Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 થેસ્સલોનિકીઓ 1:4 - પવિત્ર બાઇબલ C.L.

4 સર્વ સતાવણીઓ અને દુ:ખોમાંથી પસાર થઈ ચૂકયા હોવા છતાં તમે તે સહન કરો છો અને વિશ્વાસ રાખો છો, તેથી અમે ઈશ્વરની મંડળીઓમાં તમારે માટે ગર્વ લઈએ છીએ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 માટે તમારા પર જે સર્વ સતાવણી થાય છે તથા જે વિપત્તિ તમે સહન કરો છો, તેમાં તમે જે સહનશીલતા તથા વિશ્વાસ રાખો છો તેને લીધે અમે પોતે ઈશ્વરની મંડળીઓમાં તમારાં વખાણ કરીએ છીએ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 માટે સતાવણીઓ તથા વિપત્તિઓ જે તમે સહનશીલતા તથા વિશ્વાસથી સહન કરો છો, તે સંબંધી અમે સ્વયં ઈશ્વરની મંડળીઓમાં તમારી પ્રશંસા કરીએ છીએ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 તેથી બીજી દેવની મંડળીઓ આગળ અમે તમારાં વખાણ કરીએ છીએ. અમે કહીએ છીએ કે કઈ રીતે તમે તમારા વિશ્વાસમાં દૃઢ બનવાનું ટકાવી રાખ્યું છે. તમારી ઘણી રીતે સતાવણી કરવામાં આવી છે, અને ઘણી મુશ્કેલીઓ તમે સહન કરી છે પરંતુ નિષ્ઠા પ્રતિ તમે અચળ રહ્યાં છો.

Faic an caibideil Dèan lethbhreac




2 થેસ્સલોનિકીઓ 1:4
24 Iomraidhean Croise  

આશામાં આનંદ કરો, સંકટમાં ધીરજ રાખો, સર્વ સમયે પ્રાર્થના કરો.


જેઓ ઈશ્વરની બીક રાખીને હંમેશા સારાં ક્મ કર્યા કરે છે અને માન તથા અમરત્વ શોધે છે, તેમને જ સર્વકાળનું જીવન મળશે.


આપણે જે દેખાતું નથી તેની આશા રાખીએ છીએ, અને ધીરજથી તેની વાટ જોઈએ છીએ.


પ્રભુએ આપેલા કૃપાદાન પ્રમાણે અને વ્યક્તિને ઈશ્વર તરફથી આમંત્રણ મળ્યું ત્યારની પોતાની સ્થિતિ પ્રમાણે દરેકે જીવન જીવવું જોઈએ. આ નિયમ હું બધી મંડળીઓમાં શીખવું છું.


ખ્રિસ્તને લીધે હું નિર્બળતા, અપમાન, પરિશ્રમ, સતાવણીઓ અને મુશ્કેલીઓમાં સંતોષ માનું છું; કારણ, જ્યારે હું નિર્બળ છું, ત્યારે જ હું બળવાન છું.


તેની સમક્ષ મેં તમારે વિષે ગર્વ કર્યો હતો, અને તમે મને નિરાશ કર્યો નથી, અને હંમેશાં અમે તમને જે કહ્યું તે સત્ય જ હતું. એ જ રીતે તિતસ સમક્ષ અમે જે ગર્વ કર્યો છે તે પણ સાચો ઠર્યો છે.


મને તમારા પર ભરોસો હોવાથી હું તમારે માટે આવો ગર્વ ધરાવું છું! અમારાં સર્વ સંકટોમાં મને પુષ્કળ દિલાસો મળ્યો છે અને હું ખૂબ પ્રફુલ્લિત થયો છું!


તમે મદદ કરવા આતુર છો તેની મને ખબર છે. મકદોનિયાના લોકોની સમક્ષ મેં તે વિષે ગર્વ કરેલો છે. ગ્રીસના ભાઈઓ છેક ગયા વર્ષથી મદદ કરવાને આતુર છે એમ મેં જણાવ્યું હતું. તમારી આતુરતાથી ઘણાને પ્રોત્સાહન મળ્યું છે.


નહિ તો, જો મકદોનિયાના લોકો મારી સાથે આવશે અને તમે મદદ કરવા તૈયાર નથી તેવી તેમને ખબર પડશે તો તમારી શરમની વાત તો ઠીક, પણ તમારે વિષે આટલી ખાતરી ધરાવતા હોવાથી અમારે કેટલું શરમાવું પડે!


કેવી રીતે તમે તમારા વિશ્વાસને વ્યવહારમાં મૂક્યો, કેવી રીતે તમારા પ્રેમે તમને સખત ક્મ કરતાં શીખવ્યું અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમારી આશા કેવી દૃઢ છે એ વાતોને અમે ઈશ્વરપિતા સમક્ષ નિરંતર યાદ કરીએ છીએ.


મારા ભાઈઓ, તમે યહૂદિયામાં આવેલી ઈશ્વરની મંડળીઓના લોકો, એટલે ખ્રિસ્ત ઈસુના અનુયાયીઓનો નમૂનો અનુસર્યા છો. યહૂદીઓ તરફથી તેમની જેવી સતાવણી કરવામાં આવી, તેવી તમારી સતાવણી તમારા દેશના લોકોએ પણ કરી છે.


છેવટે તમે જ અમારી આશા, આનંદ અને પ્રભુ ઈસુના આગમન સમયે તેમની સમક્ષ અમારી શોભાનો મુગટ છો.


પ્રભુ તમારાં હૃદયોને ઈશ્વર તરફ વાળો અને ખ્રિસ્તની મારફતે મળતી ધીરજ તમને પ્રાપ્ત થાઓ.


તમે ઈશ્વરની ઇચ્છા પૂર્ણ કરી શકો અને તેમણે આપેલાં વચનો પામી શકો તે માટે તમારે ધીરજવાન થવાની જરૂર છે.


તમે આળસુ ન બનો, પણ વિશ્વાસ અને ધીરજથી ઈશ્વરનાં વચનોનો વારસો મેળવનારાઓનું અનુકરણ કરો.


અબ્રાહામ ધીરજવાન હતો અને તેથી તેના હક્કમાં ઈશ્વરે આપેલું વચન પૂર્ણ થયું.


આપણે તેમને ધન્ય કહીએ છીએ, કારણ, તેમણે સહન કર્યું હતું. તમે યોબની ધીરજ વિષે સાંભળ્યું છે અને અંતમાં પ્રભુએ પોતાનો ઇરાદો કેવી રીતે પૂર્ણ કર્યો તે તમે જાણો છો. કારણ, પ્રભુ દયા અને કરુણાથી ભરપૂર છે.


જ્ઞાનની સાથે સંયમ, સંયમની સાથે સહનશક્તિ, સહનશક્તિની સાથે ભક્તિભાવ,


આ બધું તો ઈશ્વરની આજ્ઞા પાળનાર અને ઈસુને વફાદાર રહેનાર ઈશ્વરના લોકો પાસેથી સહનશક્તિ માગી લે છે.


Lean sinn:

Sanasan


Sanasan