Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 8:17 - પવિત્ર બાઇબલ C.L.

17 અહિટૂબનો પુત્ર સાદોક અને અબ્યાથારનો પુત્ર અહિમેલેખ યજ્ઞકારો હતા. સરાયા ન્યાય કચેરીનો સચિવ હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 અહિટૂબનો દિકરો સાદોક તથા અબ્યાથારનો દિકરો સાદોક તથા અબ્યાથારનો દિકરો અહીમેલેખ યાજક હતા; સરુયા ચિટનીસ હતો;

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 અહિટૂબનો દીકરો સાદોક અને અબ્યાથારનો દીકરો અહીમેલેખ યાજકો હતા અને સરુયા સચિવ હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

17 અહીલૂબનો પુત્ર સાદોક તથા અબ્યાથારનો પુત્ર અહીમેલેખ પ્રમુખ યાજકો હતાં. સરૂયા અંગતમંત્રી હતો.

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 8:17
21 Iomraidhean Croise  

સાદોક યજ્ઞકાર સાથે હતો અને તેની સાથે પવિત્ર કરારપેટી ઊંચકનારા લેવીઓ હતા. તેમણે કરારપેટી નીચે મૂકી અને સર્વ લોકો નગરમાંથી નીકળી ગયા ત્યાં સુધી તેમણે તે ઉઠાવી નહિ.


પછી હુશાયે આબ્શાલોમ અને ઇઝરાયલી આગેવાનોને આપેલી પોતાની સલાહ અને અહિથોફેલની સલાહ વિષે યજ્ઞકારો સાદોક અને અબ્યાથારને જણાવ્યું.


તમે તો મારા સંબંધીઓ, મારા હાડમાંસના છો. મને પાછો લઈ જવામાં તમે છેલ્લા કેમ?”


પણ તેણે મને, સાદોક યજ્ઞકારને, બનાયાને કે તમારા પુત્ર શલોમોનને આમંત્રણ આપ્યું નથી.


પેટીમાં પુષ્કળ નાણાં એકત્ર થાય એટલે રાજમંત્રી અને પ્રમુખ યજ્ઞકાર આવીને ચાંદીના સિક્કાનું વજન કરીને ગણી લેતા.


પછી તેમણે હિઝકિયા રાજા પર સંદેશો મોકલ્યો, એટલે તેના ત્રણ અધિકારીઓ તેમને મળવા બહાર આવ્યા. તેમાં રાજમહેલનો મુખ્ય અધિકારી એટલે, હિલ્કિયાનો પુત્ર એલિયાકીમ, રાજમંત્રી શેબના અને ગૃહમંત્રી એટલે, આસાફનો પુત્ર યોઆહ હતા.


દાવિદે સાદોક અને અબ્યાથાર યજ્ઞકારોને તેમજ ઉરિયેલ, અસાયા, યોએલ શમાયા, એલિયેલ અને આમ્મીનાદાબ એ છ લેવીઓને બોલાવ્યા.


પણ સાદોક યજ્ઞકાર અને તેના સાથી યજ્ઞકારો ગિબ્યોનમાં ભજનના ઉચ્ચસ્થાનની સેવા માટે નીમાયા હતા.


પ્રભુએ ઇઝરાયલીઓને ફરમાવેલા નિયમશાસ્ત્રમાં લખ્યા પ્રમાણે તેઓએ રોજ સવારે અને સાંજે વેદી પર સંપૂર્ણ દહનબલિ ચઢાવવાનો હતો.


અહિટૂબનો પુત્ર સાદોક અને અબ્યાથારનો પુત્ર અહિમેલેખ યજ્ઞકારો હતા; શાવ્શા મંત્રી હતો.


વંશાનુક્રમે એલાઝારના વંશજો આ પ્રમાણે છે: ફિનહાસ, અબિશુઆ,


હિલકિયા શાલ્લૂમનો પુત્ર, શાલ્લૂમ સાદોકનો પુત્ર, સાદોક અહીટૂબનો પુત્ર,


બારૂખે તેમની આગળ પ્રભુના મંદિરમાં યર્મિયાના સંદેશાઓ વીંટામાંથી વાંચી સંભળાવ્યા. રાજમંત્રી શાફાનના પુત્ર ગમાર્યાના ઓરડામાં લોકોના સાંભળતા તેણે એ વાંચન કર્યું. આ ઓરડો મંદિરના નવા દરવાજા પાસે ઉપરના ચોકમાં આવેલો હતો.


પ્રભુ પરમેશ્વર કહે છે: “જ્યારે ઇઝરાયલીઓ મને છોડીને ભટકી ગયા હતા ત્યારે પણ સાદોકવંશના લેવી યજ્ઞકારોએ મંદિરમાં વિશ્વાસુપણે મારી સેવા બજાવવાનું ચાલુ રાખ્યું હતું. તેથી તેઓ જ મારી સેવા કરવા માટે મારી હજૂરમાં આવી શકશે, અને તેઓ મારી સમક્ષ પશુબલિનાં ચરબી અને રક્ત ચડાવી શકશે.


તેથી તેણે ઈશ્વરના ઘરમાં જઈને અર્પણ કરેલી રોટલી ખાધી. અબ્યાથાર મુખ્ય યજ્ઞકારના સમયમાં એ બન્યું. આપણા નિયમશાસ્ત્ર પ્રમાણે તો માત્ર યજ્ઞકારો જ આ રોટલી ખાઈ શકે; છતાં દાવિદે તે ખાધી, અને પોતાની સાથેના માણસોને પણ આપી.”


Lean sinn:

Sanasan


Sanasan