Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 8:6 - પવિત્ર બાઇબલ C.L.

6 પછી તેણે દમાસ્ક્સના અરામીઓના પ્રદેશમાં લશ્કરી છાવણીઓ નાખી અને અરામીઓએ તેની તાબેદારી સ્વીકારી અને તેને ખંડણી ભરવા લાગ્યા. પ્રભુએ દાવિદને સર્વ જગ્યાએ વિજયવંત કર્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 પછી દમસ્કસના અરામમાં દાઉદે થાણાં બેસાડ્યાં. અને અરામીઓ દાઉદના તાબેદાર થયા, ને તેને ખંડણી આપવા લાગ્યા. દાઉદ જ્યાં જ્યાં ગયો ત્યાં ત્યાં યહોવાએ તેને ફતેહ પમાડી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 પછી દાઉદે દમસ્કસના અરામમાં લશ્કર ગોઠવ્યું. પછી અરામીઓ તેના દાસ થયા અને ખંડણી ચૂકવવા લાગ્યા. દાઉદ જયાં જયાં ગયો ત્યાં ઈશ્વરે તેને વિજય અપાવ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 દાઉદે દમસ્કસમાં સૈન્ય રાખ્યું અને અરામીઓ દાઉદના સેવકો બની ગયા અને ખંડણી ભરવા લાગ્યા. આમ, દાઉદ જયાં જયાં ગયો ત્યાં યહોવાએ તેને વિજય અપાવ્યો.

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 8:6
26 Iomraidhean Croise  

હદાદએઝેરની સરદારી નીચેના રાજાઓએ જોયું કે ઇઝરાયલીઓએ તેમને હરાવ્યા છે ત્યારે તેમણે તેમની સાથે સલાહશાંતિ કરી. તેમને આધીન થયા પછી આમ્મોનીઓને ફરીથી મદદ કરતાં અરામીઓ ગભરાતા.


એ સમયે દાવિદ કિલ્લેબંધીવાળા પર્વત પર રહેતો હતો અને પલિસ્તીઓની એક ટુકડીએ બેથલેહેમ કબજે કર્યું હતું.


હવે તમારે માટે તક છે. પ્રભુનો આ સંદેશ યાદ કરો: ‘હું મારા સેવક દાવિદ દ્વારા મારા ઇઝરાયલી લોકને પલિસ્તીઓ અને અન્ય સર્વ શત્રુઓના હાથથી બચાવીશ.”


તે વધારે અને વધારે બળવાન થતો ગયો. કારણ, સેનાધિપતિ પ્રભુ ઈશ્વર તેની સાથે હતા.


તું જ્યાં જ્યાં ગયો ત્યાં ત્યાં હું તારી સાથે રહ્યો છું અને તું આગેકૂચ કરતો ગયો તેમ મેં તારા સર્વ શત્રુઓને હરાવ્યા. દુનિયાના સૌથી મહાન આગેવાનો જેવો હું તને નામાંક્તિ બનાવીશ.


તેણે આખા અદોમમાં લશ્કરી છાવણીઓ ઊભી કરી અને તેથી તે લોકોએ તાબેદારી સ્વીકારી. આમ, દાવિદ જ્યાં જ્યાં ગયો ત્યાં ત્યાં પ્રભુએ તેને વિજયવંત બનાવ્યો.


પછી તેણે મોઆબીઓને હરાવ્યા. તેણે યુદ્ધ કેદીઓને જમીન પર સુવાડીને દોરીથી માપ્યા. તેણે બે દોરીના માપમાં આવતા માણસોને મારી નાખ્યા, જ્યારે પછીની એક દોરીના માપમાં આવતા માણસોને જીવતા રાખ્યા. બે તૃતીયાંશ ભાગના લોકોને મારી નાખ્યા, જ્યારે બાકીનાને જીવતા રાખ્યા. આમ, મોઆબીઓ તેના તાબેદાર બની ગયા અને તેને ખંડણી ભરવા લાગ્યા.


હદાદએઝેરના લશ્કરી અધિકારીઓની સોનાની ઢાલો દાવિદ યરુશાલેમ લાવ્યો.


શલોમોનના રાજ્યમાં યુફ્રેટિસ નદીથી પલિસ્તીયા અને ઇજિપ્તની સરહદ સુધીમાં આવેલાં બધાં રાજ્યોનો સમાવેશ થતો હતો. તેઓ તેને ખંડણી ભરતા અને તેના આખા જીવન દરમ્યાન તેઓ તેને આધીન રહ્યા.


ઇઝરાયલના રાજા આહાબના મરણ પછી મોઆબ દેશે ઇઝરાયલ સામે બળવો પોકાર્યો.


યરોબામ બીજાનાં અન્ય કાર્યો, તેની સિદ્ધિઓ, તેની લડાઈઓ અને તેણે કેવી રીતે ઇઝરાયલ માટે દમાસ્ક્સ અને હમાથ જીતી લીધાં એ બધું ઇઝરાયલના રાજાઓના ઇતિહાસમાં લખેલું છે.


તેથી પ્રભુ તેની સાથે હતા, અને તે તેના સર્વ કાર્યમાં સફળ થતો. તેણે આશ્શૂરના સમ્રાટ સામે વિદ્રોહ કર્યો અને તેને આધીન થવાનો નકાર કર્યો.


મોઆબનો રાજા મેશા ઘેટાં ઉછેરતો અને તે ઇઝરાયલના રાજાને પ્રતિ વર્ષે ખંડણી પેટે એક લાખ હલવાન અને એક લાખ ઘેટાંનું ઊન આપતો.


તેણે આખા અદોમમાં લશ્કરી થાણાં ઊભાં કર્યાં; અને સર્વ અદોમીઓ દાવિદને તાબે થયા. પ્રભુએ દાવિદને સર્વ ઠેકાણે વિજયી બનાવ્યો.


તેણે યહૂદિયાનાં કિલ્લેબંધીવાળાં નગરોમાં, યહૂદિયાના ગ્રામ્ય વિસ્તારોમાં અને એફ્રાઈમના પ્રદેશમાં તેના પિતાએ જીતેલાં નગરોમાં લશ્કરી દળો ગોઠવ્યાં.


હે પ્રભુ પરમેશ્વર, મારા સમર્થ ઉદ્ધારક, યુદ્ધને દિવસે તમે મારું મસ્તક ઢાંકો છો.


હે ઈશ્વર, શું તમે સાચે જ અમારો ત્યાગ કર્યો છે? શું તમે અમારાં સૈન્યો સાથે કૂચ કરવાના નથી?


ઘોડો યુદ્ધના દિવસ માટે તૈયાર કરવામાં આવે છે, પણ વિજય તો પ્રભુ જ અપાવે છે.


યોનાથાને ગેબામાં પલિસ્તી સેનાપતિને મારી નાખ્યો અને સર્વ પલિસ્તીઓએ તે જાણ્યું. પછી શાઉલે હિબ્રૂઓને લડાઈમાં બોલાવવાને આખા દેશમાં રણશિંગડું ફૂંકવા સંદેશકોને મોકલ્યા.


એક દિવસે શાઉલના પુત્ર યોનાથાને પોતાના યુવાન શસ્ત્રવાહકને કહ્યું, “ચાલ, આપણે પલિસ્તીઓની છાવણીમાં ધૂસી જઈએ.” પણ યોનાથાને તેના પિતાને તે વિષે વાત કરી નહિ.


છાવણીમાં તેમ જ રણક્ષેત્રમાં સર્વ લોકો ભયથી ધ્રૂજી ઊઠયા. સર્વ પલિસ્તીઓ ગભરાઈ ગયા; સંરક્ષકો અને ત્રાટકનારા સૈનિકો પણ થથરી ગયા. ધરતી પણ ધ્રૂજી ઊઠી અને ચોમેર આતંક વ્યાપી ગયો.


યોનાથાને પેલા યુવાનને કહ્યું, “ચાલ, આપણે એ પરપ્રજાના પલિસ્તીઓની છાવણીમાં જઈ પહોંચીએ. પ્રભુ આપણી મદદ કરશે. જો પ્રભુ ઇચ્છે તો આપણે થોડા કે વધારે હોઈએ તો પણ આપણને વિજય મેળવવામાં કંઈ અવરોધ નડશે નહિ.”


Lean sinn:

Sanasan


Sanasan