Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 9:10 - પવિત્ર બાઇબલ C.L.

10 તારે, તારા પુત્રોએ અને તારા નોકરોએ તારા માલિક શાઉલના કુટુંબને વાસ્તે એ જમીનમાં ખેતી કરવાની છે અને તેની ઊપજમાંથી તેમનું ભરણપોષણ કરવાનું છે. પણ મફીબોશેથ પોતે તો હંમેશા મારી સાથે જ જમશે.” (સીબાને પંદર પુત્રો અને વીસ સેવકો હતા.)

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 અને તારે તથા તારા દિકરાઓએ તથા તારા ચાકરોએ તેની તરફથી તે જાગીર ખેડવી; અને [તેની ઊપજ] તારે લાવવી કે, જેથી તારા માલિકના દિકરાનું ગુજરાન ચાલે; પણ તારા માલિકનો દિકરો મફીબોશેથ તો હમેશા મારી મેજ પર ભોજન કરશે.” સીબાને પંદર દિકરા તથા વીસ ચાકર હતા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 તારે, તારા દીકરાઓએ તથા તારા દાસોએ તે ભૂમિ ખેડવી અને તેની ફસલનો પાક તારે લાવવો કે તારા માલિકના દીકરાનું ગુજરાન ચાલે. પણ તારા યોનાથાનનો દીકરો મફીબોશેથ તો હંમેશાં મારી મેજ પર ભોજન કરશે.” સીબાને પંદર દીકરા તથા વીસ ચાકરો હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 તું, તારા કુટુંબ અને પુત્રો અને તારા ચાકરો સાથે આ પ્રદેશમાં તેને માંટે ખેતી કરશે અને તેના કુટુંબને માંટે અનાજ ઉત્પન્ન કરશે. પરંતુ મફીબોશેથ તારા માંલિકનો પૌત્ર, માંરા મેજ પર હંમેશા જમી શકશે.” સીબાને 15 પુત્રો અને 20 ચાકરો હતા.

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 9:10
10 Iomraidhean Croise  

રાજાએ પૂછયું, “તારા માલિકનો પૌત્ર મફીબોશેથ ક્યાં છે?” સીબાએ જવાબ આપ્યો, “તે યરુશાલેમમાં જ રહ્યો છે. કારણ, હવે ઇઝરાયલીઓ તેના દાદા શાઉલનું રાજ્ય તેને પાછું સોંપશે એવી તેને ખાતરી થઈ છે.”


રાજાના પરિવારને નદી પાર કરાવીને રાજાને પ્રસન્‍ન કરવા તેઓ નદીની સામે પાર ગયા.


મારા પિતાનું કુટુંબ તમારા હાથે મૃત્યુને પાત્ર હતું, પણ તમે મને તમારી સાથે જમવાનો હક્ક આપ્યો. હે રાજા, મારા માલિક, આપની પાસેથી હવે વિશેષ કૃપા માગવાનો મને કોઈ અધિકાર નથી.”


પણ દાવિદે અને યોનાથાને એકબીજા સાથે પ્રભુને નામે સોગંદ ખાધા હતા તેને લીધે દાવિદે યોનાથાનના પુત્ર એટલે, શાઉલના પૌત્ર મફીબોશેથને બચાવી લીધો.


દાવિદે કહ્યું, “ગભરાઈશ નહિ, તારા પિતા યોનાથાનને લીધે હું તારા પ્રત્યે માયાળુ રહીશ. તારા દાદા શાઉલની સઘળી જમીન જાગીર હું તને પાછી આપીશ અને તું હંમેશા મારી સાથે જમજે.”


“પણ ગિલ્યાદના બાર્ઝિલ્લાયના પુત્રો પ્રત્યે ભલાઈ દાખવજે અને તેમનું ભરણપોષણ કરજે; કારણ, તારા ભાઈ આબ્શાલોમથી હું નાસી છૂટયો ત્યારે તેઓ મારું ભરણપોષણ કરી મારે પડખે ઊભા રહ્યા હતા.


યહોયાખીનનાં કેદી તરીકેનાં વસ્ત્રો બદલાવી નાખવામાં આવ્યાં અને તે તેના બાકીના જીવનમાં રાજાની સાથે ભોજન લેતો.


તેને તેના જીવનનિર્વાહ માટે બેબિલોનના રાજા તરફથી નિયત કરેલું દૈનિક ભથ્થું જીવનભર આપવામાં આવ્યું; જે તેને તેના મૃત્યુના દિવસ સુધી મળતું રહ્યું.


એ સાંભળીને તેમની સાથે જમવા બેઠેલાઓમાંથી એક માણસે ઈસુને કહ્યું, “ઈશ્વરના રાજ્યમાં જેઓ જમવા બેસશે તેમને ધન્ય છે!”


Lean sinn:

Sanasan


Sanasan