, પણ સામર્થ્ય, પવિત્ર આત્મા અને પૂર્ણ ખાતરી સહિત શુભસંદેશ લાવ્યા હતા. અમે તમારી સાથે હતા ત્યારે તમારા ભલા માટે કેવા પ્રકારનું જીવન જીવ્યા તે તમે જાણો છો.


કારણ, પ્રભુ વિષેનો સંદેશો તમારી પાસેથી મકદોનિયા અને આખાયામાં પહોંચ્યો એટલું જ નહિ, પણ ઈશ્વરમાં તમે મૂકેલા વિશ્વાસના સમાચાર પણ સર્વત્ર પહોંચી ગયા છે.


મારા ભાઈઓ, તમને ખબર છે કે અમે લીધેલી તમારી મુલાકાત નિષ્ફળ નીવડી નથી


અમે હંમેશાં ઈશ્વરનો આભાર માનીએ છીએ, કારણ, અમે તમારી પાસે ઈશ્વરનો સંદેશો લાવ્યા ત્યારે તમે તેને માણસોના સંદેશા તરીકે નહિ, પણ ઈશ્વરના સંદેશા તરીકે સાંભળ્યો અને તેનો સ્વીકાર કર્યો અને હકીક્તમાં તો તે ઈશ્વરનો જ સંદેશો છે. કારણ, તમ વિશ્વાસ કરનારાઓમાં ઈશ્વર કાર્ય કરી રહેલા છે.


ભાઈઓ, ઈશ્વરને પ્રસન્‍ન કરવા માટે તમારે કેવા પ્રકારનું જીવન જીવવું તે વિષે તમે અમારી પાસેથી શીખ્યા, અને એ જ પ્રમાણે તમે જીવો છો. પણ હવે અમે તમને પ્રભુ ઈસુના નામમાં વિનંતી અને ઉદ્બોધન કરીએ છીએ કે એ રીતે જીવવામાં વધારે પ્રગતિ કરો.


નિત્ય પ્રાર્થના કરો.


ભાઈઓ, અમારે માટે પ્રાર્થના કરો.


તે શુભસંદેશ પ્રગટ કરવાને લીધે હું દુ:ખ સહન કરું છું. હું સાંકળોથી બંધાયેલો છું, પણ પ્રભુનો સંદેશ બંધનમાં નથી.


Lean sinn:

Sanasan


Sanasan