Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 8:3 - પવિત્ર બાઇબલ C.L.

3 પછી યુફ્રેટિસના ઉપરવાસના પ્રદેશ પર પોતાનો કબજો ફરીથી જમાવવા જતા સોબા રાજ્યના રાજા એટલે રેહોબના પુત્ર હદાદએઝેરને તેણે હરાવ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 વળી રાહોબનો દીકરો તથા સોબાનો રાજા હદાદેઝેર ફ્રાત નદી પાસે પોતાનું રાજ્ય પાછું મેળવવા માટે જતો હતો, ત્યારે દાઉદે તેને પણ હરાવ્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 પછી દાઉદે રહોબનો દીકરો સોબાહનો રાજા હતો તેને એટલે કે હદાદેઝેર જયારે તે ફ્રાત નદી પાસે પોતાનું રાજય પાછું મેળવવા માટે પાછો જતો હતો ત્યારે તેને હરાવ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 રાહોબના પુત્ર સોબાહના રાજા હદાદએઝેરને દાઉદે હરાવ્યો, જ્યારે દાઉદ યુફ્રેતિસ નદી પાસેના વિસ્તારને અંકુશમાં રાખવા ગયો હતો.

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 8:3
15 Iomraidhean Croise  

એ જ દિવસે પ્રભુએ અબ્રામ સાથે કરાર કર્યો: “હું ઇજિપ્તની નાઇલ નદીથી મોટી નદી યુફ્રેટિસ સુધીનો આખો પ્રદેશ એટલે,


અરામીઓએ જોયું કે ઇઝરાયલીઓએ તેમને હરાવ્યા છે તેથી તેમણે તેમનાં સર્વ સૈન્યો એકઠાં કર્યાં.


યુફ્રેટિસ નદીની પૂર્વ બાજુએથી હદાદએઝેરે અરામીઓને આમંત્રણ આપ્યું. તેઓ સોબાના રાજા હદાદએઝેરના સેનાપતિ શોબાખની આગેવાની નીચે હેલામમાં આવ્યા.


હદાદએઝેરની સરદારી નીચેના રાજાઓએ જોયું કે ઇઝરાયલીઓએ તેમને હરાવ્યા છે ત્યારે તેમણે તેમની સાથે સલાહશાંતિ કરી. તેમને આધીન થયા પછી આમ્મોનીઓને ફરીથી મદદ કરતાં અરામીઓ ગભરાતા.


આમ્મોનીઓને સમજાયું કે તેમણે દાવિદને પોતાનો શત્રુ બનાવ્યો છે અને તેથી તેમણે બેથરહોબ અને સોબામાંથી વીસ હજાર અરામી સૈનિકો, ટોબમાંથી બાર હજાર માણસો અને માખા રાજાને તેના એક હજાર માણસો સહિત ભાડે રાખ્યા.


શલોમોનના રાજ્યમાં યુફ્રેટિસ નદીથી પલિસ્તીયા અને ઇજિપ્તની સરહદ સુધીમાં આવેલાં બધાં રાજ્યોનો સમાવેશ થતો હતો. તેઓ તેને ખંડણી ભરતા અને તેના આખા જીવન દરમ્યાન તેઓ તેને આધીન રહ્યા.


તે પછી દાવિદે યુફ્રેટિસ નદીના ઉપરવાસના પ્રદેશ પર કબજો મેળવવા જતા સોબાના રાજા હદાદેઝરને હમાથ આગળ હરાવ્યો.


તેણે હમાથ અને સોબાનો પ્રદેશ જીતી લીધો,


હે ઈશ્વર, તમે અમારો ત્યાગ કર્યો છે, અને તમે અમને છિન્‍નભિન્‍ન કરી નાખ્યા છે. તમે અમારા પર કોપાયમાન થયા છો, અને અમારાથી વિમુખ થયા છો.


તેની રાજસત્તા એક સમુદ્રથી બીજા સમુદ્ર સુધી અને યુફ્રેટિસ નદીથી તે પૃથ્વીની સીમાઓ સુધી વિસ્તરો.


“હું તમારા દેશની સરહદ અકાબાના અખાતથી ભૂમધ્ય સમુદ્ર સુધી અને રણપ્રદેશથી યુફ્રેટિસ નદી સુધી વિસ્તારીશ. હું દેશના રહેવાસીઓ પર પ્રબળ થઈશ. તમે જેમ જેમ આગળ વધશો તેમ તેમ તેમને હાંકી કાઢશો.


તમે જ્યાં જ્યાં કૂચ કરશો તે બધી જમીન તમારી પોતાની થશે. દક્ષિણે રણપ્રદેશથી ઉત્તરે લબાનોન પર્વત સુધી અને પૂર્વમાં યુફ્રેટિસ નદીથી પશ્ર્વિમે ભૂમધ્ય સમુદ્ર સુધી તમારી સરહદ વિસ્તરશે.


ઇઝરાયલનો રાજા બન્યા પછી શાઉલે તેના સર્વ શત્રુઓ એટલે કે મોઆબીઓ, આમ્મોનીઓ, અદોમીઓ, સોબાના રાજાઓ અને પલિસ્તીઓ સાથે યુદ્ધ કર્યાં. જ્યાં જ્યાં તે લડયો ત્યાં ત્યાં તેણે તેમને ભારે હાર આપી.


Lean sinn:

Sanasan


Sanasan