Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 8:2 - પવિત્ર બાઇબલ C.L.

2 પછી તેણે મોઆબીઓને હરાવ્યા. તેણે યુદ્ધ કેદીઓને જમીન પર સુવાડીને દોરીથી માપ્યા. તેણે બે દોરીના માપમાં આવતા માણસોને મારી નાખ્યા, જ્યારે પછીની એક દોરીના માપમાં આવતા માણસોને જીવતા રાખ્યા. બે તૃતીયાંશ ભાગના લોકોને મારી નાખ્યા, જ્યારે બાકીનાને જીવતા રાખ્યા. આમ, મોઆબીઓ તેના તાબેદાર બની ગયા અને તેને ખંડણી ભરવા લાગ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 તેણે મોઆબીઓને હરાવ્યા, ને તેમને ભૂમિ પર સુવાડીને દોરીથિ તેમને માપ્યા. મારી નાખવા માટે તેણે બે દોરી જેટલા માપ્યા, અને જીવતા રાખવા માટે એક આખી દોરી જેટલા [માપ્યા]. પછી મોઆબીઓ દાઉદના તાબેદાર થઈને ખંડણી આપતા થયા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 પછી તેણે મોઆબીઓને હરાવ્યા અને તેઓના માણસોને ભૂમિ પર સુવાડીને દોરીથી માપ્યા. તેણે મારી નાખવા માટે બે દોરીઓ જેટલા માપ્યા અને જીવતા રાખવા માટે એક આખી દોરી જેટલા માપ્યા. તેથી મોઆબીઓ દાઉદના ચાકરો થઈ તેને ખંડણી આપતા થયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 તેણે મોઆબીઓને પણ હરાવ્યાં અને તેમને જમીન પર સુવાડી દીધા અને દોરડાથી હારબંધ તેઓને છૂટા પાડ્યા. બે હારના માંણસો માંર્યા પરંતુ ત્રીજા હારના માંણસો જીવતા રહ્યાં. આમ મોઆબીઓ તેના તાબેદાર બન્યા તેઓ તેને માંટે કામ કરવા લાગ્યાં.

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 8:2
22 Iomraidhean Croise  

તેણે નગરમાં પુષ્કળ લૂંટ ચલાવી અને તે નગરના લોકોને બહાર લાવીને તેમની પાસે કરવતો, કોદાળીઓ, કુહાડીઓ વગેરેથી વેઠ કરાવી અને તેમને ઈંટવાડામાં થઈને ચલાવ્યા. આમ્મોનના સર્વ નગરોના લોકો પાસે પણ તેણે એવું કાર્ય કરાવ્યું. પછી તે અને તેના માણસો યરુશાલેમ પાછા ફર્યાં.


પછી તેણે દમાસ્ક્સના અરામીઓના પ્રદેશમાં લશ્કરી છાવણીઓ નાખી અને અરામીઓએ તેની તાબેદારી સ્વીકારી અને તેને ખંડણી ભરવા લાગ્યા. પ્રભુએ દાવિદને સર્વ જગ્યાએ વિજયવંત કર્યો.


શલોમોનના રાજ્યમાં યુફ્રેટિસ નદીથી પલિસ્તીયા અને ઇજિપ્તની સરહદ સુધીમાં આવેલાં બધાં રાજ્યોનો સમાવેશ થતો હતો. તેઓ તેને ખંડણી ભરતા અને તેના આખા જીવન દરમ્યાન તેઓ તેને આધીન રહ્યા.


ઇઝરાયલના રાજા આહાબના મરણ પછી મોઆબ દેશે ઇઝરાયલ સામે બળવો પોકાર્યો.


આશ્શૂરના સમ્રાટ શાલ્મનેશેરે તેની વિરુદ્ધ યુદ્ધ કર્યું; હોશિયા શાલ્મનેશેરને તાબે થઈ ગયો, અને તેને દર વર્ષે ખંડણી આપવા લાગ્યો.


તેણે મોઆબીઓને પણ હરાવ્યા. તેઓ તેના તાબેદાર થઈને તેને ખંડણી ભરવા લાગ્યા.


આમ્મોનીઓ ઉઝિયાને ખંડણી ભરતા અને તે એટલો સત્તાશાળી બન્યો કે તેની કીર્તિ છેક ઇજિપ્ત સુધી પ્રસરી ગઈ.


મોઆબનો પ્રદેશ મારા હાથપગ ધોવાના પાત્ર સમાન બનશે. માલિકીની નિશાની તરીકે હું અદોમ પર મારું પગરખું નાખીશ. પલિસ્તી પ્રદેશ પર હું જયઘોષ કરીશ.” સહાય માટે પ્રાર્થના


પરદેશીઓ હિંમત હારી જાય છે; તેઓ તેમની આડશો પાછળથી ધ્રૂજતા ધ્રૂજતા બહાર આવે છે. વિજય માટે આભારદર્શન


હે ઈશ્વર, શું તમે સાચે જ અમારો ત્યાગ કર્યો છે? શું તમે અમારાં સૈન્યો સાથે કૂચ કરવાના નથી?


મોઆબનો પ્રદેશ મારા હાથપગ ધોવાના પાત્ર સમાન બનશે. માલિકીની નિશાની તરીકે હું અદોમ પર મારું પગરખું નાખીશ પલિસ્તી પ્રદેશ પર હું જયઘોષ કરીશ.


તંબૂવાસી અદોમીઓ અને ઇશ્માએલીઓ, મોઆબીઓ તથા હાગ્રીઓ,


તેથી તમે હિઝકિયાનું સાંભળશો નહિ. આશ્શૂરના રાજાનો આવો આદેશ છે: ‘મારી સાથે સંધિ કરો અને શહેર બહાર આવી મારે શરણે થાઓ. તેથી તમે તમારા દ્રાક્ષવેલાની દ્રાક્ષો અને અંજીરીનાં અંજીર ખાઈ શકશો અને તમારાં ટાંકાનું પાણી પી શકશો.’


હું તેને જોઉં છું પણ તે અત્યારને માટે નથી, હું તેને નિહાળું છું પણ નજીકના સમય માટે નહિ. યાકોબના વંશમાંથી એક સિતારો ઝળકી ઊઠશે, એટલે ઇઝરાયલી પ્રજામાંથી એક રાજા ઉદ્ભવશે. તે મોઆબના આગેવાનોને વીંધી નાખશે અને શેથના લોકોનો સંહાર કરશે.


પણ કેટલાક દુરાચારી લોકોએ કહ્યું, “આ માણસ આપણને કેવી રીતે બચાવી શકશે?” તેમણે શાઉલનો તિરસ્કાર કર્યો અને તેને કંઇ ભેટ આપી નહિ. પણ શાઉલ મૌન રહ્યો.


ઇઝરાયલનો રાજા બન્યા પછી શાઉલે તેના સર્વ શત્રુઓ એટલે કે મોઆબીઓ, આમ્મોનીઓ, અદોમીઓ, સોબાના રાજાઓ અને પલિસ્તીઓ સાથે યુદ્ધ કર્યાં. જ્યાં જ્યાં તે લડયો ત્યાં ત્યાં તેણે તેમને ભારે હાર આપી.


દાવિદ ત્યાંથી મોઆબમાંના મિસ્પામાં ગયો. તેણે મોઆબના રાજાને કહ્યું, “ઈશ્વર મારે માટે શું કરશે તેની મને ખબર પડે ત્યાં સુધી કૃપા કરીને મારાં માતાપિતાને અહીં તમારી પાસે રહેવા દો.”


એમ દાવિદે પોતાનાં માતાપિતાને મોઆબના રાજાની પાસે રાખ્યાં, અને દાવિદ ગુફામાં સંતાતો રહ્યો ત્યાં સુધી તેઓ ત્યાં જ રહ્યાં.


Lean sinn:

Sanasan


Sanasan