Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 8:15 - પવિત્ર બાઇબલ C.L.

15 દાવિદે સર્વ ઇઝરાયલ પર રાજ કર્યુ અને તેની સમગ્ર પ્રજા પ્રત્યે દાવિદ ન્યાયી અને સમભાવી વર્તાવ રાખતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 દાઉદનું રાજ્ય સર્વ ઇઝરાયલ પર હતું. અને દાઉદ [પોતે] પોતાના સર્વ લોકોના ફેંસલા ચૂકવતો તથા ન્યાય કરતો હતો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 દાઉદે સર્વ ઇઝરાયલ પર રાજ કર્યું હતું. પોતાના સર્વ લોકોનો ન્યાય કરતો હતો. અને વહીવટ કરતો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 દાઉદે સમગ્ર ઇસ્રાએલ પર રાજય સ્થાપ્યું અને પોતાની બધી પ્રજા ઉપર ધર્મ અને ન્યાયપૂર્વક શાસન કર્યું.

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 8:15
24 Iomraidhean Croise  

પછી પેલો માણસ પોતે કયા કુળનો છે એ જણાવતો. ત્યાર પછી તે માણસને આબ્શાલોમ કહેતો, “જો તારી ફરિયાદ સાચી તથા વાજબી છે, પણ તારો કેસ સાંભળવાને રાજા પાસે તારો કોઈ પ્રતિનિધિ નથી.”


યોઆબ ઇઝરાયલના લશ્કરનો સેનાપતિ હતો. યહોયાદાનો પુત્ર બનાયા કરેથી અને પલેથી અંગરક્ષકોનો ઉપરી હતો.


દાવિદ હેબ્રોનમાં હતો તે સમયે આબ્નેરે સંદેશકો મોકલીને તેને કહેવડાવ્યું, “આ દેશ પર કોણ રાજ કરવાનું છે? મારી સાથે કરાર કર અને હું તને ઇઝરાયલને તારે પક્ષે કરી દેવામાં મદદ કરીશ.”


તેણે હેબ્રોનમાં રહીને યહૂદિયા પર સાડા સાત વર્ષ અને યરુશાલેમમાં રહીને સમસ્ત ઇઝરાયલ અને યહૂદિયા પર તેત્રીસ વર્ષ રાજ કર્યું.


તેણે આખા અદોમમાં લશ્કરી છાવણીઓ ઊભી કરી અને તેથી તે લોકોએ તાબેદારી સ્વીકારી. આમ, દાવિદ જ્યાં જ્યાં ગયો ત્યાં ત્યાં પ્રભુએ તેને વિજયવંત બનાવ્યો.


યોઆબ જેની માતાનું નામ સરુયા હતું તે લશ્કરનો સેનાપતિ હતો. અહિલૂદનો પુત્ર યહોશાફાટ મંત્રી હતો.


તમારા ઈશ્વર પ્રભુની સ્તુતિ થાઓ! તમને ઇઝરાયલના રાજા બનાવી પ્રભુ તમારા પર કેવા પ્રસન્‍ન છે તે તેમણે બતાવ્યું છે. ઇઝરાયલ પ્રત્યેના તેમના અવિરત પ્રેમને કારણે ન્યાય અને નેકી પ્રવર્તાવાને માટે તેમણે તમને તેમના રાજા બનાવ્યા છે.”


શલોમોન સમગ્ર ઇઝરાયલ પર રાજા હતો,


દાવિદ સમસ્ત ઇઝરાયલ પર રાજ કરતો હતો. પોતાના લોકો પ્રત્યે યથાર્થ અને ન્યાયી વર્તાવ થાય એ રીતે અમલ ચલાવતો.


મેં ઇન્સાફ અને નેકીનાં કાર્યો કર્યાં છે; તેથી મને જુલમગારોના કબજામાં તજી દેશો નહિ.


જેથી તે તમારા લોક પર નેકીથી શાસન કરે, તથા તમારા પીડિત જનો પર ન્યાયપૂર્વક શાસન કરે.


ઈશ્વર કહે છે, “નિર્ધારિત સમયે હું ન્યાય માટે સૌને બોલાવીશ અને નિષ્યક્ષપાતપણે ન્યાય કરીશ.


નેકી અને ઇન્સાફ તમારા રાજ્યાસનના પાયા છે; પ્રેમ અને વિશ્વાસુપણું તમારી આગળ આગળ ચાલે છે.


તેના રાજ્યની સતત વૃદ્ધિ થયા કરશે અને તેમાં અપરંપાર શાંતિ રહેશે. તે દાવિદ રાજાના અનુગામી તરીકે રાજ કરશે. હમણાંથી અનંતાનંત તેમનું રાજ્ય સચ્ચાઈ અને ન્યાયને આધારે સ્થપાશે અને ટકી રહેશે. સર્વસમર્થ પ્રભુના ઉમળકા પ્રમાણે એ સઘળું સિદ્ધ થશે.


ભૂંડાને ધિક્કારો, ભલાને ચાહો અને ન્યાયપંચમાં ન્યાયની પ્રતિષ્ઠા કરો. તો કદાચ સર્વસત્તાધીશ પ્રભુ પરમેશ્વર યોસેફના બચી ગયેલા વંશજો પર કૃપા દર્શાવે.


એને બદલે, ન્યાયને ઝરણાની જેમ અને નેકીને કદી ન સૂક્તી નદીની જેમ વહેવા દો.


તેમણે વિશ્વાસ દ્વારા સામ્રાજ્યો જીત્યાં, સત્ય પ્રમાણે વર્ત્યા અને ઈશ્વરનાં વચનો પૂરાં થતાં જોયાં. તેમણે સિંહોનાં મુખ બંધ કર્યાં.


ઇઝરાયલનો રાજા બન્યા પછી શાઉલે તેના સર્વ શત્રુઓ એટલે કે મોઆબીઓ, આમ્મોનીઓ, અદોમીઓ, સોબાના રાજાઓ અને પલિસ્તીઓ સાથે યુદ્ધ કર્યાં. જ્યાં જ્યાં તે લડયો ત્યાં ત્યાં તેણે તેમને ભારે હાર આપી.


Lean sinn:

Sanasan


Sanasan