Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 8:4 - પવિત્ર બાઇબલ C.L.

4 દાવિદે તેના 1700 ઘોડેસ્વારો અને 20,000 સૈનિકોને પકડી લીધા. તેણે એક સો રથો પૂરતા ઘોડા રાખી લીધા અને બાકીના ઘોડાના પગની નસો કાપી નાખીને તેમને અપંગ કરી નાખ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 અને દાઉદે તેની પાસેથી એક હજાર [રથો] ને સાતસો સવારો તથા વીસ હજાર પાયદળ લઈ લીધાં. અને દાઉદે રથના સર્વ ઘોડાના પાછલા પગની નસો કાપી નાખી, પણ તેઓમાંથી એકસો રથને માટે [જોઈતા ઘોડા] જીવતા રાખ્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 દાઉદે તેની પાસેથી એક હજાર રથો સાતસો સવારો અને ભૂમિદળના વીસ હજાર સૈનિકો લીધા. દાઉદે રથના સર્વ ઘોડાઓની નસો કાપી નાખી, પણ તેમાંના સો રથોને જરૂરી ઘોડાઓને જીવતા રાખ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 દાઉદે તેની પાસેથી 1,700 ઘોડેસ્વાર સૈનિકો અને 20,000 પાયદળના સૈનિકોને કબજે કર્યા. દાઉદે 100 ઘોડાઓ રાખ્યા અને બાકીનાને લંગડા કરી દીધા.

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 8:4
8 Iomraidhean Croise  

હું તેમની મસલતમાં સામેલ થઈશ નહિ અને તેમની સંગતમાં ભળીશ નહિ.


શલોમોને ચૌદસો રથોનું અને બાર હજાર ઘોડેસ્વારોનું સૈન્ય ઊભું કર્યું. કેટલાકને તેણે યરૂશાલેમમાં રાખ્યા, જ્યારે બીજા બધાને અન્ય નગરોમાં રાખ્યા.


દાવિદે તેની પાસેથી એક હજાર રથ, સાત હજાર ઘોડેસ્વારો અને પાયદળના વીસ હજાર સૈનિકો લઈ લીધા. તેણે સો રથો માટે જરૂરી ઘોડા રાખ્યા. જ્યારે બાકીના બીજા ઘોડાઓના પગની નસો કાપી નાખીને તેમને લંગડા કરી નાખ્યા.


કોઈ રથોનો અને કોઈ ઘોડાઓનો અહંકાર રાખે છે, પરંતુ આપણે તો આપણા ઈશ્વર યાહવેના નામનું સહાય માટે સ્મરણ કરીશું.


પણ રાજા પોતાના લશ્કર માટે મોટી સંખ્યામાં ઘોડા એકઠા ન કરે અને ઘોડાઓની સંખ્યા વધારવા માટે લોકોને ઇજિપ્ત દેશમાં પાછા ન મોકલે; કારણ કે, પ્રભુએ તમને કહ્યું છે કે, ‘તમારે કદીયે એ માર્ગે પાછા જવું નહિ.’


પ્રભુએ યહોશુઆને કહ્યું, “તેમનાથી ગભરાઈ જઈશ નહિ. આવતી કાલે આ સમય સુધીમાં તો હું તેમનો સંહાર કરીને તેમને ઇઝરાયલને સ્વાધીન કરી દઈશ.


પ્રભુએ આપેલી આજ્ઞા પ્રમાણે યહોશુઆએ કર્યું: તેણે તેમના ઘોડાઓની નસો કાપી નાખીને તેમને અપંગ બનાવી દીધા અને તેમના રથ બાળી નાખ્યા.


Lean sinn:

Sanasan


Sanasan