Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 8:1 - પવિત્ર બાઇબલ C.L.

1 કેટલાક સમય બાદ દાવિદે પલિસ્તીઓ પર ફરીથી ચઢાઈ કરીને તેમને હરાવ્યા અને દેશ પરના તેમના નિયંત્રણોનો અંત આણ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 ત્યાર પછી એમ થયું કે, દાઉદે પલિસ્તીઓને મારીને વંશ કર્યા; અને દાઉદે મેથેગ-આમ્મા પલિસ્તીઓના હાથમાંથી પડાવી લીધું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 દાઉદે પલિસ્તીઓ પર હુમલો કરીને તેઓને હરાવ્યા. અને દાઉદે મેથેગ આમ્મા પલિસ્તીઓના હાથમાંથી આંચકી લીધું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 ત્યારબાદ દાઉદે પલિસ્તીઓને હરાવ્યાં, તેણે તેઓના દેશને અને તેઓની રાજધાની નગરના મોટા વિસ્તારને કબજે કરી લીધો.

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 8:1
14 Iomraidhean Croise  

સમગ્ર દેશમાં તેઓ અંદરોઅંદર વિવાદ કરવા લાગ્યા. તેમણે એકબીજાને કહ્યું, “દાવિદ રાજાએ આપણને આપણા શત્રુઓથી બચાવ્યા. તેમણે આપણને પલિસ્તીઓથી છોડાવ્યા પણ હવે તે આબ્શાલોમથી નાસી છૂટીને દેશ છોડી જતા રહ્યા છે.


પણ યોઆબ અને અબિશાય આબ્નેરની પાછળ પડયા અને સૂર્યાસ્ત સમયે તેઓ ગિબ્યોનના વેરાન પ્રદેશમાં જવાને રસ્તે ગિબ્યાની પૂર્વમાં આવેલા આમ્મા પર્વત પર આવી પહોંચ્યા.


તમે મને મારા વિદ્રોહી લોકોથી બચાવો છો અને અન્ય દેશો પરનું મારું શાસન ટકાવ્યું છે.


દાવિદ ઇઝરાયલ પર રાજા બન્યો છે એવી ખબર મળતાં પલિસ્તીઓએ તેને પકડવા સૈન્ય મોકલ્યું. દાવિદને એની જાણ થતાં તે કિલ્લેબંધીવાળા સ્થળમાં જતો રહ્યો.


દાવિદે પ્રભુની આજ્ઞા પ્રમાણે કર્યુ અને તેણે પલિસ્તીઓને ગેબાથી છેક ગેઝેર સુધી નસાડીને માર્યા.


તું જ્યાં જ્યાં ગયો ત્યાં ત્યાં હું તારી સાથે રહ્યો છું અને તું આગેકૂચ કરતો ગયો તેમ મેં તારા સર્વ શત્રુઓને હરાવ્યા. દુનિયાના સૌથી મહાન આગેવાનો જેવો હું તને નામાંક્તિ બનાવીશ.


તમે મને લોકો સાથેના સંઘર્ષથી ઉગાર્યો, અને મને ઘણા દેશો પર શાસક તરીકે નીમ્યો; હું ઓળખતો પણ નહોતો તેવા લોકોએ મારી તાબેદારી સ્વીકારી.


તમે દેશની ભૂમિને કંપાવી છે, અને તેને ચીરી નાખી છે. તેની તિરાડોને સમારો; કારણ, ભેખડો તૂટી પડવાની અણી પર છે.


મોઆબનો પ્રદેશ મારા હાથપગ ધોવાના પાત્ર સમાન બનશે. માલિકીની નિશાની તરીકે હું અદોમ પર મારું પગરખું નાખીશ પલિસ્તી પ્રદેશ પર હું જયઘોષ કરીશ.


તેમણે વિશ્વાસ દ્વારા સામ્રાજ્યો જીત્યાં, સત્ય પ્રમાણે વર્ત્યા અને ઈશ્વરનાં વચનો પૂરાં થતાં જોયાં. તેમણે સિંહોનાં મુખ બંધ કર્યાં.


ભડભડતા અગ્નિને હોલવી નાખ્યો. તેઓ તલવારની ધારથી બચી ગયા. તેઓ નિર્બળ હતા છતાં બળવાન બન્યા. તેમણે યુદ્ધમાં શૂરવીરતા દાખવી અને પરદેશી લશ્કરોને હાર આપી.


એમ પલિસ્તીઓ હાર્યા અને શમુએલ જીવ્યો ત્યાં લગી પ્રભુએ તેમને ઇઝરાયલના પ્રદેશ પર હુમલો કરવા દીધો નહિ.


Lean sinn:

Sanasan


Sanasan